Last Update : 27-December-2012, Thursday

 

રાષ્ટ્રીય નેતાઓ અને સાત મુખ્યમંત્રીઓની સૂચક હાજરી વચ્ચે
નરેન્દ્ર મોદીનો દબદબાભર્યો ચોથો રાજ્યાભિષેક

સૌ પ્રથમવાર મંત્રીમંડળ સાથે સોગંદવિધિ વજુભાઈ પડતા મુકાયા ને નીતીન પટેલને પ્રમોશન

બે જાયન્ટ કિલર બાબુભાઈ બોખરિયા અને પુરુષોત્તમ સોલંકીનો મંત્રી મંડળમાં સમાવેશ
અમદાવાદ, તા.૨૬
આજે નવરંગપુરા સરદાર સ્ટેડિયમ ખાતે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ, વરિષ્ઠ રાજહારીઓ, સંતો મહંતો ફિલ્મી કલાકારો તથા કાર્યકરોની વિશાળ હાજરીમાં રાજ્ય ડો. કમલાજીએ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે ૭ કેબીનેટમંત્રી અને ૯ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ સતત ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. પ્રથમ તબક્કે મંત્રી મંડળનું કદ નાનુ રાખવામાં આવ્યું છે. વિધાનસભા સત્ર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા જોવાઈ રહી છે. આજે રચાયેલી નરેન્દ્ર મોદીની સરકારમાં પટેલ જ્ઞાાતિનું પ્રભુત્વ રહ્યું છે. વિધાનસભાના સ્પીકર રહી ચૂકેલા ગણપતભાઈ વસાવાનો કેબીનેટ મંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જ્યારે નંબર-૨ ના સ્થાને રહેતા વજુભાઈ વાળાને મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા છે. તેમને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. બે જાયન્ટ કિલર બાબુબાઈ બોખરિયા અને પુરુષોત્તમ સોલંકીનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.
આજે સવારે ૧૧-૪૫ વાગે રાજ્યપાલના આગમન સાથે સોગંદવિધી સમારોહનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સપથગ્રહણ કર્યા બાદ રાજ્યપાલે તેમને પુષ્પગુચ્છ સાથે સુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી એ પણ રાજ્યપાલને પુષ્પગુચ્છ આપવાની પરંપરા નિભાવી હતી.
આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં નીતીન પટેલને પ્રમોશન મળ્યું છે. જેઓ નંબર ટુ ના સ્થાને આવ્યા છે. અન્ય મંત્રીઓમાં તેઓ બિભપર આવ્યા છે. ત્યારબાદ ત્રીજા સ્થાને આનંદીબહેન પટેલે સપથ લીધા હતા. ઉપરાંત રમણલાલ વોરા, ભુપેનદ્ર સિંહ ચુડાસમા સૌરભ પટેલ, ગણપતભાઈ વસાવા અને બાબુભાઈ બોખરિયાનો કેબીનેટ મંત્રીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરભ પટેલને પ્રમોશન આપી રાજ્યકક્ષાના મંત્રીઓથી કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. બાબુભાઈ બોબરિયા અગાઉ ૧૯૯૮માં રાજ્યકક્ષાના મંત્રી તરીકે અને ૨૦૦૧માં કેબીનેટ મંત્રી રહી ચૂક્યા છે. બાબુભાઈ બોખરિયા પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના પ્રદેશ અર્જુન મોઢવાણિયાને હરાવીને ચૂંટાઈ આવ્યા છે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રથમ સ્થાન પુરુષોત્તમ સોલંકીને મળ્યું છે. તેઓ ૧૨મી વિધાનસભામાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને હરાવીને ચૂંટાઈ આવ્યા છે. અન્ય રાજ્યકક્ષાના મંત્રીઓમાં થરાદ બેઠક પરથી ચૂંટાઈ આવેલા પરબતભાઈ પટેલ, જામનગર (દક્ષિણ) બેઠક પરથી ચૂંટાઈ આવેલા વસુબહેન ત્રિવેદી, વટવા બેઠક પરથી ચૂંટાઈ આવેલા પ્રદીપસિંહ જાડેજા, ડીસા બેઠક પરથી ચુંટાઈ આવેલા લીલાધર વાધેલા, બેચરાજી બેઠક પરથી ચૂંટાયેલા રજનીકાંત પટેલ, રાજકોટ (દક્ષિણ) બેઠક પરથી ચૂંટાઈ આવેલા ગોવિંદભાઈ પટેલ, કતારગામ બેઠક પરથી ચૂંટાઈ આવેલા નાનુભાઈ વાનાણી તથા હળવદ-ધ્રાંગધ્રા બેઠક પરથી ચૂંટાઈ આવેલા જયંતિલાલ કવાડિયાનો સમાવેશ થાય છે રાજ્યકક્ષાના ચાર મંત્રીઓ રજનીકાંત પટેલ, ગોવિંદભાઈ પટેલ, નાનુભાઈ વાનાણી અને જયંતિભાઈ કવાડિયા પ્રથમવાર મંત્રી બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭ થી ૨૦૧૨માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં ૯ કેબીનેટ મંત્રી, ૧૭ રાજ્યકક્ષાના મંત્રી તથા ચાર સંસદીય સચિવોને સ્થાન આપ્યું હતું.
એવું માનવામાં આવે છે કે વાયબ્રન્ટ ગુજરાતનો ઉત્સવ પુરો થયા બાદ અને વિધાનસભા સત્ર ફેબુ્રઆરીમાં શરૃ થયા ને પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્મરણ કરશે.
નરેન્દ્ર મોદીએ સહપ્રથમવાર તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા. ત્યારબાદ ૨૦૦૨ની ચૂંટણી પછી તા. ૨૨ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા ત્રીજીવાર તા. ૨૫ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ અને ચોથી વાર આજે તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા છે.

શપથ વિધિમાં સ્ટેડિયમમાં હજારોની મેદની ઉમટી
૭ મુખ્યમંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને અભિનેતાઓની હાજરી
શપથ પૂર્વે મોદીએ માતા હીરાબા અને તમામ સંપ્રદાયોના સાધુ સંતોના આશીર્વાદ લીધાઃ સુબ્રતો રોય, અશોક સિંઘલ, ઠાકરે બંધુની ઉપસ્થિતિ

અમદાવાદ, તા.૨૬
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના આજે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં ૭ રાજયોના મુખ્યમંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સહિતના નેતાઓ, ફિલ્મ અભિનેતાઓ-અભિનેત્રીઓ, વિહિપના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સહિતના અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા હજારોની જનમેદની ઉમટી પડી હતી.
ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ આજે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની તાજપોશી કરવામાં આવી હતી. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે દેશના ૭ રાજયોના મુખ્યમંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત અનેક મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આજે સવારે કાર્યક્રમમાં મોદીનું આગમન થયું તે પૂર્વે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ, ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર, ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડા, કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને તામીલનાડુના મુખ્યમંત્રી જયલલિતા કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી પણ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવા હાજર રહી હતી. શપથ લેતા પૂર્વે નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોને વ્યક્તિગત મળીને તમામનું અભિવાદન કર્યું હતું. મોદીએ પોતાના માતા હિરાબાના આશિર્વાદ મેળવ્યા બાદ શપથ લેવા માટે સ્ટેજ પર જવા રવાના થયા હતા.

સમારોહમાં કયા-કયા મહાનુભાવો હાજર રહ્યા
- જયલલિતા (મુખ્યમંત્રી, તામિલનાડુ)
- શિવરાજસિંહ ચૌહાણ (મુખ્યમંત્રી, મધ્યપ્રદેશ)
- પ્રકાશસિંહ બાદલ (મુખ્યમંત્રી, પંજાબ)
- રમણસિંહ (મુખ્યમંત્રી, છત્તીસગઢ)
- મનોહર પરિકર (મુખ્યમંત્રી, ગોવા)
- અર્જુન મુંડા (મુખ્યમંત્રી, ઝારખંડ)
- જગદીશ શેટ્ટાર (મુખ્યમંત્રી, કર્ણાટક)
- નીતિન ગડકરી (રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપ)
- લાલકૃષ્ણ અડવાણી (નેતા, ભાજપ)
- અરૃણ જેટલી (વિપક્ષ નેતા, રાજયસભા)
- સુષ્મા સ્વરાજ (વિપક્ષ નેતા, લોકસભા)
- ઓમપ્રકાશ ચૌટાલા (વિપક્ષ નેતા, હરિયાણા)
- વસુંધરા રાજે સિંધિયા (વિપક્ષ નેતા, રાજસ્થાન)
- કલરાજ મિશ્ર (ઉત્તર પ્રદેશ)
- રાજનાથસિંહ (નેતા, ભાજપ)
- ઉદ્ધવ ઠાકરે (કાર્યકારી અધ્યક્ષ, શિવસેના)
- રાજ ઠાકરે (અધ્યક્ષ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)
- રામદાસ આઠવલે (અધ્યક્ષ, રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા)
- અનંત દીધે (નેતા, શિવસેના)
- વૈંકેયા નાયડુ (સાંસદ, તામિલનાડુ)
- બલબીર પૂંજ (સાંસદ, રાજયસભા)
- ઓમ માથુર (નેતા, ભાજપ)
- સી.પી.ઠાકુર (પ્રમુખ, બિહાર ભાજપ)
- રવિશંકર પ્રસાદ (નાયબ નેતા, રાજયસભા)
- રાજીવ પ્રતાપ રૃડી (સાંસદ)
- પ્રકાશ જાવડેકર (સાંસદ)
- શાહનવાઝ હુસેન (સાંસદ)
- મુખ્તાર અબ્બાસ નકવી (સાંસદ)
- નઝમા હેપતુલ્લા (પૂર્વ નાયબ અધ્યક્ષ, રાજયસભા)
- અરૃણ શોરી (વરિષ્ઠ નેતા, પત્રકાર)
- અનંતકુમાર (નેતા, કર્ણાટક)
- વિજય ગોયલ (નેતા, નવી દિલ્હી)
- નવજોત સિધ્ધુ (નેતા, ભાજપ)
- સુબ્રતો રોય (સહારા ગૃપ)
- અશોક સિંઘલ (પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ)
- સત્યમિત્રાનંદજી (સંત)
- ભૈયુજી મહારાજ (સંત)
- દિલીપદાસજી મહારાજ (મહંત, જગન્નાથજી મંદિર અમદાવાદ)
- વિનોદ ખન્ના
- સુરેશ ઓબેરોય
- વિવેક ઓબેરોય
- કિરણ ખેર
- સ્મૃતિ ઈરાની
- દર્શન જરીવાલા
- જે.ડી.મજીઠિયા
- દિલીપ જોષી(જેઠાલાલ)
- દિશા વાંકાણી(દયા)
- ફિરોઝ ઈરાની
- મહેશ કનોડિયા
- નરેશ કનોડિયા

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved