Last Update : 27-December-2012, Thursday

 

તોમર પરિવારને ગૃહમંત્રાલય ૧૦ લાખ આપશે
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ તોમરનું મૃત્યુ ઈજાના કારણે આવેલા હાર્ટ એટેકથી થયું ઃ પોસ્ટમોર્ટમ

જો કે તોમરનું મૃત્યુ ઇજાના લીધે નહીં હાર્ટ એટેકથી થયાનો સાક્ષીઓનો દાવો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૬
ગેંગરેપ સામેના દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા કોન્સ્ટેબલ સુભાષ તોમરનું મૃત્યુ ખરેખર ઈજાના કારણે થયેલા હાર્ટ એટેકથી થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે. તોમરને છાતી અને ગળાના ભાગે થયેલી ઈજાના કારણે હાર્ટ એટેક આવ્યો હોવાનું પણ રિપોર્ટમાં કહેવાતું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ટી એસ સિદ્ધુના દાવને સામે વિરોઘાભાસ ઉભો કર્યો છે. સિદ્ધુએ જણાવ્યું હતું કે તોમરને શરીર પર બહારના ભાગે કોઈ મોટી ઈજા અને ગંભીર આંતરિક ઈજા નહોતી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૪૭ વર્ષીય તોમરની ત્રીજી, ચોથી અને પાંચમી પાંસળીમાં ફેક્ચર હતું અને અનેક જગ્યાએ લોહી પણ નીકળ્યું હતું.
પોસ્ટમોર્ટમ અહેવાલ અંગે નવી દિલ્હીના અધિક પોલીસ કમિશનર કે સી દ્વિવેદીએ જણાવ્યું હતું કે તોમરને છાતી ઈજા હતી. જેના કારણે તેમની હાલત ખરાબ થઈ અને અંતે તેમને હાર્ટ એટેક આવ્યો. આ અગાઉ કોન્સ્ટેબલ સુભાષ તોમરના મૃત્યુના કારણ અંગે વિવાદ ઊભો થયો છે. દેખાવકારોના હુમલામાં તોમરને ઈજા પહોંચી હોવાના પોલીસના નિવેદન સામે એક સરકારી હોસ્પિટલ અને ઘટનાને નજરે જોનારાઓએ વિરોધાભાસી નિવેદન આપ્યું હતું. આ વિવાદના કારણે દિલ્હી પોલીસે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. દરમિયાન ગૃહમંત્રાલયે તોમરના પરિવારજનોએ રૃા. ૧૦ લાખના વળતરની જાહેરાત કરી છે.
૪૭ વર્ષીય કોન્સ્ટેબલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ જાહેર થયો નહોતો ત્યાં તેના મૃત્યુ અંગેના કારણનાં સંદર્ભે અનેક મંતવ્યો સપાટી પર આવ્યા હતા. તોમરને સારવાર માટે લવાયા હતા તે રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ટી એસ સિદ્ધુએ જણાવ્યું હતું કે તોમરને સંપૂર્ણ બેભાન અવસ્થામાં જ લવાયો હતો અને તેમની હાલત સ્થિર નહોતી. તેથી તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રખાયા હતા. તેમને બહારના ભાગે ગંભીર ઈજાના કોઈ ચિહ્ન જણાતા નહોતા.
પત્રકારત્વના વિદ્યાર્થી યોગેન્દ્ર અને અન્ય એક સાક્ષીએ દાવો કર્યો હતો કે તોમરની ઈજા વખતે તેઓ દેખાવાના સ્થળે હાજર હતા. તોમરનું મૃત્યુ દેખાવકારોએ માર માર્યો હોવાના કારણે થયું હોવાના પોલીસના દાવાને ખોટા ગણાવતા તેમણે કહ્યું હતું કે તોમર આપ મેળે પડી ગયા હતા. તેથી તેમણે તોમરને મદદ કરવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા. દિલ્હી પોલીસના પ્રવક્તા રાજન ભગતે જણાવ્યું હતું કે તોમરનું પોસ્ટમોર્ટમ કરનારા તબીબોના મતે તોમરને ઘણી આંતરિક ઈજા હતી.
આ કેસની તપાસ દિલ્હી પોલીસ પાસેથી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપવા પાછળ તેમણે દિલ્હી પોલીસ હાલ ૨૬મી જાન્યુઆરીની તૈયારીમાં વ્યસ્ત હોવાનું બાબતને કારણભૂત ગણાવી હતી.
પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને આઠ વ્યક્તિને ધરપકડ કરેલી છે. ઘટનાને નજરે જોનારાઓના દાવાને રદીયો આપતા કહ્યું હતું કે તોમરનું મૃત્યુ દેખાવકારોએ માર મારતા થયેલી ઈજાના કારણે જ નિપજ્યું છે. તોમરને હૃદયની કોઈ બીમારી નહોતી. તોમર પર દેખાવકારોએ જ હુમલો કર્યો હતો. જોકે યોગેન્દ્ર અને તેના મિત્ર પાઓલિન્ટનું કહેવું કંઈક જુદુ જ હતું. તેમના કહેવા મુજબ દેખાવકારોની પાછળ દોડતી વખતે તોમર આપ મેળે જ પડી ગયા બાદ એમ્બ્યુબન્સ બોલાવવાની તેમની (યોગેન્દ્ર અને પાઓમિનની) વિનંતી અન્ય પોલીસ કર્મીઓએ નકારી કાઢી હતી. તોમરને ઊલટી થયાં બાદ તેઓ બેભાન થઈ ગયાં હતાં. નજીકમાં ઉભેલા પોલીસકર્મીએ મદદ કરવામાં રસ દાખવ્યો નહોતો. જેના કારણે યોગેન્દ્રએ એક પોલીસવાન પાસે જાઈને તોમરને દવાખાને પહોંચાવાની વ્યવસ્થા કરી હતી. આબજો સાક્ષીઓના કહેવા મુજબ તોમરનું મૃત્યુ દેખાવકારોએ માર મારતા ઈજાના કારણે થયું નથી.
દરમિયાન ગૃહમંત્રાલયે તોમરના પરિવારને વળતર પેટે રૃા. ૧૦ લાખની જાહેરાત કરી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસ તરફથી પણ તોમરના પરિવારને મદદ કરાશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved