Last Update : 27-December-2012, Thursday

 

સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો

અનુ અને સની દિવાનની પાર્ટી દરમિયાન આ બંનેએ સાથે બેસીને કલાકો સુધી વાતચીત કરી

મુંબઇ તા.૨૬
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથા અને પેજ થ્રીની લોકપ્રિય હસ્તીઓ નવા વરસને વધાવવા માટે પોત પોતાના મન પસંદ સ્થળ પર જતા રહે એ પહેલા જ ઉદ્યોગપતિ સની દિવાન અને તેની ગ્લેમરસ પત્ની અનુએ નાતાલની પૂર્વ સંધ્યાએ તેમને માટે વાંદરાના તેમના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ દંપતીએ ચાર વર્ષ પછી ઉજવણી કરી હોવાને કારણે આ પાર્ટીમાં કોઇ પણ પ્રકારની ઉણપ રહી જાય નહીં એનું તેમણે પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું.
નવ પરિણીત યુગલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિ'સોઝા, તાજેતરમાં જ માતા-પિતા બનેલા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાથી માંડીને રણબીર કપૂર, સિકંદર ખેર અને અંગદ બેદીની હાજરીથી આ પાર્ટીમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું હતું.
પરંતુ, આ પાર્ટીમાં અભિષેક બચ્ચન અને સલમાન ખાનની દોસ્તીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં અભિષેક અને સલમાને તેમની વચ્ચેની કડવાશ દૂર કરી હતી. આ બનાવ નજરે નિહાળનારા સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'આ બંનેએ એક એકાંત ખુણામાં બેસીને ડ્રીંક લેતા-લેતા ઘણી વાતો કરી હતી. જો કે તેમણે પહેલી વાર વાતો કરી નહોતી પરંતુ જાહેરમાં આ બંનેને મિત્રો તરીકે મળતા જોઇને લોકોને ઘણી નવાઇ લાગી હતી. ખાસ કરીને આ દરમિયાન તેમની વચ્ચેની દુશ્મનીની કડી ઐશ્વર્યા હાજર હોવાને કારણે લોકોને ઘણો અચંબો થયો હતો.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'સલમાન મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે પાર્ટીમાં આવ્યો હતો. આ દરમિયાન તેનો ખાસ મિત્ર સાજિદ નડિયાદવાલા પાર્ટી છોડીને જતો રહ્યો હતો. અચાનક જ સલમાને અભિષેકના ખભા ફરતે હાથ વીંટાળ્યો હતો અને બંને વાતો કરવા માટે એક ખૂણામાં જતા રહ્યા હતા.'
આ બંને તેમની વાતોમાં એટલા મશગૂલ હતા કે તેમને ખલેલ પાડવાની કોઇની હિંમત ચાલી નહોતી. ઐશ્વર્યાએ પણ આ બંનેથી અંતર જાળવી રાખ્યું હતું.
વાત આટલેથી અટકી નહોતી. બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી તેની ફિલ્મ 'દબંગ-ટુ'ને મળેલી સફળતા પછી ખુશીમાં ઝુમતા સલમાન ખાને શાહરૃખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે પણ ઔપચારિકતા નિભાવી હતી શાહરૃખ વાઇમાં 'ચેન્નાઇ એક્સપ્રેસ'નું શૂટિંગ કરતો હોવાથી આ પાર્ટીમાં ગૌરી એકલી જ આવી હતી.
રણબીરે તેની કથિત ભૂતપૂર્વ પ્રેમિકા નંદિતા મહાતાણીથી અંતર જાળવી રાખ્યું હતું જ્યારે નશામાં ચૂર બોબી દેઓલને તેની ખૂબસૂરત પત્ની તાન્યા દેઓલે ઠપકો આપ્યો હતો.
જોકે ઉજવણીના રંગમાં રંગાઇ ગયેલા વાતાવરણને આ નાની-નાની વાતોએ ગરમા-ગરમ બનાવ્યું નહોતું. સવારે છ વાગ્યે આ પાર્ટી પૂરી થઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved