Last Update : 27-December-2012, Thursday

 

બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી

ટેલિવિઝન ચેનલોને પણ આ ફિલ્મનું પ્રિમિયર યોજવામાં રસ નથી

મુંબઇ તા.૨૬
તેમના મૃત્યુ દરમિયાન રાજેશ ખન્નાને ભૂતકાળનો તેમનો દબદબો પાછો મળ્યો હશે પરંતુ આજની પરિસ્થિતિ જોઇને લાગે છે કે બોલીવૂડનો સૌથી પહેલા સુપર સ્ટાર તેમના પ્રશંસકોને મનોરંજન આપવા માટે છેલ્લી વાર રૃપેરી પડદા પર જોવા મળે તેમ નથી.
મૃત્યુ પહેલા રાજેશ ખન્ના 'રિયાસત' ફિલ્મનું શૂટિંગ કરતા હતા એ સૌ જાણે જ છે. ફિલ્મના દિગ્દર્શક અશોક ત્યાગી આ ફિલ્મ દિવંગત અભિનેતા અને તેમની પુત્રી ટ્વિંકલના જન્મ દિવસ ૨૯મી ડિસેમ્બરે રિલીઝ કરવા માગતા હતા.
હવે જાણવા મળ્યા પ્રમાણે આ ફિલ્મ ખરીદવા કોઇ તૈયાર નહોવાને કારણે દિગ્દર્શકની આ ઇચ્છા પૂરી થઇ શકી નથી આ શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મની યાદીમાં 'રિયાસત'નું નામ નથી.
દિગ્દર્શકે આ સમાચારને સમર્થન આપીને કહ્યું હતું કે, 'હવે હું શું કરી શકું છું ? શું થઇ રહ્યું છે એ હું સમજી શકતો નથી 'રિયાસત'માં ડિસ્ટ્રીબ્યુટરોએ જરા પણ રસ લીધો નથી અંતિમ નિર્ણય લેતા પહેલા તેઓ આ ફિલ્મ જુએ એવી મારી ઇચ્છા છે.'
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'ત્યાગીએ ટોચના કેટલાક સ્ટુડિયો તેમજ સ્વતંત્ર ડિસ્ટ્રીબ્યુટરોનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઇએ પણ આ ફિલ્મમાં રસ દેખાડયો નહોતો. ટીવી પર ફિલ્મનું પ્રિમિયર કરવા માટે તેમણે ટેલિવિઝન ચેનલોનો પણ સંપર્ક સાધ્યો હતો પરણ, એમાં પણ તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો 'આ ફિલ્મ સાથે સંકળાયેલા આાર્યમન રામસેને પણ ત્યાગીએ ટીવી ચેનલો સાથે વાત કરવાની વિનંતી કરી હતી પરંતુ એનો પણ કોઇ ફાયદો થયો નહોતો.' એમ દિગ્દર્શકના એક મિત્રે કહ્યું હતું.
નવાઇની વાત તો એ છે કે 'રિયાસત'ના સર્જકો આ માટે મોટી કિંમતની માગણી કરતા નથી તેઓ માત્ર રૃા. પાંચ કરોડ જ માગે છે જે આજના સમયમાં સાવ મામૂલી છે. આ વાતને સમર્થન આપતા ત્યાગીએ કહ્યું હતું કે 'શું મૃત્યુ સમયે રાજેશ ખન્નાને સ્ટારડમ અને પરિવાર પાછા મળ્યા નહોતા ? મને લાગે છે કે ડિસ્ટ્રીબ્યુટરો અને ટીવી ચેનલોના અધિકારીઓ રાજેશ ખન્નાના સૂવર્ણ દિવસો બાબતે અજાણ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved