Last Update : 27-December-2012, Thursday

 

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન

- કમલની વિશ્વરૃપમ ૧૧ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. મટરુ કી બિજલી કા મન્ડોલા પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. જોકે મોટી મુશ્કેલી તો એકતા કપૂર તરફથી આવી શકે. એકતા વિશ્વરૃપમના રાઇટ્સ ખરીદ્યા છે અને તે જોરશોરથી પ્રમોશન કરે છે.

કમલ હાસનની 'વિશ્વરૃપમ' ઉપરાંત અન્ય નાની ફિલ્મો 'મુંબઈ મિરર' અને 'આકાશ વાણી' સાથેે હરીફાઈ થાય એવી શક્યતા
વિશાલ ભારદ્વાજના દિગ્દર્શન હેઠળની ઇમરાન ખાન, અનુષ્કા શર્મા, પંકજ કપૂર અને શબાના આઝમીને ચમકાવતી 'મટરુ કી બિજલી કા મન્ડોલા'નું શૂટિંગ સમયસર પૂરું થઈ ગયું હતું. બજેટની અંદર પૂરી થયેલી આ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનમાં પણ કોઈ વિઘ્ન જોવા નથી મળ્યું. ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે અને ૨૦૧૩ની પહેલી મોટી રિલીઝ તરીકે આ ફિલ્મને ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત સલમાન ખાનની 'દબંગ ટુ'ની રિલીઝ પછી ત્રણ અઠવાડિયાનો સમય હોવાથી વિશાલ ભારદ્વાજને નાખુશ થવાનો કોઈ મોકો જ નહોતો. જોકે હવે ફિલ્મને અમુક મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા છે.
સૌથી મોટો પડકાર તો કમલ હાસન તરફથી મળી રહેશે એમ માનવામાં આવે છે. કમલની 'વિશ્વરૃપમ' ૧૧ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. 'મટરુ કી બિજલી કા મન્ડોલા' પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. જોકે મોટી મુશ્કેલી તો એકતા કપૂર તરફથી આવી શકે. તેણે 'વિશ્વરૃપમ'ના રાઇટ્સ ખરીદ્યા છે અને ડિસ્ટ્રિબ્યુશનમાં તે સંકળાયેલી હોવાથી જોરશોરથી પ્રમોશન કરે એ ચોક્કસ છે. આ ફિલ્મ કમલ હાસનની પણ ઘણા સમય પછી રિલીઝ થનારી હોવાથી એના આધારે એકતા ખતરો ઉઠાવે તો કોઈ શંકા નહીં હોય.
આ ઉપરાંત નાની ફિલ્મો 'આકાશ વાણી' અને 'મુંબઈ મિરર' પણ આ જ દિવસે રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. પ્રેક્ષકને વિકલ્પ મળી રહે એ રીતે ચાર ફિલ્મો સામસામે ટકરાય એવી શક્યતા છે. આ ઉપરાંત સુધિર મિશ્રાની અર્જુન રામપાલ અને ચિત્રાંગદા સિંહને ચમકાવતી 'ઇનકાર' પણ એ જ સમયગાળા દરમિયાન રિલીઝ થાય એવી શક્યતા છે. જોકે એની રિલીઝ એક અઠવાડિયા પૂરતી લંબાવવામાં આવે એવું માનવામાં આવે છે. જોકે ત્રણ ફિલ્મો સાથે ટક્કરમાં 'મટરુ કી બીજલી કા મન્ડોલા'ને થોડું નુકસાન થાય તો નવાઈ નહીં હોય.
વિશાલ ભારદ્વાજ ઉપરાંત ઇમરાન-અનુષ્કા માટે આ ફિલ્મ ઘણી મહત્ત્વપૂર્ણ છે અને તેઓ આ ફિલ્મની સફળતા માટે ઘણા સંવેદનશીલ હશે એ ચોક્કસ છે.
ઘણાં વિવાદો બાદ આ ફિલ્મની રિલિઝીંગ ડેટ આવી હતીં. પરંતુ પબ્લીક સ્ટંટના ભાગ રૃપે આ ફિલ્મની રિલિઝ પાછી ઠેલવામાં આવી છે. ઇમરાન અને અનુષ્કા આ ફિલ્મને લઇને ઘણાં ઉત્સાહિત છે. ઇમરાન ખાનને કોઇ દમદાર રોલની જરૃરીયાત હતી. જે આ ફિલ્મ દ્વારા પુરી થઇ અને ઇમરાને પણ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved