Last Update : 27-December-2012, Thursday

 

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

ફાઈનાન્સિઅલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયાના ડેટાબેઝને ઉપયોગમાં લેવાશે

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીની ચોરી ખાસ કરીને એવા કિસ્સા જ્યાં ડિફોલ્ટરો હાથમાં આવતા ન હોય તે પકડી પાડવા નાણાં મંત્રાલય હવે ફાઈનાન્સિઅલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયા (એફઆઈયુ-ઈન્ડ.)ની મદદ લેશે. નાણાંકીય વ્યવહારો અથવા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટી તથા સર્વિસ ટેકસના ડિફોલ્ટરોની એસેટસ શોધી કાઢવા એફઆઈયુ-ઈન્ડ.ના ડેટાબેઝ કામ આવી શકે છે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો શોધી કાઢવા, તેની તપાસ કરવા, વિશ્લેષણ કરીને તેની માહિતીનો પ્રસાર કરવા ૨૦૦૪માં સરકારે એફઆઈયુ-ઈન્ડ.ની સ્થાપના કરી હતી. આ સંપૂર્ણ કવાયત નાણાં મંત્રાલયમાં ઉચ્ચ સ્તરે બારીકાઈથી હાથ ધરવામાં આવે છે.
આ હકીકતને કારણે જ દરેક કરદાતા પાસેથી પાન નંબર માગવામાં આવે છે કારણ કે તે સિવાય નાણાંકીય વ્યવહાર અથવા ડિફોલ્ટરની એસેટસ શોધી કાઢવાનું શકય નથી. કરચોરી કરનારા અથવા ડિફોલ્ટ થયેલાઓની એક વખત વિગતો પ્રાપ્ત થયા બાદ સંબંધિત ઝોનલ ચીફ કમિશનરની મદદથી બાકી નીકળતા લેણાં વસૂલવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે એમ સુત્રોએ જણાવ્યું હતું. એફઆઈયુ-ઈન્ડ. પાસેથી પ્રાપ્ત થતી કોઈપણ વિગત ગુપ્ત રાખવામાં આવે છે અને તે અન્ય કોઈને અપાતી નથી કે તેનો પુરાવા તરીકે ઉપયોગ કરાતો નથી.
કેન્દ્રના મહેસુલ સચિવના અધ્યક્ષપદ હેઠળ તાજેતરમાં વિવિધ કમિશનરેટની મળેલી બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં વેરાની વસૂલી ટાર્ગેટ કરતા ઘણી નીચી હોવાથી વેરા અધિકારીઓ પર વસૂલી વધારવા ઘણું દબાણ થઈ રહ્યું છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન આડકતરા વેરાની કુલ વસૂલી રૃપિયા ૨.૯૨ લાખ કરોડની રહી છે. આ વસૂલીમાં ૨૭ ટકા વધારો થવાનો ટાર્ગેટ રખાયો હતો પરંતુ તેની સામે માત્ર ૧૬.૮૦ ટકા જ વધારો થયો છે. સંપૂર્ણ વર્ષમાં આડકતરા વેરા(કસ્ટમ, એકસાઈઝ તથા સર્વિસ ટેકસ)ની વસૂલીનો રૃપિયા ૫.૦૫ લાખ કરોડનો ટાર્ગેટ રખાયો છે.
આર્થિક મંદીને કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઓછું રહેતા એકસાઈઝ વસૂલી પર અસર પડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કાચા માલ તથા અન્ય આયાતો નીચી રહેવાને કારણે કસ્ટમની વસૂલી પર અસર પડી છે. સેટલમેન્ટના કેસો પણ ઝડપથી પૂરા કરવા વેરા અધિકારીઓને સૂચના અપાઈ છે. ૨૦૧૧-૧૨માં આડકતરા વેરા પેટેની કુલ રૃપિયા ૬૮૭૪૧.૦૨ કરોડની રકમ લેવાની બાકી નીકળે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved