Last Update : 27-December-2012, Thursday

 

૨૦૧૨માં રૃ.૧.૨ લાખ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

આર્થિક સુધારાઓને પગલે બીજા અર્ધવાર્ષિકમાં જંગી રોકાણ થયું ઃ રોકાણ વિકલ્પોના અભાવમાં ભારતમાં આકર્ષણ જોવાયું ઃ ડેસ્ટીમની

મુંબઈ,બુધવાર
વિદેશી સંસ્થાકીય રોકાણકારો એફઆઈઆઈએ ભારતમાં આર્થિક સુધારાઓને વેગ મળતા ખાસ બીજા અર્ધવાર્ષિકમાં ભારતીય શેરોમાં રોકાીણ આકર્ષણે મોટાપાયે રોકાણ કરીને વર્ષ ૨૦૧૨માં અત્યાર સુધીમાં રૃ.૧.૨ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કરી દીધું છે. અને દેશના ઈક્વિટી માર્કેટમાં એકત્રીત ધોરણે અત્યાર સુધીનું સર્વોચ્ચ ૧૨૫ અબજ ડોલરનું ર્ોકાણ કર્યું છે. વર્ષ ૨૦૧૨માં ડોલરમાં ૨૩ અબજ ડોલરનું એફઆઈઆઈ રોકાણ થયું છે.
ડિસે. ૨૦૧૨ મહિનામાં એફઆઈઆઈએ ૩.૪ અબજ ડોલર ભારતમાં ઠાલવ્યા છે. એક વર્ષમાં વર્ષ ૨૦૧૨માં રૃ.૧.૨૩ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ અત્યાર સુધીનું બીજુ સૌથી વધુ વાર્ષિક રોકાણ છે. એકત્રીત ધોરણે એફઆઈઆઈએ વર્ષ ૨૦૧૨માં કુલ રૃ.૬.૫ લાખ કરોડના શેરો ખરીદ્યા છે અને કુલ રૃ.૫.૩ લાખ કરોડના શેરોનું વેચાણ કર્યું છે, આમ નેટ ધોરણે રૃ.૧,૨૧,૬૫૨ કરોડની (૨૩ અબજ ડોલર) ચોખ્ખી ખરીદી થઈ છે. વર્ષ ૧૯૯૨માં ભારતીય મૂડી બજારમાં પ્રવેશ બાદ એફઆઈઆઈની આ બીજો સૌથી વધુ વાર્ષિક ખરીદી છે. જે વર્ષ ૨૦૧૦૧માં રૃ.૧.૩૩ લાખ કરોડ (૨૯ અબજ ડોલર) રેકોર્ડ નોંધાઈ હતી. જો કે વર્ષ ૨૦૧૧માં એફઆઈઆઈએ શેરબજારમાંથી નેટધોરણે રૃ.૨૭૧૪ કરોડ (૩૫.૮૦ કરોડ) પાછા ખેંચ્યા હતા.
એફઆઈઆઈ થકી ભારતમાં અનિશ્ચિત હોટ મનીનું રોકાણ થતું હોવા છતાં એફઆઈઆઈ ભારતીય બજારોના પ્રમુખ ચાલક બળ રહ્યા છે. ભારતમાં રજીસ્ટર્ડ એફઆઈઆઈઝની સંખ્યા વર્ષ ૨૦૧૧ના અંતની ૧૭૬૭ની તુલનાએ વર્ષ ૨૦૧૨માં ઘટીને ૧૭૫૫ રહી હોવા છતાં જંગી રોકાણ પ્રવાહ નોંધાયો છે. બજારના નિષ્ણાતો પણ માને છે કે આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને ઈન્વેસ્ટર સેન્ટીમેન્ટ સુધારવા સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા આર્થિક સુધારાના પગલાંથી વિદેશી રોકાણકારોનું ફરી આકર્ષણ જોવાયું છે.
ડેસ્ટીમની સિક્યુરિટીઝના સુદિપ બંદાપાધ્યાયના જણાવ્યા મુજબ રોકાણ માટેના અન્ય વિકલ્પોના અભાવથી એક આકર્ષક દેશ તરીકે ભારતીય શેરોમાં એફઆઈઆઆઈએ જંગી મૂડી રોકાણ કર્યું છે. એશિયાના અન્ય સમકક્ષ દેશોની તુલનાએ વર્ષ ૨૦૧૨માં ભારતીય બજારે સૌથી વધુ વિદેશી રોકાણ આર્કષયું છે. આ ઉપરાંત એફઆઈઆઈએ ડેટ માર્કેટમાં પણ રૃ.૩૩૭૭૭ કરોડનું (૬.૪ અબજ ડોલર) ચોખ્ખ રોકાણ વર્ષ ૨૦૧૨માં કર્યું છે.
વર્ષ ૧૯૯૨માં ભારતીય બજારો એફઆઈઆઈ માટે ખુલ્લા મૂકાયા ત્યારથી અત્યાર સુધીમાં એફઆઈઆઈઝનું ભારતમાં શેરોમાં કુલ રૃ.૫.૬૭ લાખ કરોડનું અને ડેટ સેગ્મેન્ટમાં રૃ.૧.૫૫ લાખ કરોડનું રોકાણ થયું છે. વર્ષ ૨૦૧૧ નિરાશાજનક નીવડયા બાદ વર્ષ ૨૦૧૨ની શરૃઆત પોઝિટીવી થઈ હતી અને પ્રથમ બે મહિનામાં રૃ.૩૬૦૦૦ કરોડથી વધુ રોકાણ થયું હતું. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણા પ્રવાહિતાની સ્થિતિ સુધારવા વ્યાજ દરો વધારવાનું અટકાવતા આ રોકાણ નોંધાયું હતું. પરંતુ બજેટમાં સરકારે જનરલ એન્ટિ-ટેક્ષ અવોઈડન્સ રૃલ્સ (જીએએઆર) દરખાસ્ત દાખલ કરતા જૂન ૨૦૧૨ સુધી એફઆઈઆઈની જાવક નોંધાઈ હતી. જે દરખાસ્ત બાદમાં રાખવામાં આવતા અને મલ્ટિ બ્રાન્ડ રીટેલ, સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે એફડીઆઈ મંજૂરી સહિતના આર્થિક સુધારાના પગલાએ એફઆઈઆઈ શેરોમાં સતત લેવાલ રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved