Last Update : 27-December-2012, Thursday

 

સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું

વૈશ્વિક બજારોમાં પણ નરમાઇનો માહોલ ઃ ઘરઆંગણે જોવા મળેલી નફારૃપી વેચવાલી

અમદાવાદ, બુધવાર
વૈશ્વિક બજારોમાં ચાલુ રહેલ નરમાઇ તરફી ચાલ અને ઘરઆંગણે પણ નફારૃપી વેચવાલીના દબાણ પાછળ મુંબઇ બુલીયન બજારમાં આજે સોનામાં પુનઃ પીછેહઠ થવા પામી હતી. બીજી તરફ ચાંદીમાં પણ વધુ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાતા બે દિવસમાં તેમાં રૃા. ૬૩૦ નીકળી ગયા છે.
ગઇકાલે ક્રિસમસની રજા બાદ આજે પણ વૈશ્વિક બજારોમાં નરમાઇનો માહોલ જારી રહ્યો હતો. તહેવારોના માહોલમાં વૈશ્વિક સ્તરે કામકાજો પણ ઘટી ગયા હતા. આમ, પાંખા કામકાજો વચ્ચે વૈશ્વિક બજારમાં સોનું પાછલી ૧૬૬૦.૯૦ ડોલરની સપાટીએથી એક તબક્કે ઈન્ટ્રા ડે ૧૬૫૦ ડોલરની સપાટી તોડી ૧૬૪૯.૬૫ ડોલર ઉતરી આવ્યા બાદ સાંજે તે ૧૬૫૬.૩૦ ડોલર મૂકાતું હતું. બીજી તરફ ચાંદી પણ પાછલી ૨૯૯૪ ડોલરની સપાટીથી ઈન્ટ્રાડે તૂટીને ૨૯.૮૨ થયા બાદ ૨૯.૯૨ ડોલર મુકાતી હતી.
દરમિયાન આજે રૃપિયા સામે ડોલર પણ નીચો મુકાતો હતો. ડોલર તેની પાછલી ૫૪.૯૫ની સપાટીથી શરૃઆતમાં તો ૫૫ની સપાટી હાંસલ કરી ૫૫.૦૯ પહોંચ્યા બાદ ફરીથી તૂટી ૫૪.૮૦ ઉતરી આવ્યા બાદ છેલ્લે ૫૪.૮૪ મુકાતો હતો. આમ, રૃપિયા સામે ડોલર ઘટતા ઈમ્પોર્ટ કોસ્ટ દબાણ હેઠળ આવતા બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.
આમ, ઉપરોક્ત અહેવાલો તેમજ ઘરઆંગણે પણ પાંખા કામકાજો વચ્ચે નફારૃપી વેચવાલીના દબાણ પાછળ ચાંદી તેની પાછલી રૃા. ૫૮૧૫૦ની સપાટીથી આજે ગાબડા સાથે રૃા. ૫૭૮૧૦ની નીચી સપાટીએ ખુલ્યા બાદ કામકાજના અંતે રૃા. ૪૮૦નું ગાબડું નોંધાતા તે રૃા. ૫૭૬૭૦ની સપાટીએ નરમ રહી હતી. આજે મોડી સાંજે ચાંદીમાં રૃા. ૫૭૭૦૦ અને કેશમાં ૫૭૪૫૦થી ૫૭૫૦૦ મુકાતા હતા.
બીજી તરફ મુંબઇ સોનું ૯૯.૫ પાછલી રૃા. ૩૦૬૨૫ની સપાટીથી આજે રૃા. ૩૦૪૮૦ની નીચી સપાટીએ ખુલી કામકાજને અંતે રૃા. ૩૦૪૩૦ મુકાતું હતું. જે રૃા. ૧૯૫નું ગાબડું દર્શાવે છે. જ્યારે સોનું ૯૯.૯ પાછલી રૃા. ૩૦૭૫૫ની સપાટીથી આજે રૃા. ૩૦૬૧૦ની સપાટીએ ખુલી કામકાજના અંતે ૩૦૫૬૫ રહ્યું હતું. જે રૃા. ૧૯૦નું ગાબડું દર્શાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved