Last Update : 27-December-2012, Thursday

 

ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭

નિફટી ૫૦ પોઈન્ટ તેજીએ ૫૯૦૬ ઃ પાવર-કેપિટલ ગુડઝ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં આકર્ષણ ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ તેજી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
ક્રિસમસની રજા બાદ આજે ફરી ખુલેલા મુંબઈ શેરબજારોમાં ટ્રેડિંગની શરૃઆત સાધારણ મજબૂતીએ થઈ હતી. યુ.એસ.ફિસ્કલ કલીફ મુદ્દે ચિંતાએ ગત સપ્તાહના અંતના યુ.એસ.ના શેરબજારોમાં ધબડકા પાછળ એશીયા-યુરોપના બજારોની સાથે મુંબઈ શેરબજારોમાં મોટું ધોવાણ થયા બાદ સોમવારે ક્રિસમસ વેકેશન પૂર્વે એફઆઈઆઈ-ફંડોની ઓછી સક્રિયતાએ આરંભિક ઉછાળો સાવચેતીમાં ઓસરી ગયો હતો. જે આજે ટ્રેડિંગની શરૃઆતમાં રેટિંગ એજન્સી કેરના આકર્ષક ઊંચા ૨૦ ટકાથી વધુ પ્રીમિયમે લિસ્ટિંગ તેમ જ સરકારે ફર્ટીલાઈઝર જાયન્ટ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સના (આરસીએફ) ડિસઈન્વેસ્ટમેન્ટને મંજૂર કર્યા સાથે ડેરીવેટીવ્ઝમાં આવતીકાલે ગુરૃવારે ડીસેમ્બર વલણના થનારા અંત પૂર્વે શોર્ટ કવરીંગ ભારતી એરટેલ, લાર્સન, ભેલ, જિન્દાલ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આરંભથી જોવાતા સેન્સેક્ષ આગલા બંધ ૧૯૨૫૫.૦૯ સામે ૧૯૩૦૨.૪૭ મથાળે ખુલીને શરૃઆતમાં ૫૫થી ૬૦ પોઈન્ટનો સુધારો બતાવતો હતો. જે ૧૦ઃ૪૮ વાગ્યા નજીક ૧૯૧૨૧ નજીકની સપાટીથી એકાએક ઝડપી ઉછાળામાં બેંક શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે આઈસીઆઈસીઆઈ બેંકમાં ફંડોની મોટાપાયે લેવાલી નીકળતા અને લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ઓટો, જિન્દાલ સ્ટીલ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નસ ફાર્મા, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા પાવર, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સિપ્લા, ગેઈલ સહિતમાં આર્કષણે સેન્સેક્ષ ૨ઃ૨૪ વાગ્યા નજીક ૨૧૩.૩૧ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૯૪૬૮.૪૦ સુધી પહોંચી ગયો હબતો. જે વધ્યા મથાળે આંશિક પ્રોફીટ બુકિંગ સાથે હિન્દુસ્તાન યુનીલીવર, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો, મારૃતી સુઝુકીમાં નરમાઈએ અંતે ૧૬૨.૩૭ પોઈન્ટનાં ઉછાળે ૧૯૪૧૭.૪૬ બંધ રહ્યો હતો.
ભારતી એરટેલ, લાર્સન, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈમાં મોટા કવરીંગે નિફટી સ્પોટ ૫૮૫૫થી ઉછળી ૫૯૧૭ બોલાયો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૮૫૫.૭૫ સામે ૫૮૬૪.૯૫ મથાળે ખુલીને શરૃઆતમાં જ કેરના પ્રીમિયમે લિસ્ટિંગ બાદ હવે ભારતી ઈન્ફ્રાટેલના થનારા લિસ્ટિંગ પૂર્વે ભારતી એરટેલમાં ફંડોની લેવાલી સાથે શોર્ટ કવરીંગ થતા અને બજાજ ઓટો, લાર્સન, જેપી એસોસીયેટસ, કેઈર્ન ઈન્ડિયા, ભેલ, પીએનબી સન ફાર્મા, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોએ ૧૧ વાગ્યા બાદ લેવાલી આક્રમક કરત સળસળાટ તેજીમાં ૨ઃ૨૪ વાગ્યા નજીક ૬૧.૫૫ પોઈન્ટનાં ઉછાળે ૫૯૧૭.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં આંશિક નફારૃપી વેચવાલીએ અને ખાસ હિન્દુસ્તાન યુનીલીવર, હીરો મોટોકોર્પ, ગ્રાસીમ, ઈન્ફોસીસ, એચસીએલ ટકેનો, ટાટા મોટર્સ, વિપ્રો, ટીસીએસની નરમાઈએ અંતે ૪૯.૮૫ પોઈન્ટનાં સુધારે ૫૯૦૫.૬૦ બંધ રહ્યો હતો.
વર્ષાંતે જ નિફટી ૬૦૦૦ના નગારાં વાગવા લાગ્યા ! નિફટી જાન્યુઆરી ફયુચર ૫૯૧૬થી ઉછળીને ૫૯૭૫ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણ આવતીકાલે પૂરૃં થતાં પૂરવે શોર્ટ કવરીંગ સાથે ફંડોએ નેટ એસેટ વેલ્યુની (એનએવી) ઊંચી ગણતરી કરવારૃપી ફ્રન્ટલાઈન શેરોને ઉછાળતા નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૮૩,૮૧૬ કોન્ટ્રેકટસમાં રૃ.૫૪૨૧.૧૮ કરોડના ટર્નઓવરે ૫૮૬૫.૫૫ સામે ૫૮૭૧ ખુલી નીચામાં ૫૮૬૪.૫૦ થઈ ઉપરમાં ૫૯૨૬.૪૫ સુધી જઈ અંતે ૫૯૧૪.૫૦ હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૦૫,૮૯૧ કોન્ટ્રેકટસમાં રૃ.૩૧૪૯.૧૭ કરોડના ટર્નઓવરે ૫૯૧૬.૭૫ સામે ૫૯૨૦ ખુલી નીચામાં ૫૯૧૫.૧૦ની ઉપરમાં ૫૯૭૫.૯૦ સુધી જઈ અંતે ૫૯૬૬ હતો.
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિફટી ટોપ બનાવી રીવર્સ ચાલ બતાવશે? ૬૨૦૦ નજીક ટોપ બનવાની શક્યતા
નિફટી ૬૦૦૦નો ડિસેમ્બર કોલ ૬,૯૯,૫૩૧ કોન્ટ્રેકટસમાં રૃ.૨૦૯૯૪.૩૯કરોડના ટર્નઓવરે ૧.૫૦ સામે ૧ ખુલી ઉપરમાં ૫.૦૦ થઈ અંતે ૧.૬૦ હતો. નિફટી ૫૯૦૦નો ડીસેમ્બર કોલ ૧૪.૨૫ સામે ૧૪.૪૦ ખુલી નીચામાં ૧૦.૯૫ થઈ ઉપરમાં ૩૭.૫૦ સુધી જઈ અંતે ૨૬.૫૫ હતો. નિફટી જાન્યુઆરી ૬૦૦૦નો કોલ ૬૪.૬૦ સામે ૬૩ ખુલી નીચામાં ૬૦.૦૫થી ઉપરમાં ૮૫.૯૫ સુધી જઈ અંતે ૮૦.૪૦ હતો. નિફટી ૬૧૦૦નો જાન્યુઆરી કોલ ૩૪.૪૦ સામે ૩૬.૯૫ ખુલી નીચામાં ૩૨.૩૦ થઈ ઉપરમાં ૪૭ સુધી જઈ અંતે ૪૩.૪૦ હતો. નિફટી બેઝડ બજાર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિફટી બેઝડ ૬૨૦૦ નજીક ટોપ બનાવી રીવર્સ બતાવશે એવી અટકળો થવાી લાગી હતી. નિફટી ૬૨૦૦નો જાન્યુઆરી કોલ ૪૮૫૮૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫૧૧ કરોડના ટર્નઓવરે ૧૭ સામે ૧૬.૫૫ ખુલી નીચામાં ૧૫.૨૫ થઈ ઉપરમાં ૨૩.૩૦ સુધી જઈ અંતે ૨૧.૨૫ હતો.
કેરના શેરનું અપેક્ષીત ધમાકેદાર ૨૬.૫૩ ટકા પ્રીમિયમે લિસ્ટિંગ ઃ ઉપરમાં રૃ.૯૮૬ અંતે રૃ.૧૭૪ વધીને રૃ.૯૨૪
ક્રેડિટ એનાલીસીસ એન્ડ રીસર્ચ લિ. જંગી પ્રતિસાદ બાદ ઈસ્યુ ભાવરૃ.૭૫૦ સામે આજે ૨૬.૫૩ ટકા પ્રીમિયમે શેરનું શેરબજારોમાં અપેક્ષીત પ્રોત્સાહક લિસ્ટિંગ થયું હતું. રૃ.૭૫૦ ઈસ્યુ ભાવ સામે બીસએઈમાં શેર ૨૬.૫૩ ટકા પ્રીમિયમે રૃ.૯૪૯ ખુલી નીચામાં રૃ.૮૯૬.૨૦ થઈ ઉપરમાં રૃ.૯૮૬.૨૦ સુધી જઈ અંતે ૪૮,૨૪,૬૭૬ શેરોમાં રૃ.૪૫૦.૦૮ કરોડના ટર્નઓવરે રૃ.૧૭૩.૯૫ (૨૩.૧૯ ટકા) વધીને રૃ.૯૨૩.૯૫ બંધ રહ્યો હતો. કંપનીએ રૃ.૭૦૦થી ૭૫૦ પ્રાઈસ બેન્ડમાં ઈસ્યુ લાવ્યો હતો. જે ૪૦.૯૮ ગણો છલકાઈ ૨૫.૦૮ કરોડ શેરો માટે બીડ મળી હતી.
આરબીઆઈ નવા વર્ષમાં વ્યાજ દરો ઘટાડશે! બેંક શેરોમાં તેજી ઃ બીઓઆઈ રૃ.૧૨, આઈસીઈઆઈસીઆઈ રૃ.૨૭, સ્ટેટ બેંક રૃ.૪૬ ઉછળ્યા
નવા વર્ષ ૨૦૧૩માં ફુગાવો ઘટવાની અપેક્ષા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં ૦.૫૦થી ૦.૭૫ ટકાનો ઘટાડો થવાની શક્યતાએ બેંકિગ શેરોમાં પણ ફંડોનું શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. આઈસીઆઈઆઈ બેંક રૃ.૨૬.૭૦ ઉછળીને રૃ.૧૧૪૭.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૪૨.૯૦ તેજીએ રૃ.૨૩૭૧. ૨૦, કેનરા બેંક રૃ.૧૦.૫૫ વધીને રૃ.૪૮૩, યુનીયન બેંક રૃ.૫.૦૫ વધીને રૃ.૨૬૮.૮૦, પીએનબી રૃ.૮.૮૦ વધીને રૃ.૮૪૧.૮૫, બેંક ઓફ બરોડા રૃ.૭.૧૫ વધીને રૃ.૮૫૪.૪૦, એક્સીસ બેંક રૃ.૧૦.૯૫ વધીને રૃ.૧૩૫૧.૪૫, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૃ.૧૦.૯૫ વધીને રૃ.૩૩૯.૦૫ અલ્હાબાદ બેંક રૃ.૩.૯૫ વધીને રૃ.૧૬૫.૯૫, દેના બેંક રૃ.૧.૮૫ વધીને રૃ.૧૧૪.૭૦, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃ.૮.૨૦ વધીને રૃ.૬૭૦.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૧૯૧.૮૬ પોઈન્ટ ઉછળીને ૧૪૩૪૨.૧૬ રહ્યો હતો.
ડિસેમ્બર અંતે એનએવી ગણતરીએ લાર્સન, ભેલ, ટાટા પાવર, થર્મેકસમાં તેજી ઃ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૮૦ પોઈન્ટ ઉછળ્યો
કેપિટલ ગુડઝ પાવર શેરોમાં પણ શોર્ટ કવરીંગ સાતે એનએવી ઊંચા ગણતરીએ વેલ્યુબાઈંગે તેજીનો કરંટ આવતા લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૩૪.૭૦ ઉછળીને રૃ.૧૬૧૯.૯૫, ભેલ રૃ.૨.૬૦ વધીને રૃ.૨૩૦.૧૫, જિન્દાલ સો રૃ.૪.૦૫ વધીને રૃ.૧૨૭.૪૦, એઆઈએલ રૃ.૧૨.૦૫ વધીને રૃ.૪૦૬.૫૦, એઆઈએ એન્જિ. રૃ.૯.૬૫ વધીને રૃ.૩૩૮.૯૦, પુંજ લોઈડ રૃ.૧.૬૫ વધીને રૃ.૫૯.૨૦, થર્મેક્સ રૃ.૧૬.૩૦ વધીને રૃ.૬૦૪.૭૦, લક્ષ્મી મશીન રૃ.૫૧.૫૫ વધીને રૃ.૨૨૬૫, સિમેન્સ રૃ.૭.૫૫ વધીને રૃ.૬૬૮.૩૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૧.૦૫ વધીને રૃ.૧૧૩.૭૦, જેએસડબલ્યુ એનર્જી રૃ.૧.૬૫ વધીને રૃ.૬૭.૦૫, એનએચપીસી ૪૦ પૈસા ઉછળીને રૃ.૨૪.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૮૦.૨૮ પોઈન્ટનીા તેજીએ ૧૦૯૦૭.૯૦ રહ્યો હતો.
અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે એક અબજ ડોલર ઈસીબી શક્ય ઃ રીયાલ્ટી શેરો યુનીટેક, એચડીઆઈએલ, ઈન્ડિયા બુલ્સ વધ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત અઠવાડિયે વિદેશી વ્યાપારી ઋણ (ઈસીબી) સંબંધી નીતિની સમીક્ષા અને વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટમાં ઓછી કિંમતના અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટો માટે ઈસીબીની મંજૂરી અંતિમ વપરાશકારને ઓટોમેટીક રૃટથી આપવાના નિર્ણયે અને એના માટે એક અબજ ડોલરની લિમિટ નક્કી થયાનું જણાવાતા આ ફંડ પ્રવાહ રીયલ એસ્ટેટ ક્ષેત્રે આવવાના અંદાજોએ રીયાલ્ટી શેરોમાં તેજી આવી છે. યુનીટેક રૃ.૧.૨૦ વધીને, રૃ.૩૪.૦૫, એચડીઆઈએલ રૃ.૩.૪૫ વધીને રૃ.૧૦૯.૯૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૨ વધીને રૃ.૯૩.૪૫, ઈન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૭૨, ડીએલએફ રૃ.૨.૨૦ વધીને રૃ.૨૨૫.૬૦ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૨૫.૨૮ પોઈન્ટ વધીને ૨૦૯૨.૩૭ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફોર જી સર્વિસિઝ ઓફરની તૈયારી પૂરજોશમાં ! શેર રૃ.૮ વધીને રૃ.૮૨૮
રિલાયન્સ ઈન્ડ.માં પણ ૧૧ડિસે. ૨૦૧૨ સુધીમાં કંપનીના બાયબેક પ્રોગ્રામ હેઠળ રૃ.૩૩૫૮.૦૯ કરોડના રોકાણથી ૪.૬૨ કરોડ શેરો શેર દીઠ મહત્તમ રૃ.૮૭૦ ભાવ સુધી બાયબેક થતાં અને રશિયાની સ્પિરીટ ડીપીએસ દ્વારા ગત સપ્તાહમાં ભારતીય ટેલિકોમ ઓપરેટર ઈન્ફોટેલ જે રિલાયન્સ ગુ્રપની સબસીડીયરી છે એણે તેનો સોફટવેર ટીનમ સ્પિરિટ વોઈસ અને વિડીયો એન્જિનના લાઈસન્સ આપ્યાના અને રિલાયન્સ દ્વારા તેના એલટીઈ નેટવર્કમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના અને ફોરજી નેટવર્કસમાં વોઈસ અને વિડીયો ટ્રાન્સમિટીંગ કરતા હેન્ડસેટ ઓફર કરવામાં ધીમો ફોન ઉત્પાદકો પર નિર્ભર નહીં રહી એલટીઈ પર સ્પિરિટના વોઈસ અને વિડીયો કોલ માટે સોફટવેર પ્રોડકટસ પસંદ કરતા શેરમાં લેવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડ રૃ.૮ વધીને રૃ.૮૨૮ રહ્યો હતો.
ભારતી ઈન્ફોટેલના લિસ્ટિંગ અપેક્ષાએ ભારતી એરટેલ રૃ.૯ વધીને રૃ.૩૧૭ ઃ બજાજ ઓટો, સનફાર્મા, આઈટીસી વધ્યા
સેન્સેક્ષના વધનાર પ્રમુખ અન્ય શેરોમાં ભારતી એરટેલ ભારતી ઈન્ફ્રાટેલના લિસ્ટિંગ પૂર્વે શોર્ટ કવરિંગ સાથે લેવાલીએ રૃ.૮.૬૦ વધીને રૃ.૩૧૭.૪૫, સનફાર્મા રૃ.૧૨.૫૫ વધીને રૃ.૭૫૩.૦૫, બજાજ ઓટો રૃ.૩૫.૨૦ વધીને રૃ.૨૧૪૨, આઈટીસી રૃ.૩.૦૫ વધીને રૃ.૨૯૦.૦૫, સ્ટરલાઈટ રૃ.૧ વધીને રૃ.૧૧૬.૧૦, જિન્દાલ સ્ટીલ રૃ.૯.૦૫ વધીને રૃ.૪૫૪.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૭.૩૫ વધીને રૃ.૯૪૪ રહ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડિસેમ્બર વલણમાં અંત પૂર્વે શોર્ટ કવરીંગ, તેજીના ઓળિયાના રોલઓવરે સેન્સેક્ષ ૧૬૨ ઉછળીને ૧૯૪૧૭
સોનામાં પુનઃ પીછેહઠ ઃ ચાંદીમાં પણ રૃા. ૪૮૦નું ગાબડું નોંધાયું
ઈક્વિટીમાં FIIનું કુલ રોકાણ રૃ.૧૨૫ અબજ

સર્વિસ ટેકસ તથા સેન્ટ્રલ એકસાઈઝ ડયૂટીના ડિફોલ્ટરોને પકડી પાડવા નાણાં મંત્રાલયની કવાયત

નિફટીની પચાસ ટકા કંપનીઓમાં ડાયરેકટરપદે એકપણ મહિલા નથી
ફ્લાઇટ દરમિયાન મહિલા ક્રૂની સલામતી વધારવાની માગ
મેં જાતીય સતામણીનો અનુભવ કર્યો છે ઃ ચિત્રાંગદા સિંહ
નવા વરસની ઉજવણી માટે હૃતિક રોશન પોતાના પરિવારને બેંગકોક લઇ જશે
ચુલબુલ પાંડે ટાઇગર ખાન કરતા ઘણો આગળ નીકળી ગયો
બિપાશા બાસુને સાથે જોઇ સૌની આંખો ચાર થઇ
બોલીવૂડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
સલમાન ખાન અને અભિષેક બચ્ચન બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
એસડીએમ અંગે ટિપ્પણી કરવાની દિલ્હી પોલીસ કમિશનરને સત્તા નથી
રામદેવ-કેજરીવાલ જોડાયા પછી વિરોધ હિંસક બન્યો

કંપનીઓએ તેમના સીઇઓ અને કર્મચારીઓના પગાર જાહેર કરવા પડશે

 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved