Last Update : 27-December-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૧૨-૨૦૧૨, ગુરૃવાર
માગશર સુદ ચૌદશ- વ્રતની પૂનમ- દત્ત જયંતી.
મૃત્યુ યોગ રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી.
'ગુજરાત સમાચાર'ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની દસમી માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૮ મિ. (સૂ) ૮ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૫૯ મિ.
જન્મ રાશિ ઃ આજે બપોરના ૧ ક. ૩૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ મૃગશીર્ષ રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી પછી આદ્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-ધનમાં રાત્રે ૧૦ ક. ૦૨ મિ.થી., ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-તુલા, કેતુ-મેષ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- બપોરના ૧ ક. ૩૪ મિ. સુધી વૃષભ પછી મિથુન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૯
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક ઃ પો. /૬/ માસ -તિથિ-વાર ઃ માગશર સુદ ચૌદશ ને ગુરુવાર.
- વ્રતની પૂનમ. - દત્ત જયંતી. - મૃત્યુયોગ રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી. - બુધ ધનમાં રાત્રે ૧૦ ક. ૦૨ મિ.થી. - બજારોમાં વધઘટ ? - વિષ્ટી ૧૩ ક. ૨૭ મિ. થી ૨૬ ક. ૪૧ મિ. સુધી.
- કચ્છ-માંડવી, દ્વારકેશ લાલજીનો ઉત્સવ. - હરણ, હાથીઓને પીડા ? નાશ ? પશુ-પક્ષીઓને પીડા ? બાળકોને પીડા ? અનાજ સસ્તુ ? - નેતાઓ- પ્રજામાં વિરોધ- ખેંચતાણ- અશાંતિ ?
'ગુજરાત સમાચાર'ના ભીષ્મ પિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની દસમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અમરદાદ માસનો ૧૨ રોજ મોહોર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દત્ત જયંતી, વ્રતની પૂનમે ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ, મુલાકાતમાં સાનુકુળતા રહે. નોકરી-ધંધાનું કામ આનંદથી કરી શકો.

 

વૃષભ ઃ વ્રતની પૂનમ- દત્ત જયંતીએ ધર્મકાર્યથી શાંતિ- આનંદ અનુભવો. નોકરી-ધંધાના કામમાં યશ સફળતા મળે. આવક થાય નવું કામ થાય.

 

મિથુન ઃ માનસિક પરિતાપ- ચિંતા રહે. શરદી- ખાંસી મસ્તકમાં દર્દ પીડા જણાય. યાત્રા-પ્રવાસ મુલાકાતમાં, નોકરી-ધંધાના કામમાં બેચેની જણાય.

 

કર્ક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં, નાણાંકીય પ્રશ્નમાં, મકાન- જમીન વાહનના કામમાં ચિંતા-ખર્ચ જણાય.

 

સિંહ ઃ દત્ત જયંતી, વ્રતની પૂનમે આપના કામમાં સફળતા, લાભ પ્રાપ્ત કરી શકો. નોકરી-ધંધામાં આનંદ રહે. ધર્મકાર્ય થાય.

 

કન્યા ઃ રોજીંદા કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય પરંતુ સુસ્તી- આળસ, બેચેનીના કારણે નોકરી-ધંધાના કામમાં રુકાવટ રહે.

 

તુલા ઃ વ્રતની પૂનમ-દત્ત જયંતીનો આજનો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ સ્વસ્થતા હળવાશ, રાહત આનંદ અનુભવો. ધર્મકાર્ય થાય.

 

વૃશ્ચિક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ શારીરિક - માનસિક શ્રમ થાક અનુભવો. બપોર પછી નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી પડે.

 

ધન ઃ આપના નોકરી-ધંધાના કામમાં યશ- સફળતા મળે. ધંધો આવક થાય. કામ ઉકેલાય. જુના નવા સંબંધોથી સાનુકુળતા રહે.

 

મકર ઃ વ્રતની પૂનમ- દત્ત જયંતીએ ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કે અન્ય નવા કામકાજમાં પ્રગતિ જણાય. આનંદમાં રહી શકો.

 

કુંભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચિંતા વ્યથા હળવી થાય. વ્રતની પૂનમ- દત્ત જયંતીથી ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાનું કામ થાય.

 

મીન ઃ આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ ચિંતા ઉચાટ રહે. સગા સંબંધી મિત્રવર્ગ આડોશ પાડોશના પ્રશ્ને નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૭-૧૨-૨૦૧૨, ગુરૃવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષની શરૃઆતમાં કામની સફળતા- પ્રગતિ રહે. પરંતુ વર્ષના મધ્ય ભાગમાં રુકાવટ-ચિંતા રહે. હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચિંતા- તકલીફ મુંજવણ અનુભવાય.

 

વિશેષમાં ઃ- * નોકરી-ધંધામાં વર્ષ મિશ્ર અનુભવોમાં પસાર કરવું પડે. પરંતુ તમારી મનુષ્ય સર્જીત ભૂલ, ઉતાવળ, લોભ, લાલચ, જીદ, મુમતથી તકલીફ થાય તેવા જોખમી નિર્ણયો કરવા નહીં.

 

* શેરોની લે-વેચમાં, નાણાંકીય રોકાણમાં તેમજ આરોગ્યની બાબતમાં કાળજી, સાવધાની રાખવી.

 

* સ્ત્રીવર્ગને કૌટુંબીક, સામાજીક વ્યવહારિક કામની ચિંતા વ્યસ્તતા દોડધામ રહે. પરંતુ જસ મળે નહીં. પોતાના આરોગ્યની કાળજી રાખવી.

 

* વિદ્યાર્થીવર્ગે મિત્રવર્ગના દોરવાયા દોરવાઇ જવું નહીં. ભણવામાં એકાગ્રતા રાખવી. સમય- નાણાંનો વ્યય કરવો નહીં.

 

સુપ્રભાતમ્

- કડવું હોય કે મધુર હોય પણ તે વચન યોગ્ય સમયે બોલાયું હોય તો ગમી જાય છે, જેમ કે બહાર નીકળતી વખતે ડાબી બાજુ ગધેડો ભૂંકે તો (તે શુકન મનાતા હોવાથી) મન પ્રસન્ન થાય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવી આવેલી નોકરાણી ચંપાને શેઠાણી લીલીએ કહ્યું, ‘‘કાલે તેં બે ગ્લાસ ફોડ્યા અને આજે સવારમાં ત્રણ કપ અને બે પ્લેટ ફોડ્યા .... હવે કાલે તારો શું વિચાર છે?’’
‘‘શેઠાણીજી,’’ચંપા બોલી, ‘‘હજી તો બપોર અને સાંજ બાકી છે...’’

[Top]
 

આજ ની રેસીપી

ટૂર પર સાથે લઈ જવાય એવો નાસ્તો

ચટાકેદાર ભેળપુરી

 

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ મમરા, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ દાળિયા, ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

 

પાપડી માટેની સામગ્રી ઃ ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ, ચપટી બેકંિગ પાઉડર, પાપડી તળવા માટે તેલ.

 

મસાલાની સામગ્રી ઃ ૧ ચમચો રિફાઈન્ડ તેલ,૧ ચમચો ચાટ મસાલો, ૧ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હંિગ, ૧/૨ ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

 

રીત ઃ પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાંખીને પૌંઆ પણ તળી લો.
હવે એક મોટી કડાઈમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ કરો. તેમાં રોઈ અને હંિગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ.
આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણી દિવસ સુધી સારી રહે છે. તે સૂકી તથા ભીની બન્ને રીતે બનાવી શકાય છે.

 

સૂકી ચટણી ઃ ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ધોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.
ભીના ચટણી માટેની સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું.

 

રીત ઃ ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિકસરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો. હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો. ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. જો ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જ્યારે પણ ભેળપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved