Last Update : 26-December-2012, Wednesday

 

સચિનના વણનોંધાયેલા રેકોર્ડઝ...

- મન્નુ શેખચલ્લી


સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી પછી એના ડઝનબંધ રેકોર્ડઝનું લાંબુ લિસ્ટ છાપાં અને ટીવીમાં આવી ગયું.
પણ સચિનના હજી કંઇ કેટલાય એવા રેકોર્ડઝ છે જેના પર લોકોનું ધ્યાન ન નથી પડયું! જેમ કે...
* * *
સચિન દાનેશ્વરી હતો. કોઇ સેવાભાવી સંસ્થામાં રોકડ દાન આપવાને બદલે સચિન હંમેશા એમને પોતાનું એકાદ બેટ કે એકાદ ટી-શર્ટ પકડાવી દેતો હતો! ''લો, આની હરાજી કરીને જેટલા ઉપજે એ દાનમાં લઇ લેજો!''
સચિનનો રેકોર્ડ છે કે એણે આવાં ૩૧ ટી-શર્ટ, ૨૪ ગ્લોવ્ઝ, ૧૮ પેડ, ૧૨ જોડી શૂઝ અને ૩૪ છૂટક બેટ હરાજી કરવા દાનમાં આપ્યાં છે!
* * *
સચિન આપણા ગુજરાતના ઉદ્યોગપતિઓની પણ બરોબરી કરી શકે એવો હતો!
આ ઉદ્યોગપતિઓએ ભલે બે-ત્રણ હજાર કરોડ રૃપિયા કરવેરા માફી મેળવી હોય, સચિન પણ કંઇ કમ નથી. એને ગિફટમાં મળેલી ફરારી કાર ઉપરની ઈમ્પોર્ટ ડયુટીમાં એક જ ઝાટકે ૪૫ લાખની માફી લઇ લીધી હતી!
* * *
સચિન હિસાબનો પાક્કો હતો. આઇપીએલની પહેલી સિઝનમાં જ્યારે એની પ્રાઇઝ ૬ કરોડ ફીક્સ હતી ત્યારે ધોનીના હરાજીમાં ૧૨ કરોડ બોલાયા હતા!
પણ સચિને હિસાબ સરભર શી રીતે કર્યા? 'મને ગોરીન ઈન્જરી છે' એમ કહીને એ બરોબર અડધો અડધ મેચ રમ્યો જ નહિ!
* * *
સચિન 'અર્પણ'નો પણ માસ્ટર હતો. કોઇ સદી એણે પોતાના પિતાજીને, તો કોઇ સેન્ચુરી પત્નીને અર્પણ કરી છે. જોકે સચિને જેટલી સદીઓ 'અર્પણ' કરી છે એનાથી વધુ 'મેચો' ધોનીએ સામેની ટીમને અર્પણ કરી છે!
* * *
સચિનનો એક બીજો પણ રેકોર્ડ છે. એ હજી સુદી કોઇપણ ટીવી શોમાં મોંઘેરા મહેમાન તરીકે આવ્યો નથી!
* * *
સચિને બ્રાન્ડ એમ્બેસેડરશીપની કમાણીમાં કદાચ રેકોર્ડ કરી નાંખ્યો હશે પણ એક રેકોર્ડ કોઇના ધ્યાનમાં નથી...
સચિને એક પણ રૃપિયો લીધા વિના પોતાની હેલ્મેટ પર તિરંગાની પટ્ટી લગાડીને 'બ્રાન્ડ ઈન્ડિયા'ની અબજો રૃપિયાની પબ્લિસીટી કરી છે!
થેન્કયુ સચિન!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved