Last Update : 26-December-2012, Wednesday

 

પોલીસની ડંડાવાળીએ રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું
રાજકીય ઘૂમ્મસમાં અટવાયેલી બળાત્કારની સમસ્યાનું રૂદન

 

- નાના કર્મચારીઓ સસ્પેન્ડ ઃ દિલ્હીના પોલીસ કમિશ્નરને હટાવવા માટે માગ

 

સોમવારે સવારે દિલ્હી ઠપ્પ થઇ ગયું હતું. બળાત્કારના કિસ્સાનો વિરોધ કરી રહેલા દેખાવકારો એકઠા ના થાય તે માટે ઈન્ડિયા ગેટના રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. ભારતે એવા પણ નેતાઓ જોયા છે કે જે આંદોલન કરનારાઓની વચ્ચે જઇને આંદોલન જેવું શસ્ત્ર ઉપાડતા હતા અને આજે સ્થિતિ એ છે કે સત્તાધારી પક્ષના નેતાઓ બંધ કેબીનમાંથી બહાર નીકળતા અને સિક્યોરીટી વિના ફરતા નથી. સરકાર પ્રજાની સમસ્યા નિવારવા વિપક્ષોનો સાથ નથી લેવા માગતા. વડાપ્રધાન મનમોહનસંિહ ચાર દિવસે બોલ્યા પણ તેની કોઇ અસર ના પડી!! સર્વપક્ષીય બેઠક બોલાવવી કે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વાતનો કોઇ ઉલ્લેખ કરાયો નહોતો. દિલ્હીમાં સવારથી જ ગાઢ ઘૂમ્મસ હતું એમ લોકશાહી પણ ઘૂમ્મસમાં અટવાઇ છે.
સામુહીક બળાત્કારનો ભોગ બનેલી ફીઝીઓથેરાપીસ્ટ યુવતી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી પર ‘રેપ’ થઇ રહ્યાનું અનુભવાઇ રહ્યું છે. આંદોલને ભીંસ વધારતાં જ સરકાર મૂંઝવણમાં મુકાઇ ગઇ છે. છેલ્લા ચાર દિવસથી સરકારને ખ્યાલ આવી ગયો છે કે સંસદમાં બહુમતી માટેના આંકડા મેળવવા આસાન છે પણ સ્વયંભૂ આંદોલનને તોડવું બહુ મુશ્કેલ છે. રવિવારે સાંજે પોલીસ આંદોલન ચલાવનારાઓ પર તૂટી પડી હતી અને કડકાઇ બતાવતી હતી ત્યારે દેશમાં એક જ પ્રશ્ન પૂછાતો હતો કે પોલીસ ગુનેગારો સામે કેમ આટલી કડકાઇ નથી બતાવતી??
અનેક પ્રશ્નો અને નિષ્ઠુર સરકાર વચ્ચે આંદોલનકારીઓ અટવાતા હતા. સરકારે આંદોલન તોડવાની ઘણી જુની ટ્રીક્સ અપનાવી હતી; એક તબક્કે તો આંદોલનને રાજકીય પક્ષોનું પીઠબળ છે એમ કહીને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આંદોલનકારીઓના જુવાળમાં આ બધી ટ્રીક્સ હવાઇ ગઇ હતી.
છેલ્લા ચાર દિવસથી દેશની રાજધાનીને આંદોલન ચલાવતા વિદ્યાર્થીઓએ બાનમાં રાખી છે. શરૂઆતના બે દિવસ સરકાર માટે આસાન હતા. સત્તાવાળાઓ માનતા હતા કે આ જુવાળ સમી જશે પરંતુ વિદ્યાર્થીઓ હટવા તૈયાર નહોતા. આ લાકોને કેવી રીતે હટાવવા તે અંગેનો નિર્ણય ગૃહપ્રધાન લઇ શક્યા નહોતા. કોંગ્રેસના પ્રવકતા અને સાંસદ સંદીપ દિક્ષીત એમ કહેતા હતા કે જવાબદાર પોલીસો સામે પગલાં લેવા જોઇએ.
રવિવારે સાંજે જ્યારે પોલીસે ડંડાના જોરે ઈન્ડિયા ગેટ ખાલી કરાવ્યું ત્યારે ઘણી યુવતીઓને ફટકારાઇ હતી; પોલીસે સમાચાર માઘ્યમોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. ઘણી યુવતીઓએ પોલીસ અત્યાચાર સમાન લાઠીમારને પોલીસનો ‘રેપ’ ગણાવ્યો હતો. અહીં સિક્કાની બીજી બાજુ એ છે કે પોલીસ સતત ચાર દિવસથી આંદોલનકારીઓનો સામનો કરતાં થાકી ગઇ હતી. કોઇ નેતા સમાધાન માટે આગળ ના આવતાં પોલીસોએ જ આંદોલનકારીઓના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી મોટું આશ્ચર્ય એ છે કે કોઇ નેતા કે અધિકારી સ્વયંભૂ આંદોલન કરનારીઓની સામે આવવા તૈયાર નહોતા. દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દિક્ષીત, દિલ્હીના પોલીસ કમિશ્નનર કે ગૃહપ્રધાન સુશીલકુમાર શંિદે જો આંદોલનકારીઓ સમક્ષ આવ્યા હોત તો આંદોલન કરનારાઓને થોડો સંતોષ મળત. પરંતુ આ લોકો પત્રકાર પરિષદ યોજવામાં વ્યસ્ત રહેતા હતા.મોડે મોડે પણ દિલ્હીના પોલીસ કમિશ્નનરને હટાવવાની માગ શરૂ કરાઇ છે.
આંદોલન કરનારાઓની માગ દિલ્હીમાં સલામતી અને કાયદાના કડક પાલન માટેની હતી પરંતુ ચતુર સરકારે આંદોલન વિખેરવાને પ્રધાન્ય આપ્યું હતું. આંદોલનમાં અસામાજીક તત્વો જોડાયેલા છે એમ કહીને આંદોલનનો કોન્સેપ્ટ મારી નાખ્યો હતો.
આંદોલનમાં જોડાયેલી યુવતિઓનો આક્રોશ એટલો બધો હતો કે તેમના ઓપીનીયનમાં કડક પ્રત્યાઘાત આપતી હતી. જેમ કે બળાત્કારીને હાથ-પગ કપીને જાહેરમાં લટકાવી દેવો જોઇએ. અથવા તો પ્રજાને સોંપી દેવી જોઇએ વગેરે.. વગેરે..
દિલ્હીમાં હજારો દેખાવકારોની દોડધામ હોય અને અરવંિદ કેજરીવાલ કે બાબા રામદેવ જેવા તકસાઘુઓ તખ્તો આંચકી લેવા કેમ ધૂસી ના આવ્યા?! આ પ્રશ્નનો જવાબ રવિવારની સવારે મળી ગયો હતો. વિદ્યાર્થીઓ સ્વયંભૂ આંદોલને ઝૂંટવી મારેલા રાજકારણીઓને જોઇને આ તકસાઘુઓ સ્તબ્ધ થઇ ગયા હતા. શનિવારે મોડી સાંજે જ્યારે સોનિયા ગાંધી આંદોલનકારીઓને મળ્યા ત્યારે આ લોકો ઊંચા-નીચા થઇ ગયા હતા. રવિવારે સવાર પડતાં-પડતાં તો આ તકસાઘુઓ આંદોલનો તખ્તો આંચકી લેવા છવાઇ ગયા હતા. બાબા રામદેવના રસાલાને રોકીને પોલીસે સ્તુત્ય પગલું ભર્યું હતું.
સ્વયંભૂ આંદોલનના આ કેસમાં સરકારે ધાર્યું હોત તો ઘણું કરી શકત પરંતુ ગૃહપ્રધાન શંિદે એમ બોલતા હતા કે મારે પણ ત્રણ દીકરીઓ છે, બળાત્કારનો ભોગ બનેલી યુવતીના કુટુંબીજનોનું દર્દ હું સમજી શકું છું!! તેમની આવી લાગણીની કોઇ અસર થઇ નહોતી. લોકો ઈચ્છતા હતા કે દિલ્હીના પોલીસ કમિશ્નનરનું રાજીનામું લઇ લેવાશે પરંતુ એવું કશું ના થયું. સરકારના બહુ બોલકા નેતાઓ પણ આંદોલનનું સ્વરૂપ જોઇને ચૂપ થઇ ગયા હતા. જેમ શંિદેએ કહ્યું કે મારે ત્રણ દીકરીઓ છે. પરંતુ કમનસીબી એ છે કે તેમની દીકરીઓ સલામતી વચ્ચે મોટી ગાડીઓમાં ફરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved