Last Update : 26-December-2012, Wednesday

 

ગૃહમંત્રીને ભારતયાત્રા પર આમંત્રિત કરવામાં આપણે સહેજપણ હોમવર્ક કર્યું ન હતું
મહેમાનનવાઝી પછીની બદતમીઝ રહેમાનનવાઝી

કારગીલ હુમલા વખતે પાક. સૈન્યના દુર્વ્યવહાર સંદર્ભે ઃ લેફ્ટેનન્ટ સૌરભ કાલિયાનું મૃત્યુ ખરાબ હવામાનને લીધે થયું હતું. એમાં તમે અમને દોષ ન આપો

મુંબઈ હુમલા સંદર્ભે ઃ તમારી સરહદનું રક્ષણ તમારે કરવાનું હોય, એમાં પાકિસ્તાનનો વાંક ન કાઢો

સંસદ પર હુમલા સંદર્ભે ઃ તમારી જાસૂસી સંસ્થાઓ ઊંઘતી હોય તો અમે શું કરી શકીએ?

 

 

ધરાર આવી ચડેલા વ્યક્તિ માટે કહેવાય છે કે માન ન માન, મૈં તેરા મહેમાન. તાજેતરમાં ભારતની મુલાકાતે આવી ગયેલા પાકિસ્તાનના ગૃહમંત્રી અબ્દુર રહેમાન મલિક ધરાર પરોણા તો ન હતા પણ ભારતના મહેમાન બનીને તેમણે જે રીતે ઉધ્ધતાઈભર્યું વર્તન કર્યું એથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાયમી વિવાદી સંબંધો જરાક પણ સુધરવાને બદલે વધુ વકર્યા છે. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા અને તંગદીલી ઘટાડવાના આશયથી યોજાઈ રહેલી આવી ઉચ્ચસ્તરિય મંત્રણાઓનો દૌર રહેમાને ભારતમાં આવીને દાખવેલી તોછડાઈને લીધે હવે વધુ તંગ બન્યો છે.
બંને દેશોના ઉચ્ચસ્તરના પ્રધાનો અને તેમના વિભાગના ટોચના અધિકારીઓ વખતોવખત પરસ્પરને મળે અને બેઉ દેશ વચ્ચેના વિવાદી મુદ્દાઓને ઓળખીને તેનું આકલન કરે તો કદાચ લાંબા ગાળે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદ, ખાસ તો મનભેદ દૂર થાય એવા ઉદાર અભિગમથી આ મુલાકાત યાત્રાઓ ચાલી રહી છે. વર્ષના આરંભે પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે ભારતના તત્કાલિન વિદેશમંત્રી કૃષ્ણા સાથે બેઠક યોજી હતી. એ પહેલાં બંને દેશોના સંરક્ષણ મંત્રીઓની ચારેક જેટલી શ્રેણીબધ્ધ બેઠકો યોજાઈ હતી. એ જ ક્રમમાં રહેમાન મલિકને તેમના ભારતીય સમકક્ષ સુશિલકુમાર શિંદે સાથે મંત્રણા માટે ભારતે નિમંત્રિત કર્યા હતા પરંતુ પાકિસ્તાની રાજકારણીઓની પ્રકૃતિમાં જ જે ઝેર ભરેલું છે એ આખરે રહેમાનની મુલાકાત ટાણે વર્તાઈ આવ્યું.
પોલિટિકલ ડિપ્લોમસીમાં ટાઈમિંગ પણ એક અગત્યનું પરિબળ ગણાતું હોય છે. બે દેશના વડાઓની મુલાકાત ક્યા સમયે, કઈ જગ્યાએ અને કેવા માહોલમાં યોજાઈ રહી છે તેના પર પણ મુલાકાતના હેતુની સફળતા અવલંબિત હોય છે. એ જોતાં રહેમાનની ભારતયાત્રાનું ટાઈમિંગ તદ્દન ખોટું હતું. ખરેખર તો ગત સપ્ટેમ્બરમાં બંને દેશોના ટોચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મંત્રણા વખતે જ બંને દેશોના ગૃહમંત્રીઓ વચ્ચેની બેઠક નવા વર્ષે જાન્યુઆરીમાં યોજવાનું નક્કી થયું હતું પરંતુ બંને દેશો વચ્ચે નવા અને ઉદાર વિઝા કાનૂન પર મંજૂરીની મ્હોર મારવા અંગે રહેમાન મલિકે નવેમ્બરના આખર સપ્તાહમાં એવું નિવેદન કર્યું કે, 'ભારત જો ચાલુ વર્ષે જ મને દિલ્હીનું નિમંત્રણ પાઠવશે તો આખરી સમજૂતીના સહીસિક્કા હું દિલ્હીમાં જ કરીશ.' મલિકના નિવેદન પછી ભારતીય ગૃહમંત્રાલયે તરત તેમને આમંત્રણ પાઠવી દીધું.
એ વખતે વિદેશ મંત્રાલયે આ બેઠકના બદલાયેલા સમય અંગે વિરોધ નોંધાવીને વિરોધનું કારણ પણ રજૂ કર્યું હતું. રહેમાન મલિકની યાત્રા પૂર્વે મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ કસાબને ફાંસીએ ચડાવી દેવાયો હતો અને સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની દુર્ઘટનાને એ જ દિવસોમાં ૧૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. એ સંજોગોમાં ભારતનું વાતાવરણ પાક. ગૃહમંત્રીની યાત્રા માટે યોગ્ય ન ગણાય. આમ છતાં ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેના આગ્રહથી શિરસ્તો બદલીને પણ રહેમાનની ભારતયાત્રાનો કાર્યક્રમ નક્કી થયો હતો.
છેવટે એ જ થયું, જે પાક. નેતાઓ કરતાં આવ્યા છે. ભૂતકાળમાં ઝુલ્ફીકારઅલી ભુત્તો, હસન રઝા, જહાંગીર રિઝવી જેવા પાક. નેતાઓએ તેમની સત્તાવાર ભારતયાત્રા વખતે જ જે રીતે ભારતવિરોધી ઝેર ઓક્યું હતું બિલકુલ એવું જ વર્તન રહેમાન મલિકે કર્યું. એક તરફ સમગ્ર દેશ સંસદ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓને શ્રધ્ધાંજલિ અર્પી રહ્યો હતો ત્યારે રહેમાન મલિકે તેને ભારતીય ખુફિયા એજન્સીની હાસ્યાસ્પદ નિષ્ફળતા ગણાવીને ભારતને વાગેલા ઘાવની સરિયામ મજાક ઊડાવી દીધી. મુંબઈ પર થયેલા હુમલા વિશે પણ તેમણે કહ્યું કે તમારી સરહદનું જો તમે રક્ષણ ન કરી શકતા હોવ અને પછી પાકિસ્તાનને જ દોષ આપ્યા કરો એ તો કેમ ચાલે?
મુંબઈ હુમલા પાછળ જેનો દોરીસંચાર હતો એ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં બેરોકટોક ઘૂમીને ભારતવિરોધી પ્રચાર કરી રહ્યો છે એ વિશે પણ તેમણે હળાહળ ઝેરીલા પ્રતિભાવો આપ્યા. હાફિઝ સઈદ તમારે મન જે હોય તે, પાકિસ્તાનમાં તેણે કોઈ ગુનો કર્યો નથી. એ તમારો ગુનેગાર છે તો તમે જાણો. એમ તો તમારા બાળ ઠાકરે ય પાકિસ્તાન માટે ઝેર ઓકતા જ હતા ને? તમે તેમને જેલમાં પૂર્યા હતા? તમે તો હમણાં તેમને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપી. એવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપીને રહેમાન મલિકે છેવટે તો તેમના મનમાં ભારત પ્રત્યે, એક મહેમાન તરીકે અપેક્ષિત આદર અને મૈત્રીના સ્થાને કેટલું ઝેર, ઘૃણા અને તિરસ્કાર છે તેની જ પ્રતીતિ કરાવી.
અત્યાર સુધીનો એ ક્રમ રહ્યો છે કે ભારતની યાત્રા પર આવતો દરેક પાકિસ્તાની નેતા ભારતમાં હોય ત્યાં સુધી દોસ્તી અને અમન અને ભાઈચારાની વાતો કરે પણ જેવો પાકિસ્તાન તરફ પૂંઠ ફેરવે કે તરત અભી બોલા અભી ફોકની માફક કટ્ટરતાના ગુણગાન ગાવા લાગે. આવી બેધારી નીતિનું કારણ પાકિસ્તાનમાં પ્રવર્તીત કટ્ટરવાદીઓનું જોર ગણાતું રહ્યું છે. પરંતુ રહેમાને તો ભારતની જ ભૂમિ પર ભારતના મહેમાન બનીને ભારતને જે રીતે ગાળો આપી તેનું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે તેવું છે. રહેમાનના વર્તન પાછળ પાકિસ્તાનની અંદરૃની સિયાસત પણ કારણભૂત હોવાનું મનાય છે.
ભારતમાં જેમ યુપીએ ગઠબંધનનું શાસન છે તેમ પાકિસ્તાનમાં ઝરદારી સરકારને કુલ ૬ મુખ્ય અને ૪ અન્ય પક્ષોનું સમર્થન છે. એ પૈકી મિઝલસે મુસલમિન, અવામી હિદાયત જેવા પક્ષો મુખ્યત્વે કટ્ટરવાદીઓના જ રાજકીય પ્યાદા ગણાય છે. રહેમાન મલિક ઉત્તરિય પાકિસ્તાનના છેક વજીરીસ્તાનને સ્પર્શતા દાગરકોટના વતની છે. તેમનો પરિવાર ચુસ્ત મુસ્લિમ હોવા ઉપરાંત કટ્ટરવાદનો સમર્થક હોવાનું પણ મનાય છે અને રહેમાન મલિકના કેટલાંક પિતરાઈ તો અફઘાનિસ્તાનમાં નોધર્ન એલાયન્સ સાથેની લડાઈમાં અલ કાયદાના સમર્થનમાં લડયા હોવાનું પણ કહેવાય છે.
એ સંજોગોમાં રહેમાન અંગત રીતે હળાહળ ભારતવિરોધી હોય તેમ ધારવું દુષ્કર નથી. વળી, ભારતમાં આ પ્રકારે આત્યંતિક નિવેદનો કરીને ભારતને ભલે તેમણે ક્ષોભજનક હાલતમાં મૂક્યું હોય પરંતુ તેમની આ ચેષ્ટા પાકિસ્તાનના કટ્ટરવાદી વર્તુળોમાં તો બહાદુરીભર્યું પરાક્રમ ગણાઈ છે.
ભારતની ભૂમિ પર ઊભેલા રહેમાને જ્યારે હાફિઝ સઈદ સામે ભારતે રજૂ કરેલા પૂરાવા 'એક ખિસ્સાકાતરુને સજા કરવા માટે પણ અપૂરતા' હોવાનું ગણાવ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં હાફિઝ સઈદના સમર્થકોએ મુલતાન અને પેશાવરની સડકો પર ઊભરાઈને રહેમાનની તરફેણમાં ઝુલુસ કાઢ્યા હતા. એ દર્શાવે છે કે, ભારતવિરોધી બયાનબાજી કરતી વખતે રહેમાનના કાન ભલે અહીં હોય પરંતુ તેમની આંખ પાકિસ્તાનના કટ્ટરવાદીઓના પ્રતિભાવ પર ચોંટેલી હતી.
ઘરે આવીને ગાળો ભાંડી જનારા તો ખેર, પોતાની નીતિને અનુસરે છે પરંતુ આવા ઝેરકોચલાઓને ઘરે આવવાનું નિમંત્રણ આપીએ તો એ છેવટે આપણી જ ભૂલ ગણાય.

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved