Last Update : 26-December-2012, Wednesday

 

હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે

- બ્રિટનના મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરે તાજેતરમાં ટૉય ડિપાર્ટમેન્ટમાં પ્રયોગકર્યો. રમકડાં માટે તેમણે રંગનો આ ભેદ દૂર કરી દીધો છે.

સામાન્ય રીતે છોકરીઓ માટે પિન્ક તેમજ છોકરાઓ માટે બ્લુ રંગ પસંદ કરવામાં આવે છે. વિદેશનો આ વાયરો અમદાવાદમાં પણ ફુંકાયો છે. નવા જન્મેલા બાળકોને ભેટ આપવા માટે આ જ પ્રણાલીનું પાલન કરવામાં આવે છે. જન્મ દિવસે ભેટ આપવા માટે છોકરીઓ માટે ગુલાબી રંગના રમકડાં કે કપડાં તેમજ છોકરાઓ માટે ભૂરા રંગના કપડાં કે રમકડાં પસંદ કરવામાં આવે છે, પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાવવાની છે. બ્રિટનના એક અગ્રગણ્ય અને મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરે તાજેતરમાં તેના એક ટૉય ડિપાર્ટમેન્ટમાં એક નવો પ્રયોગ શરૃ કર્યો છે. રમકડાં માટે તેમણે રંગનો આ ભેદ દૂર કરી દીધો છે. નવા લુકના આ સ્ટોરમાં હવે ગુલાબી ઢીંગલીઓ અને ભૂરા એરોપ્લેન એક સાથે જ મૂકવામાં આવે છે આમ તેમણે આ જુદી દુનિયાને એક જ રૃપ આપ્યું છે. છોકરા-છોકરી વચ્ચેનો આ ભેદભાવ બાળપણમાં રમત-ગમત દ્વારા શરૃ થયો હતો.
ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાં અલગ અલગ વિસ્તારને કારણે છોકરીઓને હંમેશા પ્રિન્સેસ થીમ રમકડાં અને ઢીંગલીઓના વિભાગમાં ખેંચી જવામાં આવે છે જ્યારે છોકરાઓએ એરોપ્લેન, બિલ્ડિંગ બ્લોક્સ અને ટ્રેન જેવા રમકડાંના વિભાગમાં લઈ જવામાં આવે છે. બ્રિટનના આ સૌથી મોટા ટોય્સ સ્ટોરમાં શરૃ કરેલો આ ટ્રેન્ડ હવે અમદાવાદ સુધી પહોંચતા વાર લાગશે નહીં.
આ નવા ટ્રેન્ડ વિશે અભિપ્રાય માગતા ડ્રાઈવ ઈન વિસ્તારમાં રહેતી બે પુત્રીઓની માતાએ કહ્યું હતું કે, આ વાત ઘણી સારી છે. મારી પાંચ વરસની પુત્રી પાસે 'સ્ટાર વોર્સ'ની વોટર બોટલ જોઈને તેની વર્ગના છોકરાઓ અને છોકરીઓએ આવા રમકડાં છોકરાઓ માટે જ હોય છે એમ કહી તેને ઘણી ચીઢવી હતી. આ મહિલાની જેમ બ્રિટન અને અમેરિકાની માતાઓ પણ આ નવા પ્રયોગથી ખુશ છે. નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે, જાતિ વચ્ચેના આવા વણલખ્યા નિયમની એક બાળકના વિકાસ પર અવળી અસર પડી શકે છે. રંગ સાથે જાતિને જોડવાનું બાળકોને શીખવવું જોઈએ નહીં.
માતા-પિતા આનો દોષ રમકડાં બનાવનારી કંપની પર ઢોળે છે. તેમની ફરિયાદ છે કે, તેઓ જ બાળકોને ગુલાબી રંગ છોકરીઓ માટે અને ભૂરો રંગ છોકરાઓ માટે છે એમ શીખવે છે. તેમનું માનવું છે કે બાળકોને પોતાના મનગમતા રમકડાં પસંદ કરવાની આઝાદી મળવી જોઈએ. આમ કરવાથી માતા-પિતા તેમના બાળકોને આ ભેદભાવ તેમજ દબાણથી બચાવે છે.
બાળકોમાં રમકડાને આધારે તેમના વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. નાનપણથી રમકડાનાં ભેદભાવ આગળ જતાં બાળકમાં વિવિધ સમસ્યાઓ ઉભી કરી શકે છે. બાળક નિખાલસ હોય છે તેને સારા ખોટાની પરખ બાળપણથી જ થવા લાગે છે. જેથી બાળપણમાં ઘણી કાળજી લેવી જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved