Last Update : 26-December-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

કોંગ્રેસનું ટેન્શન
નવી દિલ્હી, તા.૨૫
શ્રેણીબદ્ધ કૌભાંડોના કારણે ત્રસ્ત યુપીએ કેન્દ્ર સરકારે ઘણાં ફટકા સહન કર્યા છે. હવે સામૂહિક બળાત્કારના કેસમાં છેલ્લા આઠ દિવસથી ચાલતા દેખાવોમાં હજુ કોઈ રાહત ના દેખાતા કોંગ્રેસના નેતાઓની ચિંતામાં વધારો થયો છે. આ નેતાઓની ચિંતા એટલા માટે વધી છે કે સામૂહિક બળાત્કારનો કેસ અયોગ્ય સમયે બન્યો છે. અયોગ્ય એટલા માટે કે અનેક કૌભાંડો બાદ માંડ રાહતનો અનુભવ થવા લાગ્યો ત્યારે આ કેસ બન્યો છે. હિમાચલ પ્રદેશમાં વિજય; રીટેલમાં એફડીઆઈનું બીલ સંસદમાં પાસ કરાવવું તેમજ આર્થિક પરિવર્તનને આગળ ધપાવવું વગેરે રાહત ભરી વાતો હતી. આગામી મહિને તો પક્ષ ચિંતન શિબિર માટેની તૈયારી કરી રહ્યો છે. ત્યારે બળાત્કારના વિરોધમાં શરૃ થયેલું સ્વયંભૂ આંદોલન પક્ષના નેતાઓની ચિંતા વધારી રહ્યું છે. આ આંદોલનની અસર આગામી વર્ષ આવનાર નવ વિધાનસભાની ચૂંટણીઓ પર પડી શકે છે. અને આ ચૂંટણીઓના પરિણામોની અસર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પર પડી શકે છે. ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે જ્યારે દેખાવકારોની માઓવાદીઓ સાથે સરખામણી કરે ત્યારે પક્ષના મોટાભાગના નેતાઓને તે પસંદ પડયું નહોતું. આ નેતાઓને લાગે છે કે આવા નિવેદનો યુવાનોને ઉશ્કેરશે અને યુવાનો કોંગ્રેસ વિરોધી બનશે...
ચોથીએ મહત્ત્વની બેઠક
મહિલાઓ સામે થતા અત્યાચારો સામેના પગલાં અંગે ફાઈનલ નિર્ણય લેવા ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ ચોથી જાન્યુઆરીએ બોલાવેલી બેઠક પર પક્ષના નેતાઓની નજર છે. આ બેઠકથી કદાચ પક્ષને થયેલં નુકશાન ભરપાઈ થઈ શકશે એમ કોંગી નેતાઓ માને છે. આ બેઠકમાં મુખ્ય સચિવો, રાજ્યોના ડીજીપી અને વિવિધ સિક્યોરીટી એજંસીઓના પ્રતિનિધિઓ હાજર રહેશે.
ખંજવાળ આવે તેવો ટીયરગેસ
બળાત્કારીઓનો વિરોધમાં યોજાયેલા દેખાવકારો પર છોડેલા ટીયરગેસ પરથી દિલ્હીની પોલીસને એવો અનુભવ છે કે હાલમાં વાપરવામાં આવે છે તેના કરતાં વધુ અસરકારક ગેસ જોઈએ. પોલીસ જે નવો ગેસ લાવવા માગે છે તે કલર ડાઈ અને કેમીકલ યુક્ત હશે જેનાથી અસરગ્રસ્તને ખંજવાળ આવે. જેના કારણે દેખાવકારો સ્થળ છોડીને જતા રહે એમ પોલીસ અધિકારી વર્ગના સૂત્રોએ જણાવ્યું હતું. કલર ડાઈના કારણે દેખાવકારોને ઓળખવા પણ આસાન પડશે. પોલીસોના જણાવ્યા પ્રમાણે દેખાવકાર ત્યાં હાજર હતો એવો માર્ક પણ આ ગેસ તેના શરીર પર મુકી દેશે !!
રેણુકા ચૌધરીનો જાદુ
રવિવારના હિંસાચાર બાદ ઈન્ડિયા ગેટ સીલ કરી દેવાયો છે. પરંતુ રાજકારણમાં જે ચર્ચા ચાલી રહી છે તે અનુસાર જે માર્ગ પર કોંગી સાંસદ અને દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીત પસાર થતા હતા તેમનો દેખાવકારોએ દુરીયો બોલાવ્યો હતો તેજ માર્ગ પરથી રવિવારે રાત્રે જ્યારે રેણુકા ચૌધરી પસાર થયા ત્યારે અલગ સ્થિતિ હતી. યુવાનોના જૂથને જોઈને તેમણે કાર ઊભી રાખી હતી અને તેમની સાથે શાંતિથી ચર્ચા કરી હતી. બધાને આ ઘટનાથી આશ્ચર્ય થયું હતું...
મમતાની નાખુશી
રીટેલમાં એફડીઆઈના મુદ્દે યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેનાર મમતા બેનરજી સરકારને વધુ એક આંચકો આપવા તૈયાર થયા છે. રેલવે મંત્રાલયની એવી દરખાસ્ત છે કે ઈન્ટર સ્ટેટ રૃટ પર ટ્રેનોની સ્પીડ ૭૦ કિ.મી. પરથી ૧૧૦ કિ.મી.ની વધારવી. આ રૃટોમાં ખડગપુર-રૃરકેલા અને ખડગપુર-અડ્ડાનો સમાવેશ થાય છે. ઓડિશા અને ઝારખંડ આ દરખાસ્ત સાથે સંમત છે પણ મમતા તેનો સખત વિરોધ કરી રહ્યા છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved