Last Update : 26-December-2012, Wednesday

 

પંડિતજીની વિદાયથી સર્જક-ત્રિપુટીનો છેલ્લો સિતારો ખરી પડયો

સિનેમેજિક - અજિત પોપટ
 

 

'આમ તો હું ગાયિકા તરીકે સ્થાપિત થઇ ચૂકી હતી. પરંતુ પંડિત રવિશંકરજીએ સ્વરબદ્ધ કરેલાં ગીતો ગાવાની પૂર્વસંધ્યાએ મને થોડોક ફફડાટ હતો...' સ્વરકિન્નરી લતા મંગેશકરના આ શબ્દો છે. વાત તો સાચી કે હૃષીકેશ મુખરજીની ફિલ્મ અનુરાધા ૧૯૬૦ની આસપાસ રજૂ થઇ ત્યારે તો લતાજી ફિલ્મ સંગીતમાં (ઓ પી નય્યરને બાદ કરતાં) લગભગ અનિવાર્ય બની ગયાં હતાં. એમનો સ્વરલગાવ, એમના સ્પષ્ટ ઉચ્ચારો અને શબ્દોના ભાવને પ્રગટાવવાની અદ્ભુત ક્ષમતા વગેરે અજોડ સાબિત થઇ ચૂક્યાં હતાં. પરંતુ પંડિત રવિશંકર પણ ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સિતારવાદક તરીકે વિશ્વપ્રસિદ્ધ થઇ ચૂક્યા હતા. અનુરાધાનું સંગીત જેમણે માણ્યું છે એમને ખ્યાલ આવશે કે સ્વરનિયોજક તરીકે પંડિતજીએ કેવી કમાલ કરી છે ! લતાજીએ ગાયેલું અને રાધા-કૃષ્ણ વચ્ચે મીઠા કલહ સમું ગીત 'સાંવરે સાંવરે, કાહે માંેસે કરો જોરાજોરી બૈયાં ના મરોડો મોરી...' હોય કે કર્ણાટક સંગીતમાંથી પંડિતજી લાવ્યા એ રાગ કલાવતી પર આધારિત 'હાય રે વો દિન ક્યૂં ન આયે રે...' હોય કે પછી રાગ તિલકશ્યામ પર આધારિત 'જાને કૈસે સપનોં મેં ખો ગઇ અખિયાં...' હોય, દરેક ગીતનું સ્વર-લયનું સૌંદર્ય અનોખું છે.
તમે વિવિધભારતીના જયમાલા કાર્યક્રમના રીઢા (વરસો જૂના એ અર્થમાં) શ્રોતા હો તો તમને અચૂક યાદ હશે. શંકર જયકિસન ફેઇમ જયકિસને કહેલું, 'પંડિત રવિશંકર ફિલ્મોમાં સંગીત આપશે એવા વિચારે અમે થોડાક ડરી ગયેલા કારણ કે ભૈરવીનાં અનેકવિધ સ્વરૃપો પંડિતજીએ આકંઠ પચાવ્યાં હતાં. બીજાં રાગ-રાગિણી પરનો કાબુ અને અભ્યાસ અલગ ! જો કે પંડિતજીને ફિલ્મ સંગીતમાં રસ રહ્યો નહોતો એ વાત ફિલ્મ સંગીતકારો માટે ઓછા આશ્વાસનની નહોતી...' કાશ, ચેતન આનંદની ફિલ્મ નીચા નગર ટિકિટબારી પર ફ્લોપ ન નીવડી હોત ! તો કદાચ પંડિતજી ફિલ્મસંગીતમાં લાંબો સમય રહ્યા હોત. જે ત્રિપુટીની વાતથી આજના એપિસોડનો આરંભ કર્યો એ ત્રિપુટી એટલે પંડિતજી ઉપરાંત તેમના સાળા અને ગુરુભાઇ ઉસ્તાદ અલી અકબર ખાં અને બંનેના જિગરી દોસ્ત તબલાં-નવાઝ ઉસ્તાદ અલ્લારખ્ખા. ફિલ્મ સંગીતના ચાહકોને જરૃર યાદ હશેઃ પંડિત રવિશંકરની જેમ ઉસ્તાદ અલી અકબર ખાં પણ ફિલ્મ સંગીતમાં હતા. નવકેતનની આંધિયાં જેવી કેટલીક ફિલ્મો માટે ઉસ્તાદ અલી અકબર ખાંએ સંગીત પીરસ્યું હતું. ઉસ્તાદ અલ્લારખ્ખાએ એ આર કુરૈશી નામે ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. પાછળથી એ ત્રિપુટી ફિલ્મ સંગીત છોડી ગઇ. પહેલાં અલ્લારખ્ખા ગયા, ત્યારબાદ અલી અકબર ખાં અને હવે પંડિતજી...
૧૯૯૦ના દાયકામાં ગ્રેમી એવોર્ડ મળ્યો ત્યારે પંડિતજીએ આપેલી મુલાકાતમાં આ લેખકે પૂછેલું કે તમે ફિલ્મ સંગીત કેમ જતું કર્યું ? ત્યારે પંડિતજીએ જે બે-ચાર કારણો જણાવેલાં એમાં એક એટલે આ- પ્રોડયુસર-ડાયરેક્ટરને મસ્કા મારવાનું આપણને ફાવે નહીં. બીજું શું કે આ લોકો મહેનતાણું ચૂકવવામાં ઘણીવાર અખાડા કરતા હોય છે. ઐાર એક બાત, બધાં ફિલ્મ સર્જકોને સંગીતની સમજ હોતી નથી. છતાં માત્ર પોતાનો અહં સંતોષવા મ્યુઝિક સિટીંગમાં આવીને બેસે. વચ્ચે વચ્ચે કહેશે, ઐસા કરના ઔર વૈસા કરના...એવી ચાંપલાશ અમારાથી સહન થાય નહીં.... આ સંદર્ભમાં એક વાત નોંધવા જેવી છે. સત્યજિત રે એવા ફિલ્મ સર્જકોમાં હતા જેને પોતાને ભારતીય અને પાશ્ચાત્ય બંને સંગીતનો ઊંડો અભ્યાસ હતો. અને છતાં સત્યજિતે પોતાની અપ્પુ ત્રિવેણી (અપ્પુ ટ્રીલોજી) માટે પંડિત રવિશંકરને પસંદ કર્યા હતા. સત્યજિત રેએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે કમાલ છે ! મારા મનના વિચારો જાણી લીધા હોય એ રીતે પંડિતજીએ સ્વરનિયોજન કર્યું હતું. આય વોઝ ફૂલી સટીસ્ફાઇડ... તો યહ બાત હૈ.
સૌથી રસપ્રદ વાત તો એ કે પંડિતજીએ જે ચાર-પાંચ અંગ્રેજી ફિલ્મોમાં સંગીત પીરસ્યું એના સર્જકોએ પણ સત્યજિત રે જેવોજ અભિપ્રાય ઉચ્ચાર્યો હતોઃ એઝ અ કમ્પોઝર હી ઇઝ ફેન્ટાસ્ટિક.... એનું કારણ પણ શોધવા જવું પડે એવું નથી. માત્ર દસ વર્ષની વયે પંડિતજી પોતાના મોટાભાઇ બેલે-સર્જક પંડિત ઉદયશંકર સાથે વિદેશોમાં ઘૂમતા થઇ ગયા હતા. એટલે પાશ્ચાત્ય સંગીતનો પણ એમને અનાયાસે અભ્યાસ થઇ ગયો હતો. પાછળથી જેમની સાથે જુગલબંદી કરી એ પાશ્ચાત્ય સંગીતના દાદુ યહૂદી મેન્યુહીન અને પંડિતજીનું કૈશોર્ય (એડોલસન્સ) સાથે વીત્યું હતું એની બહુ ઓછા લોકોને જાણ હશે.
આ જ કારણે હિન્દી ફિલ્મોના મોટા ભાગના સંગીતકારો સ્ટાફ નોટેશન લખવાની કળામાં માહેર નહોતા એ કલા પંડિતજીને ચપટી વગાડવા જેવી હાથવગી હતી. પાંચ લીટી ધરાવતા નોટેશન પેપર પર એ ફટાફટ સ્વરલિપિ લખવા માંડતા એવું તબલા-વિઝાર્ડ ઉસ્તાદ ઝાકિર હુસૈનના મોઢે સાંભળ્યું છે.
એ નોટેશન પદ્ધતિની પ્રાથમિક જાણકારી એમને પોતાના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સાહેબ પાસેથી મળી હતી. (ક્રમશઃ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved