Last Update : 26-December-2012, Wednesday

 
 

ભારતે શ્રેણી સરભર કરવા અમદાવાદમાં શુક્રવારે જીતવું જ પડશે
ભારત બેટિંગમાં ધબડકા બાદ પાકિસ્તાનને દિશાહિન બોલિંગથી અંકુશમાં ના રાખી શક્યું

ભુવનેશ્વરે પાક.ની ૧૨ રનમાં ૩ વિકેટ ખેરવીને જીતની તક ઉભી કરી હતી પણ અન્ય બોલરો હાફિઝ-મલિક સામે લાચાર
ઇશાંત-કામરાન વચ્ચે ટકરાવ

બેંગલોર,તા.૨૫
બેટ્સમેનોના ફ્લોપ શો બાદ ભારતે બોલિંગમાં પણ કંગાળ દેખાવ કરતાં પાકિસ્તાન સામેની પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ભારતને પરાજય સહન કરવો પડયો હતો. ગંભીર અને રહાનેની જોડીએ ભારતને મજબુત શરૃઆત અપાવી હતી પણ ત્યાર બાદ કોહલી, ધોની, રૈના, રોહિત શર્મા, જાડેજા જેવા ટ્વેન્ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ બેટ્સમેનો સાવ ફ્લોપ થઇ ગયા હતા. જેના કારણે પાકિસ્તાનને જીતવા માટે ૧૩૪ રનનો સાવ સાધારણ કહી શકાય તેવો પડકાર મળ્યો હતો. સાવ એક તરફી લાગતી મેચને રોચક બનાવતા કારકિર્દીની પ્રથમ મેચ રમી રહેલા ભુવનેશ્વર કુમારે માત્ર ૯ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. જો કે ત્યાર બાદ હફિઝ અને મલિકની જોડીએ વિજય નિશ્ચિત બનાવ્યો હતો.
બેંગ્લોરમાં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી-૨૦માં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. ગંભીર અને રહાનેની જોડીએ ૧૦.૫ ઓવરમાં ૭૭ રનની ભાગીદારી નોંધાવતા ભારત જંગી સ્કોર ખડશે તેવી આશા જન્મી હતી. જો કે ત્યાર બાદના બેટસમેનોએ ધબડકો કર્યો હતો. ગુલ અને અજમલની અસરકારક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનોએ રીતસરની શરણાગતિ સ્વીકારી લીધી હતી. કોહલી ૯, યુવરાજ ૧૦, ધોની ૧, રૈના ૧૦, રોહિત શર્મા ૨, જાડેજા ૨ રન કરીને પેવેલિયનમાં પરત ફર્યા હતા. એક તબક્કે ભારત ૧૫૦ની આસપાસનો સ્કોર કરશે તેમ લાગતું હતુ. જો કે ભારતે માત્ર ૩૦ રનમાં જ સાત વિકેટ ગુમાવી હતી. આખરે ભુવનેશ્વર કુમાર અને ડિન્ડાની જોડીએ આખરે નવ રનની અણનમ ભાગીદારી કરતાં ભારતને ૧૩૩ના સ્કોર સુધી પહોંચાડયું હતુ.
જવાબમાં ભારતની શરૃઆત આક્રમક રહી હતી. કારકિર્દીની પ્રથમ ટ્વેન્ટી-૨૦ રમી રહેલા ભુવનેશ્વર કુમારે ઇનિંગની પહેલી ઓવરમાં જમશેદને અને ત્યાર બાદ ઇનિંગની ત્રીજી ઓવરમાં શહઝાદ અને ઊમર અકમલને આઉટ કરતાં ખળભળાટ મચાવી દીધો હતો. એક ઝડપી રન લેવા જતાં મેદાન પર ઇશાંત અને હાફિઝ ટકરાઇ જતાં મેદાન પરનું વાતાવરણ તંગ બન્યું હતુ.
જો કે ત્યાર બાદ ઇશાંત શર્માએ નિર્ણાયક તબક્કે હાફિઝને ૬૧ રનના સ્કોર પર બી.કુમારના હાથે કેચ આઉટ કરાવતા બાજી પલ્ટાઇ હતી. જે પછી પાકિસ્તાન પર રનગતિ વધારવાનું દબાણ સર્જાયું હતુ. આ સમયે ઇશાંત અને કામરાન અકમલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે ધોની અને અન્ય ક્રિકેટરો તેમજ અમ્પાયરોએ દરમિયાનગીરી કરતાં બંનેને છુટા પાડયા હતા. ઇશાંતની બોલિંગમાં કામરાન બાઉન્ડ્રી ફટકારી શક્યો નહતો અને આખરે ડિન્ડાની બોલિંગમાં જ ઇશાંતના હાથે કેચઆઉટ થયો હતો. જે પછી તનાવભરી સ્થિતીમાં પાકિસ્તાનને જીતવા માટે આખરી ત્રણ બોલમાં છ રનની જરૃર હતી ત્યારે મલિકે જાડેજાની બોલિંગમાં છગ્ગો ફટકારતાં ટીમને જીત અપાવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved