Last Update : 26-December-2012, Wednesday

 
પીડિતાની હાલતમાં સુધારો, છતાં હજુ વેન્ટિલેટર પર ઃ ફરી નિવેદન લેવાયું

પ્રદર્શનકારીઓની સંખ્યામાં ઘટાડો ઃ ઇન્ડિયા ગેટ ત્રાસવાદીઓના નિશાન પર હતું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
પાટનગર દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીનું નિવેદન ફરી વખત મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ દ્વારા લેવામાં આવ્યું હતું. અગાઉના, એસ.ડી.એમ. ઉષા ચતુર્વેદી દ્વારા લેવામાં આવેલા નિવેદન અંગે વિવાદ થતા ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે. જ્યારે ભોગ બનનાર યુવતીની સારવાર કરી રહેલા ડોકટરોએ માહિતી આપી હતી કે પીડિતા હજી વેન્ટીલેટર પર જ છે. તેમ છતાં તેની સ્થિતિ અગાઉ કરતા સુધરી છે. જ્યારે દિલ્હી હાઇકોર્ટના નિવૃત ન્યાયમુર્તિના વડપણ હેઠળ એક તપાસ પંચ પાટનગરમાં મહિલાઓની સલામતીનો ક્યાસ કાઢીને સલામતી સંદર્ભે સુચનો કરશે. દરમ્યાન વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. જેમાં કોન્સ્ટેબલના મૃત્યુના સમાચાર આવતા લોકોની સંખ્યા ઘટીને માત્ર ૨૦૦ જેટલી રહી જવા પામી હતી. દરમિયાનમાં સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડીયા ગેટ પર પ્રદર્શન માટે એકત્રિતભીડમાં ઘૂસી જઇ ત્રાસવાદીઓ મોટાપાયે ભાંગફોડ કરી શકે તેવી શક્યતા હોઇ ભીડને વિખેરવા લાઠીચાર્જ કરાયો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીતે ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેને લખેલા એક પત્રમાં એવી આશંકા દર્શાવી હતી કે એસ.ડી.એમ. ઉષા ચતુર્વેદી દ્વારા લેવામાં આવેલું નિવેદન સંદેહાસ્પદ છે. કેમકે તેમાં કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ બિન જરૃરી 'હસ્તક્ષેપ' કર્યો હતો અને પોલીસ અધિકારીઓએ તૈયાર કરેલી પ્રશ્નાવલી અનુસાર નિવેદન લેવાયું હતું. આ વિવાદ બાદ ફરી નિવેદન લેવાનો નિર્ણય લેવાયો હતો.
શીલા દક્ષિતે પોતે ગૃહ પ્રધાનને લખેલો ખાનગી પત્ર મીડીયા પાસે કેમ પહોંચ્યો તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. જ્યારે સામે પક્ષે પીડિતાના નિવેદનને નોંધવામાં પોલીસે હસ્તક્ષેપ કર્યાનો સાફ ઈન્કાર કર્યો હતો. તેમણે શીલા દિક્ષીતનો પત્ર લીક થવા મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.
દરમ્યાન ૨૩ વર્ષીય પીડિતાની હાલત અંગે માહિતી આપતા સફદરગંજ હોસ્પિટલના જનરલ સર્જન ડો. સુનિલ જૈને જણાવ્યું હતું કે યુવતીની તબિયત નાજુક છે. તે વેન્ટીલેટર પર છે. પણ અગાઉ કરતા તેની હાલતમાં સુધારો જણાયો છે. તેના લોહીમાં કેટલીક ઉણપ જણાતા તેને લોહી, લોહીના કણો અને રક્તરસ ચઢાવવામાં આવ્યા હતા. તે પછી તેની હાલતમાં ધીમો સુધારો જણાયો છે. જ્યારે આઇ.સી.યુ.ના ઈનચાર્જ ડો. પી.કે. વર્માએ જણાવ્યું હતું કે પીડિતાની હાલત ગઇકાલ કરતા સામાન્ય સારી છે. તે આજ સવારથી તેના સંબંધીઓ સાથે વાતચીત કરી શકે છે.
ડોકટરોના મતે તેના શરીરમાં થતા આંતરિક રક્તસ્રાવ પર સારા પ્રમાણમાં કાબુ મેળવી લેવાયો છે. તેમજ તેના લોહીમાં વધેલા જોખમી પ્રવાહી બીલીરૃબીનના વધતા પ્રમાણ પર પણ કાબુ મેળવી લેવાયો છે. ગઇકાલે બીલીરૃબીનનું સ્તર ૭.૩ હતું તે આજે પણ યથાવત છે તે ચિંતાનું કારણ છે. ડોકટરોના મતે લોહીનું રસી (પરૃ)માં રૃપાંતર વિવિધ અંગોને કામ કરતા અટકાવી શકે. અને દર્દીનું જીવન જોખમમાં મૂકાઇ શકે. પણ આજે તેના રૃધિરાભીસરણ તંત્રના પરીક્ષણમાં તમામ બાબત સાચા માર્ગે હોવાનું જણાયું હતું.
દરમ્યાન દિલ્હી સરકારે દિલ્હી હાઇકોર્ટના નિવૃત ન્યાયમુર્તિના વડપણ હેઠળ એક પંચ નિમવાનો નિર્ણય કર્યો છે. જે પાટનગરમાં મહિલા સુરક્ષા સંદર્ભે વિવિધ સુચનો કરશે. ઉચ્ચ વર્તુળોના મતે દિલ્હી હાઇકોર્ટના નિવૃત ન્યાયમુર્તિ ઉષા મહેરા આ પંચના વડા નિમાવાની શક્યતા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved