Last Update : 26-December-2012, Wednesday

 

નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી પદે આજે ચોથો રાજ્યાભિષેક

ગડકરી, અડવાણી, સુષમા, મુરલી મનોહર, રાજનાથસિંહ, વૈંકેયા, રાજ ઠાકરે, હેમામાલિની, વિવેક ઓબેરોય સહિતના ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, તા.૨૫
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં યોજાનાર આ સમારોહમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે સતત ચોથી વખત શપથ ગ્રહણ કરશે. તેમના આ રાજ્યાભિષેક કાર્યક્રમમાં મધ્યપ્રદેશ, પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ અને તામિલનાડુના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના તમામ રાષ્ટ્રીય નેતાઓ ગડકરી, અડવાણી, રાજનાથસિંહ, વૈંકેયા, સુષ્મા સ્વરાજ, રાજ ઠાકરે સહિતના હાજર રહેશે. જો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નિમંત્રણ ન પાઠવાતાં તેઓ ઉપસ્થિત નહી રહે.
ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયા બાદ નરેન્દ્ર મોદી ચોથી વખત મુખ્યમંત્રી તરીકે સત્તાનશીન થનાર છે. નવી સરકારના ફરી સેનાપતિ બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ચોથી વખત મુખ્યમંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના સોંગદ લેશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે ૧૧ઃ૧પ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડા, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ, અને તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા હાજર રહેશે.
આ ઉપરાંત ભાજપના તમામ રાષ્ટ્રીય નેતાઓ, ફિલ્મ અભિનેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી, લાલકૃષ્ણ અડવાણી, લોકસભા વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજયસભાના વિરોધપક્ષના નેતા અરૃણ જેટલી, રાજનાથસિંહ, વૈંકેયા નાયડુ, મુરલી મનોહર જોશી, સુશીલ મોદી, બલબીર પૂંજ, રાજ ઠાકરે, અરૃણ શોરી, હેમામાલિની, વિવેક ઓબેરોય સહિતના અનેક આગેવાનો હાજરી આપશે.
જો કે નરેન્દ્ર મોદી સાથે જેમનો છત્રીસનો આંકડો માનવામાં આવે છે તેવા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને ગુજરાત સરકારે આમંત્રણ જ પાઠવ્યું નથી. આથી તેઓ ઉપસ્થિત નહી રહે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ નરેન્દ્ર મોદી તેમનો શપથ ગ્રહણ સમારોહ ભવ્યાતિભવ્ય યોજવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ર૦૦૧, ર૦૦ર, ર૦૦૭માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચુક્યા છે. હવે તેઓ ચોથી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

કોણ-કોણ હાજર રહેશે ?
શિવરાજસિંહ ચૌહાણ (મુખ્યમંત્રી, મધ્યપ્રદેશ)
રમણસિંહ(મુખ્યમંત્રી, છત્તીસગઢ)
જયલલીતા(મુખ્યમંત્રી, તામીલનાડુ)
પ્રકાશસિંહ બાદલ(મુખ્યમંત્રી, પંજાબ)
અર્જુન મુંડા(મુખ્યમંત્રી, ઝારખંડ)
નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ
અરૃણ જેટલી લાલકૃષ્ણ અડવાણી
રાજ ઠાકરે મુરલી મનોહર જોષી
રાજનાથસિંહ વૈંકેયા નાયડુ
બલબીર પૂંજ હેમામાલિની
સુશીલ મોદી વિવેક ઓબેરોય
અરૃણ શોરી સ્મૃતિ ઈરાની
અન્ય રાજયોના ભાજપના પ્રમુખો

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved