Last Update : 26-December-2012, Wednesday

 

માતાના આક્રંદથી હોસ્પિટલ સંકુલ હચમચી ઉઠયું
હાલોલમાં બળાત્કારનો ભોગ બનેલી અઢી વર્ષની માસુમ બાળકીનું મોત

પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ બાદ બાળકીનો મૃતદેહ હાલોલ લઈ જવાયો ઃ બાળકીની અંતિમવિધિમાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.૨૫
હાલોલમાં બળાત્કારનો ભોગ બનેલી અઢી વર્ષની કુમળી બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા હાહાકાર મચી ગયો હતો.
વ્હાલસોયી બાળકીના મોતથી વ્યથિત થયેલી માતાના આક્રંદથી હોસ્પિટલનું સંકુલ હચમચી ઉઠયુ હતુ. જે બાળકીના સોનેરી ભવિષ્યના સપના જોયા હતા તે કુમળી બાળકીના મોતની ખબર સાંભળીને પિતા પણ આઘાતમાં સરી પડયા હતા. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને રાત્રે કોલ્ડરૃમમાં મુકાયો હતો અને સવારે પેનલ ડોક્ટર્સ દ્વારા તેનુ પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ હતુ. બપોરે બાળકીના મૃતદેહને અંતિમવિધી માટે તેના પિતાના હવાલે કરવામાં આવ્યો હતો. બપોર બાદ હાલોલમાં બાળકીની અંતિમવિધી કરવામાં આવી હતી. જેમાં શામેલ થવા માટે નેપાળી સમાજના લોકો, હાલોલના નગરજનો સહિત સેંકડો લોકો હાજર રહ્યા હતા.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, વડોદરાથી માત્ર ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલા હાલોલમાં રહેતા નેપાળી વોચમેનના ઘરે તેનો સંબંધી કેશવ જયરામ જોશી મહેમાન બનીને આવ્યો હતો. ઘરે આવેલા મહેમાનને નેપાળી પરિવારે આવકાર આપ્યો હતો અને તેને ભાવતા ભોજન જમાડયા હતા. જોકે, મહેમાન કેશવ જોશીએ નેપાળી પરિવાર સાથે વિશ્વાસઘાત કરીને ચુપકિદીથી ઘરની અઢીવર્ષની માસુમ દીકરીનું અપરહણ કરી લીધુ હતુ. ત્યારબાદ તેને લઈને કેશવ નજીકના જંગલ વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે અઢીવર્ષની માસુમ બાળકીના બંને પગ પોતાના પેન્ટથી બાંધી દીધા હતા અને ત્યારપછી તેની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમ કેશવે વાસના સંતોષવા માટે માસુમ બાળકી સાથે સૃષ્ટી વિરૃધ્ધનું કૃત્ય પણ કર્યુ હતુ.
જેને કારણે બાળકી બેભાન થઈ ગઈ હતી. જોકે, દુષ્કૃત્ય આચરીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા કેશવ જોશીને હાલોલના રહિશોએ ઝડપી પાડયો હતો અને તેને પોલીસના હવાલે કરી દીધો હતો. બીજી તરફ પાશવી બળાત્કારનો ભોગ બનેલી અઢી વર્ષની માસુમ બાળકીની હાલત ગંભીર બની ગઈ હતી. બળાત્કારને કારણે તેના શરીરના લગભગ તમામ કુમળા અંગો ઉપર ઈજાના નિશાન હતા અને તેમાંથી લોહીની ધારા વહી રહી હતી. જેથી તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં લવાયેલી કુમળી બાળકીનુ બીજા દિવસે અઢી કલાક સુધી ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ત્યારપછી તેને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. બાળકીની તબિયત ગંભીર હતી અને તેની શારીરીક સ્થિતીને જોતા તેના બીજી ઓપરેશનો પણ કરવા પડે તેમ હતુ. દરમિયાન ગઈકાલે રાત્રે અચાનક બાળકીની તબિયત બગડી હતી અને મોડીરાત્રે એકાદ વાગ્યાના સુમારે તેનુ મોત નીપજ્યુ હતુ. વ્હાલસોયી દીકરીના મોતની ખબર સાંભળીને માતા ચોધાર આંસુએ રડી હતી. બીજી તરફ તેના પિતા પણ આઘાતમાં સરી પડયા હતા. મોડીરાત્રે બાળકીના મૃતદેહને કોલ્ડરૃમમાં મુકવામાં આવ્યો હતો અને સવારે પેનલ ડોક્ટર્સ દ્વારા તેનુ પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ હતુ.
પીએમ બાદ બાળકીની લાશને અંતિમવિધી માટે તેના પિતાને સોંપવામાં આવી હતી. જેની હાલોલમાં અંતિમવિધી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બાળકીના મોતથી ગમગીન બનેલા નેપાળી પરિવારને સાંત્વના આપવા માટે વડોદરા સહિત જુદાજુદા શહેરોમાં રહેતા નેપાળી સમૂદાયના લોકો દોડી આવ્યા હતા. બાળકીની અંતિમવિધીમાં હાલોલના રહીશો પણ શામેલ થયા હતા. બીજી તરફ હાલોલ પોલીસે ઘટના સંદર્ભે આરોપી કેશવ જયરામ જોશીની ધરપકડ કરી તેની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved