Last Update : 26-December-2012, Wednesday

 

ઉત્તર ભારતમાં ગાત્રો થીજાવતી ઠંડી
દિલ્હીનું આકાશ ધૂમ્મસથી ઘેરાયું ઃ ત્રણનાં મોત

પંજાબ હરિયાણામાં ખરાબ હવામાનથી ટ્રેનોને અસર દિલ્હી આવતી જતી ૧૦૦ ફ્લાઇટો મોડી પડી કે રદ્દ કરાઇ

નવી દિલ્હી, તા. ૨૫
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ગાઢ ધુમ્મસને કારણે ૧૦૦ ફલાઇટો પ્રભાવિત થઇ હતી. સતત ત્રીજા દિવસે ફલાઇટોના સમયમાં ફેરફારને કારણે યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતોે. આજે સવારે મુરાદાબાદ-ઠાકુરદ્વારા રોડ પર ધુમ્મસને કારણે થયેલા માર્ગ અક્સ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૬ લોકો ઘવાયા હતાં. ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ પણ વધ્યો છે.
એરપોર્ટના સુત્રોએ જણાવ્યું હતું કે ધુમ્મસને કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફલાઇટોના સમયમાં અડધા કલાકથી પાંચ કલાક સુધીનો વિલંબ થયો હતોે અને કેટલીક ફલાઇટો રદ કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને સાત ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન વિભાગે આવતીકાલે સવારે પણ ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
પંજાબ, હરિયાણા અને કેન્દ્ર સાશિત પ્રદેશ ચંદીગઢમાં પણ ગાઢ ધુમ્મસને કારણે હવાઇ, રેલવે અને રોડ ટ્રાફિક પ્રભાવિત થતા સામાન્ય જનજીવનને અસર થઇ હતી. ધુમ્મસને કારણે સ્પષ્ટ જોઇ શકાતુ ન હોવાથી કેટલીક ટ્રેનો અને ફલાઇટોને રદ કરવી પડી હતી અને કેટલીક તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી હતી. ધુમ્મસને કારણે માર્ગો પર વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ઓછા પ્રકાશને કારણે તેમને સવારના સમયે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. વીજળી અને પાણી વિતરણમાં પણ ખામી સર્જાતા લોકોને વધારે હેરાન થવું પડયું હતું.
પંજાબ અને હરિયાણામાં નરનોલ સૌથી ઠંડુ ક્ષેત્ર રહ્યુ હતું. અહીં લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી નીચું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved