Last Update : 26-December-2012, Wednesday

 

ગુજરાતના ઇતિહાસમાં ચોથીવાર
મુખ્યમંત્રીપદના શપથ લેવામાં મોદી આજે માધવસિંહની બરોબરી કરશે

સૌથી લાંબા ૪૦૭૯ દિવસના શાસનનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામેઃ નવી ગણતરી શરૃ

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં સૌથી વધુ, ચાર વાર મુખ્યમંત્રીપદના શપથ લેવાના માધવસિંહ સોલંકીના રેકોર્ડની બરોબરી નરેન્દ્ર મોદી કરશે. તેમણે પહેલીવાર ૭ ઓકટોબર, ૨૦૦૧માં શપથ લીધા હતા. પછી ૨૦૦૨, ૨૦૦૭માં પણ મુખ્યપ્રધાન બન્યા હતા. હવે આવતીકાલે ૨૬મી ડિસેમ્બરે તેઓ ચોથી વાર શપથ લેશે. બીજી તરફ સૌથી લાંબા શાસનનો વિક્રમ પણ નરેન્દ્ર મોદીના નામે નોંધાયેલો જ છે. તેમનું સમગ્ર શાસન ૪૦૭૯ દિવસના આંકને આંબી ગયુ છે.
ગુજરાતમાં ચાર વાર મુખ્યમંત્રીપદના શપથ લેનારાની યાદીમાં વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નામ છે. અત્યાર સુધીમાં ૧૪ મહાનુભાવોએ મુખ્યમંત્રીપદ શોભાવ્યું છે તેમાં સ્વ. હિતેન્દ્રભાઇ દેસાઇએ ત્રણવાર સ્વ. બાબુભાઇ જશભાઇ પટેલ અને સ્વ. ચીમનભાઇ પટેલે તથા હાલ જીપીપીના પ્રમુખ અને ૨૦૧૨ની ચૂંટણી જિતેલા કેશુભાઇ પટેલે આ હોદ્દા માટે બબ્બેવાર શપથ લીધા હતા.
માધવસિંહ સોલંકીએ ૨૭-૧૨-૧૯૭૬, ૨૦-૬-૧૯૮૦, ૧૧-૩-૮૫ અને ૧૦-૧૨-૮૯ એમ ચાર વાર શપથ લીધા હતા. માધવસિંહ સોલંકીએ ૨૭-૧૨-૧૯૭૬, ૨૦-૬-૧૯૮૦, ૧૧-૩-૮૫ અને ૧૦-૧૨-૮૯ એમ ચાર વાર શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. હિતેન્દ્રભાઇ દેસાઇએ ત્રીજીવાર શપથ લીધા અને રાજીનામું આપવું પડયું તે વચ્ચેનું અંતર માત્ર ૩૫ દિવસનું હતું. તેમણે ૮-૪-૭૧ના રોજ હોદ્દો સંભાળ્યો હતો અને ૧૩-૫-૭૧ના રોજ રાજીનામુ આપ્યું હતું.
ગુજરાતમાં સૌથી લાંબા શાસનનો વિક્રમ - ૪૦૭૯ દિવસનો - નરેન્દ્ર મોદીનો નોંધાઇ ચૂક્યો છે અને નવો જનાદેશ મળતાં આ આંક હજીય ઊંચો જશે જ્યારે સૌથી ઓછા ૧૨૭ દિવસનું શાસન રાજપા સરકારના મુખ્યમંત્રી દિલીપ પરીખનું રહ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ૧૮૨માંથી ૧૪૯ બેઠક મેળવવાનો વિક્રમ માધવસિંહ- કોંગ્રેસના નામે છે તે હજી તૂટયો નથી અને એ માટે વધુ એક વિધાનસભા સુધી રાહ જોવી જ પડશે. આ વખતે - ૨૦૧૨માં ૭૧ ટકા જેટલું ઊંચુ મતદાન થયું ત્યારે કોઇ ઇતિહાસ સર્જાવાની અપેક્ષા રખાતી હતી પરંતુ તે ફળીભૂત થઇ નથી.

 

નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં જનતાએ ૪ કિ.મી. પગપાળા જવું પડશે
વીઆઈપી આમંત્રિતોએ પણ અડધો થી એક કિ.મી.ચાલીને જવુ પડે તેવી વ્યવસ્થા
અમદાવાદ, મંગળવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડશે. સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસનો એક કિ.મીની ત્રિજયાનો વિસ્તાર વાહનો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. વીવીઆઈપી, વીઆઈપી અને જાહેર જનતા માટે જુદા જુદા અઢાર સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા છે. જેમાં દરેકે ઓછામાં ઓછું અડધો કિ.મી થી ચાર કિ.મી સુધી ચાલીને જવું પડે તેવી વ્યવસ્થા કરાઈ છે. જે અંગે પોલીસ કમિશનરે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જે ૧૮ સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે તેમાં વીવીઆઈપી માટે નવરંગપુરા હોમગાર્ડ ગ્રાઉન્ડ, સોમલલીત કોલેજ કેમ્પસ અને એલીસબ્રીજ શાળા નંબર-૧૦નો સમાવેશ થાય છે. વીઆઈપી માટે એચ.એલ.કોમર્સ કોલેજ, એ.જી.ટીચર્સ સ્કૂલ, સેપ્ટ યુનિવર્સિટી, નવરંગપુરા ધર્માદા ટ્રસ્ટ ગ્રાઉન્ડ ૧ અને ૨, ડી.કે.પટેલ હોલ, મેમનગર ફાયર સ્ટેશન અને અમદાવાદ એજયુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ વ્યવસ્થા છે. જયારે જાહેર જનતા માટે સૌથી દૂર પાર્કિંગ સ્થળો નક્કી કરાયા છે.જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ, હેલ્મેટ સર્કલ પાસે બ્રહ્મક્ષત્રિય વાડી, માઉન્ટ કાર્મેલ સ્કુલ પાસે, રીવરફ્રન્ટ, સુભાષબ્રીજ સર્કલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાછળના મેદાનમાં, સુભાષબ્રીજ અભયઘાટ પાસેનુ મેદાન, વાડજ એએમટીએસ બસસ્ટેન્ડનો સમાવેશ થાય છે. ટુ વ્હીલર તથા નાના ફોર વ્હીલરો કેતન ચાર રસ્તાથી નવરંગ સર્કલ થઈ વિજય ચાર રસ્તા સુધી રોડની સાઈડે સીંગલ લાઈનમાં વાહનો પાર્ક કરી શકશે.
બીજીતરફ, સરદાર પટેલ સ્ટેડિયમ પાંચ રસ્તાથી સરદાર પટેલ બાવલા અને લખુડી તળાવડીથી ગોલ્ડન ટ્રાયએન્ગલ સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રીઓનો શાસનકાળ કેટલા દિવસનો?

ડો. જીવરાજભાઇ મહેતા(૨)

૧૨૩૬

બળવંતરાય મહેતા

૭૩૧

હિતેન્દ્રભાઇ દેસાઇ (૩)

૨૦૬૨

ઘનશ્યામભાઇ ઓઝા

૪૮૭

ચીમનભાઇ પટેલ (૨)

૧૬૫૩

બાબુબાઇ જ. પટેલ (૨)

૧૩૧૦

માધવસિંહ સોલંકી (૪)

૨૦૪૬

અમરસિંહ ચૌધરી

૧૬૧૭

છબીલદાસ મહેતા

૩૮૯

કેશુભાઇ પટેલ (૨)

૧૫૩૨

સુરેશ મહેતા

૩૩૪

શંકરસિંહ વાઘેલા

૩૬૯

દિલીપ પરીખ

૧૨૭

નરેન્દ્ર મોદી

૪૦૭૯

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved