Last Update : 26-December-2012, Wednesday

 

ખાંડ ઉદ્યોગ માટે નવી ઉદાર નીતિ ઘડવા સરકારની સઘન વિચારણા

પાકિસ્તાનથી આવતી સસ્તી ખાંડના લીધે સ્થાનિક ઉત્પાદકોને ફટકો

નવી દિલ્હી, મંગળવાર
ખાંડની આયાત-નિકાસ પરના જથ્થાત્મક પ્રતિબંધો દૂર કરવા માટે સરકાર ખાંડ ઉદ્યોગ માટે નવી ઉદાર નીતિનું વિચારી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધી ઓપન જનરલ લાઈસન્સ હેઠળ ખાંડની મુક્ત નિકાસ કરી શકાતી હતી. પરંતુ પહેલી ઓક્ટોબરથી શરૃ થયેલી નવી ખાંડ સિઝનમાં આ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી. જોકે, સફેદ અને કાચી ખાંડને ૧૦ ટકા જકાત સાથે આયાત કરી શકાય છે.
સરકાર ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરે તેવી સંભાવના છે કારણ કે વિશ્વ સ્તરે ખાંડનો ભાવ પ્રતિ ટન ૬૫૦ ડોલરથી ઘટીને ૫૧૦ ડોલર થઈ ગયો છે. તેના લીધે સ્થાનિક ખાંડ કરતાં આયત વધારે સસ્તી થઈ છે. અમે કેટલીક નિકાસ જકાત પણ લાદીએ તેવી સંભાવના છે જેથી વિવિધ સ્તરે વધુ પડતી નિકાસ પર અંકુશ રાખી શકાય.
ભારતે આ વર્ષે સપ્ટેમ્બર સુધી ૩૪ લાખ ટન ખાંડની નિકાસ કરી હતી. આમ ભારત સળંગ ત્રીજા વર્ષે ઊંચુ ઉત્પાદન કરવાનું હોવાથી નિકાસની તક ખુલ્લી છે. સુત્રોએ જણાવ્યું હતું કે શેરડીના પાકનો અને ખાંડના ઉત્પાદનનો અંદાજ આવી ગયા પછી જાન્યુઆરીમાં નિકાસ અંગેનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ખાંડ ઉદ્યોગ દેશમાં સસ્તી આયાતને ડામવા ખાંડ પરની આયાત જકાતમાં નોંધપાત્ર વધારાની માંગ કરી રહ્યો છે. ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા)એ આયાત જકાત ૧૦ ટકાથી વધારી ૬૦ ટકા કરવા વિનંતી કરી છે.
ભારતના સ્થાનિક ઉત્પાદકોને સૌથી મોટો ફટકો પાકિસ્તાનમાંથી વાઘા સરહદેથી આવતી સસ્તી ખાંડના લીધે પડે છે. જે ભારતીય ખાંડ કરતાં પ્રતિ કિલો પાંચથી ૧૦ રૃપિયા સસ્તી હોય છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે ખાંડની મિલો તેમનો ખર્ચ આવરી લે અને ખેડૂતોને સમયસર ચૂકવણી કરે તે માટે એક માત્ર માર્ગ કાચી અને સફેદ ખાંડ એમ બંનેની સસ્તી આયાતને ડામવાનો છે. હાલની જકાતે પણ ખાંડના વેપારીઓ તેની આયાત કરી શકે છે. જેના લીધે સ્થાનિક ભાવ પર અસર પડે છે.
આંતર પ્રધાન મંડળીય જૂથની બેઠકમાં રંગરાજન સમિતિની ખાંડને અંકુશમુક્ત કરવાની અને વર્તમાન નિયંત્રિત રિલીઝ મિકેનિઝમ દૂર કરવાની ભલામણ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બજારમાં કેટલા પ્રમાણમાં ખાંડ જારી કરવી તે નક્કી કરે છે. ખાધાન્ત વિભાગના બીજા અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર મહિનાથી વધારે સમયગાળામાં કેટલી ખાંડ વેચવી. પછી આ સમયગાળો વધારી છ મહિનાનો કરવામાં આવશે અને તેના પછી પ્રતિબંધો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે તેના લીધે ઉદ્યોગ વધારે સ્થિતિસ્થાપક બનશે તથા ખાંડ મીલો પાસે પણ તેમના રોકડ પ્રવાહને લઈને નિર્ણય કરવાનો વિકલ્પ રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved