Last Update : 26-December-2012, Wednesday

 

ગ્રે માર્કેટમાં કેર માટે 'કેર' જ્યારે ભારતી અને PC ડિસ્કાઉન્ટમાં

કેર રેટિંગ કંપનીના શેરોનું ઊંચા ભાવે લિસ્ટિંગ થવાની શક્યતા ઃ અન્ય બે સામે પ્રશ્નાર્થ

મુંબઇ, મંગળવાર
ડિસેમ્બર માસના પ્રારંભિક તબક્કામાં મુડીબજારમાં પ્રવેશેલા ત્રણ કંપની ઓનર ગ્રે માર્કેટના પ્રવાહો જોતા આ ત્રણમાંથી કેર રેટિંગનું લિસ્ટિંગ પ્રિમિયમથી થવાની સંભાવના છે. જ્યારે ભારતી અને પીસી જ્વેલસનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની ગણતરી મૂકાઇ રહી છે.
લાંબા સમય બાદ ડિસેમ્બર માસના પ્રારંભમાં ત્રણ આઈપીઓ મૂડીબજારમાં પ્રવેશવાના હતા. જેમાં બે કંપનીઓ સારી બ્રાન્ડનેમ ધરાવતી હતી. જેના કારણે ઘણા લાંબા સમય પછી ગ્રે માર્કેટમાં પણ સળવળાટ જોવા મળ્યો હતો. અગાઉ કેલેન્ડર વર્ષના પ્રારંભિક તબક્કામાં જ્યારે એમસીએક્સનો આઇપીઓ આપ્યો ત્યારે ગ્રે માર્કેટ ધમધમતું હતું. ત્યારબાદ ગ્રે માર્કેટ પણ પ્રાઇમરી માર્કેટની જેમ સૂમસામ બની ગયું હતું.
ચાલુ માસમાં કેર રેટિંગ અને ભારતી ઈન્ફ્રાટેલ કંપનીના આઈપીઓ મુડીબજારમાં આવતા હોઇ ફરી એકવાર ગ્રે માર્કેટ ધમધમતું થવા પામ્યું હતું. અને આ બે કંપનીઓ માટે ગ્રે માર્કેટમાં ફોર્મના (અરજીઃ તેમજ પ્રિમીયમ મૂકાવાની શરૃઆત થઇ હતી. આ ઉપરાંત આ સમયે જ પીસી જ્વેલ્સ કંપની પણ મૂડી બજારમાં આવી હતી. તેથી તેના આઈપીઓ માટે પણ ગ્રે માર્કેટમાં કામકાજ જોવા મળ્યા હતા.
આ આઈપીઓ નિયમ અનુસાર ભરાઇ ગયા બાદ હવે તેના લિસ્ટિંગ માટે તખ્તો ગોઠવાઇ રહ્યો છે. તો બીજી તરફ પ્રાપ્ત થતી માહિતી મુજબ ગ્રે માર્કેટમાં હાલ ફક્ત કેર રેટિંગમાં જ પ્રિમીયમ બોલાઇ રહ્યું છે. જ્યારે અન્ય બે કંપનીઓ ભારતી ઈન્ફ્રાટેલ અને પીસી જ્વેલ્સમાં ડિસ્કાઉન્ટ મૂકાય છે.
કેર રેટિંગની ઓફર પ્રાઇસ રૃા. ૭૫૦ સામે હાલ ગ્રે માર્કેટમાં તેનો ભાવ પ્રિમીયમથી એટલે કે રૃા. ૯૦૦ મૂકાય છે. જ્યારે ભારતી ઈન્ફ્રાટેલની ઈસ્યુ પ્રાઇસ રૃા. ૨૨૦ હતી તે હાલ રૃા. ૨૧૦થી ૨૧૨ અને પીસી જ્વેલ્સની ઈશ્યુ પ્રાઇસ રૃા. ૧૩૫ હતી તેનો ભાવ રૃા. ૧૩૩ જેવો મૂકાય છે. એટલે કે આ બંને કંપનીના શેરના ભાવ ડિસ્કાઉન્ટ થઇ ગયા છે.
ગ્રે માર્કેટની ગતિવિધિ જોતા આગામી સમયમાં કેર રેટિંગના શેરોનું પ્રિમીયમથી લિસ્ટિંગ થવાની શક્યતા છે. જ્યારે ભારતી ઈન્ફ્રાટેલ અને પીસી જ્વેલ્સનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટથી થવાની શક્યતા છે તેમ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved