Last Update : 26-December-2012, Wednesday

 

જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં આરબીઆઈ દ્વારા ૦.૫ ટકા રેટ કટની શક્યતા ઃ સિટી ગુ્રપ

સંપૂર્ણ વર્ષ ૨૦૧૩માં ૦.૭૫ ટકા ઘટાડાનો અંદાજ અકબંધ

નવી દિલ્હી,તા.૨૫
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નવા વર્ષ ૨૦૧૩માં પ્રમુખ વ્યાજ દરોમાં ૦.૭૫ ટકા સુધી ઘટાડો કરે એવી શક્યતા છે, અન ે જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૩ના ત્રિમાસિકમાં ૦.૫૦ ટકા ઘટાડાની મજબૂત શક્યતા હોવાનું સિટી ગુ્રપનું અનુમાન છે.
સિટી ગુ્રપના રિપોર્ટ મુજબ તાજેતરના હોલસેલ પ્રાઈસ બેન્ડ ફુગાવાના બન્ને હેડલાઈન અને કોર ફુગાવાના આંકડા પોઝિટીવ આશ્ચર્ય બની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આગામી ધિરાણ નીતિ સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરવા પ્રેરશે એવી શક્યતા છે. હવે ૨૯, જાન્યુ.ના રોજ ત્રીજા ત્રિમાસિકની ધિરાણ નીતિ સમીક્ષા થનારી છે. સિટી ગુ્રપના અર્થશાસ્ત્રી રોહિણી મલ્કાનીએ રીસર્ચ રિપોર્ટમાં નોંધ્યું છે કે સિટી ગુ્રપે વર્ષ ૨૦૧૩માં ૭૫ બેઝીઝ પોઈન્ટ એટલે કે ૦.૭૫ ટકા વ્યાજ દરોમાં ઘટાડાનો તેનો અંદાજ જાળવ્યો છે. અને જાન્યુ.થી માર્ચ ૨૦૧૩માં ૦.૫ ટકાના ઘટાડાની આગાહી કરી છે. એક બેઝિઝ પોઈન્ટ એટલે ૦.૦૧ ટકા સમકક્ષ થાય છે.
આરબીઆઈએ તાજેતરમાં જ ૧૮, ડિસે.ની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરો કોઈપણ ફેરફાર વિના જાળવી રાખ્યા હતા. રિઝર્વ બેંકે ટૂંકી મુદતના ધિરાણ (રેપો) રેટને ૮ ટકા અને કેશ રિઝર્વ રેશિયોને ૪.૨૫ ટકા જાળવ્યા છે. કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્ષ (સીપીઆઈ) પર આધારીત રીટેલ ફુગાવો નવેમ્બરમાં ૯.૯૦ ટકા બે આંક નજીક રહ્યો છે. જયારે ડબલ્યુપીઆઈ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ નવેમ્બરમાં ૭.૨૪ ટકા રહ્યો છે. આ બન્ને ફુગાવાના આંક હજુ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સ્વીકાર્ય કમ્ફર્ટ લેવલ ૫થી ૫.૫ ટકાથી ઉપર હોવા છતાં તાજેતરના મહિનાઓમાં ફુગાવામાં ઘટાડાના ચિહનો જોવાયા છે.
આર્થિક વિકાસને ટેકો આપવા પ્રવાહિતાની સ્થિતિ જાળવવામાં આવી રહી છે. અને એના થકી આર્થિક વિકાસને ટેકો આપવા નીતિને એ તરફ વાળવા પ્રયાસ થઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક નાણા કટોેકટી સર્જાઈ એ પૂર્વે ભારત ૮થી ૯ ટકાના આર્થિક જીડીપી વિકાસ દરે વૃદ્ધિ કરી રહ્યો હતો. જે વર્ષે ૨૦૧૧-૧૨માં ઘટીને ૯ વર્ષના તળિયે ૬.૫ ટકા પહોંચી ગયો હતો. સત્તાવાર આંકડા મુજબ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૨માં ૫.૩ ટકા આર્થિક વૃધ્ધિ નોંધાઈ છે. જે ૩૦, જૂનના અંતના ત્રિમાસિકમાં ૫.૫ ટકા નોંધાઈ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved