Last Update : 26-December-2012, Wednesday

 

સર્વિસિઝ ક્ષેત્રમાં એફડીઆઈ રોકાણ પ્રવાહ એપ્રિલથી ઓકટોબરમાં પાંચ ટકા વધીને ૩.૬ અબજ ડોલર નોંધાયો

એકત્રીત ધોરણે કુલ રોકાણ પ્રવાહ ૨૭ ટકા ઘટીને ૧૪.૭૮ અબજ ડોલર ઃ મોરિશીયસમાંથી સૌથી વધુ ૬.૭૫ અબજ ડોલર

નવી દિલ્હી,તા.૨૫
ભારતના સર્વિસિઝ ક્ષેત્રમાં એપ્રિલથી ઓકટોબર ૨૦૧૨ દરમિયાન સીધા વિદેશી રોકાણનો (એફડીઆઈ) પ્રવાહ નજીવો પાંચ ટકા વધીને ૩.૬ અબજ ડોલર નોંધાયો હોવાનું ઉદ્યોગ મંત્રાલયના આંકડામાં દર્શાવાયું છે. ગત વર્ષના સમાનગાળામાં ફાઈનાન્શિયલ અને નોન-ફાઈનાન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રે એફડીઆઈ ૩.૪૨ અબજ ડોલરનું નોંધાયું હતું.
એકત્રીત ધોરણે ભારતમાં કતુલ એફડીઆઈ રોકાણ પ્રવાહ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૭ મહિનામાં ૨૭ ટકા ઘટીને ૧૪.૭૮ અબજ ડોલર નોેંધાયો છે. જે ગત વર્ષે સમાનગાળામાં ૨૦.૨૯ અબજ ડોલરનો નોંધાયો હતો.
વર્ષ ૨૦૧૧-૧૨માં સર્વિસિઝ ક્ષેત્રે વિદેશી રોકાણ જેને ભારતના કુલ જીડીપીના ૫૦ ટકાથી વધુ હિસ્સો રહે છે, એ વધીને ૫.૨૧ અબજ ડોલર નોંધાયું છે. જે વર્ષ ૨૦૧૦-૧૧માં ૩.૨૯ અબજ થયું હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૭ મહિનામાં અન્ય નોંધનીય એફડીઆઈ આકર્ષનાર ક્ષેત્રોમાં હોટલ અને ટુરિઝમ ક્ષેત્રે ૩.૧૧ અબજ ડોલર, મેટાલર્જિકલ ક્ષેત્રે ૧.૨૧ અબજ ડોલર, કન્સ્ટ્રકશન ક્ષેત્રે ૬૯.૧૦ કરોડ ડોલર અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ૭૪.૩૦ કરોડ ડોલર નોંધાયું છે.
દેશ મુજબ સૌથી વધુ જ દેશોમાંથી ભારતમાં એફડીઆઈ આવ્યું છે, એમાં મોરિશીયસમાંથી ૬.૭૫ અબજ ડોલર, જાપાનમાંથી ૧.૫૨ અબજ ડોલર, સિંગાપુરમાંથી ૧.૨૪ અબજ ડોલક, નેઘરલેન્ડમાંથી ૧.૦૫ અબજ ડોલર અને યુ.કે.માંથી ૬૧.૧૦ કરોડ ડોલર થયું હોવાનું ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશનના (ડીઆઈપીપી) આંકડામાં દર્શાવાયું છે.
રોકાણને વધુ આકર્ષણ અન ેરોકાણકાર ફ્રેન્ડલી નીતિ ઘડવા માટે નીતિના ઘડતરમાં હિસ્સેદારોને પણ સહભાગી બનાવવા સહિતના પ્રયાસો સરકાર સતત કરી રહી છે. સરકારે તાજેતરમાં જ મલ્ટિબ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ અને સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી સંસદના બન્ને ગૃહોમાં મેળવી છે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર જેમ કે પોર્ટસ, એરપોર્ટસ અને હાઈવેઝના નિર્માણ થકી વિકાસને વેગ આપવા આગામી પાંચ વર્ષમાં ૧ ટ્રીલીયન ડોલર વિદેશી રોકાણની જરૃરિયાત છે. વિદેશી રોકાણોમાં ઘટાડો થવાના સંજોગોમાં ભારતની ચૂકવણી તુલાની સ્થિતિ કથળવાની અને રૃપિયાને અસર પડવાની શકયતા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved