Last Update : 26-December-2012, Wednesday

 

ઈન્વેસ્ટમેન્ટ બેંકરોની આક્રમક ભાવ નિર્ધારણ નીતિ સામે સેબીની લાલ આંખ, ધોરણો ઘડશે

બજાર સારું એવું સુધર્યું હોવા છતાં સંખ્યાબંધ આઈપીઓ તેમના ઈસ્યુ ભાવતી હજુ પણ નીચે છે તેથી નિયામક માને છે કે ભાવ નિર્ધારણ ધોરણો જરૃરી છે.

મુંબઈ,તા.૨૫
સેબીએ ઈન્વેસ્ટમેન્ટ બેંકરોને ચેતવણી આપી છે કે ઈનિશીયલ પબ્લીક ઓફરીગ્સ (આઈપીઓ)ના ભાવ નિર્ધારણમાં તેઓ આક્રમક નીતિ ચાલુ રાખશે તો નિયામકને આઈપીઓ ભાવ નિર્ધારણનું નિયમન કરવા જરૃરી ધારા ધોરણો લાવવાની ફરજ પડશે. બજાર સારું એવું સુધર્યું હોવા છતાં બહુમતી આઈપીઓ તેમના ઈસ્યુ ભાવથી પણ હજુ નીચે ચાલી રહ્યા હોવાની બાબત ટાંકીને સેબીએ આ ચિમકી આપી હતી. માહિતગાર સાધનોએ જણાવ્યું હતું કે નિયામકે ઈન્વેસ્ટમેન્ટ બેંકરોને તેની ચિંતાથી અવગત કરાવી જણાવ્યું હતું કે તેઓ વધુ વ્યાજબી અને તાર્કિક અભિગમ અપનાવી જાહેર ભરણા (આઈપીઓ) માટેનાં ભાવ નક્કી કરે આઈપીઓ અંગેના વર્તમાન નિયમોમાં ભાવ નિર્ધારણની બાબતનો સમાવેશ થતો નથી અને આ બાબતમાં બેંકરો દ્વારા અપનાવાતા ડયુ ડિલીજન્સ અને ડિસકલોઝર પર વિશેષ ધ્યાન અપાય છે.
આ દિશામાં સેફટી નેટ પ્રથમ પગલું છે. સેબી પહેલા ઈન્વેસ્ટમેન્ટ બેંકરો સેફટી નેટ યંત્રણાના અમલ પછી ઈન્વેસ્ટમેન્ટ બેંકરોના અભિગમમાં આવેલ બદલાવનો અભ્યાસ કરશે અને જો આ સેફટી નેટ નિયમિતપણે ટ્રોગર થતી હશે તો પછી આઈપીઓના પ્રાઈસીંગના ધારાધોરણો ઘડવા પડશે એમ પણ આ સાધને જણાવ્યું હતું.
સેબીના ચેરમેન યુ.કે.સિન્હાએ આ પૂર્વે જ સ્પષ્ટતા કરી હતી કે સેફટી નેટ એક હળવો ઉકેલ હશે જે પ્રમોટરો અને તેમના સલાહકારો પર પ્રાઈસીંગ અંગે થોડું દબાણ લાવશે. સેફટી નેટ યંત્રણા અન્વયે લીસ્ટીંગ ૩ માસમાં જો ઈસ્યુ પ્રાઈસથી ભાવ ૨૦ ટકાથી વધુ ઘટે તો પ્રમોટરોએ શેરો રિટેલ ઈન્વેસ્ટર પાસેથી બાય બેક કરવા પડશે.
ગયા સપ્તાહે ઈન્વેસ્ટમેન્ટ બેકર્સ એસો. ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત એક સેમિનારમાં સિંહાએ રિટેલ ઈન્વેસ્ટરોના હિતની વિરુદ્ધ જાય એ રીતે કામ કરવા બદલ ઈન્વેસ્ટમેન્ટ બેકિંગની ઝાટકણી કાઢી હતી. મોટા ભાગના આઈપીઓ તેના ઈસ્યુ ભાવથી હમણા પણ નીચે ચાલતા હોવા માટે તેમણે દોષનો ટોપલો ઈન્વેસ્ટમેન્ટ બેંકરોનાં શીરે મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું ''આપણે આત્મમંથન કરીએ કે આપણે ખરેખર યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ... લોકો સવાલો પૂછવા લાગશે અને જાણવા માંગશે કે ભાવો ગુણવત્તાના ધોરણે નક્કી કરાયા છે કે નિયામક કે કંપનીએ (મરજી મુજબ) નક્કી કર્યાં છે?''
સેબીના એક પૃથકકરણમાં જણાયું હતું કે ૨૦૦૮-૦૯થી ૨૦૧૧-૧૨ દરમિયાન ૧૧૭ ભરણા યોજાયા હતા અને તેમાંથી ૭૨ ઈસ્યુઓ ઈસ્યુ ભાવથી નીચે ચાલે છે એટલું જ નહીં બજાર ઘટયું તેનું એડજસ્ટમેન્ટ કર્યા બાદના ભાવતી પણ નીચે ચાલી રહ્યા છે.
સેબીએ ઈન્વેસ્ટમેન્ટ બેંકરો સામે લાલ આંખ કરી હોય એવું આ પહેલી વાર જ થયું છે એવું નથી. પૂર્વે પણ આઈપીઓ લાવતી કંપનીઓનાં ડિસ્કલોઝરની બાબતમાં આઈપીઓનાં ડ્રાફટ ડોકયુમેન્ટમાં જ ફરજીયાત પણે બેંકરોએ તેમને ટ્રેક રેકોર્ડ દર્શાવવો પડશે એવું પ્રાવધાન કરવું પડયું હતું.
ઉપરાંત ડયુ ડિલીજન્સનો પૂરો ટ્રેક રેકોર્ડ બેંકરોએ રાખ્યો હોય અને તેના ઈન્સ્પેકશનનો આગ્રહ સેબીએ રાખ્યો ત્યારે પણ ઈન્વેસ્ટમેન્ટ બેંકરોએ જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. લોકો એવું માનતા હતા કે સેબી વધુ પડતી ચિકાશ કરી રહી છે. એમ પણ સિંહાએ જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved