Last Update : 26-December-2012, Wednesday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૩-૧૨-૨૦૧૨ રવિવારથી તા.૨૯-૧૨-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

સપ્તાહના પ્રારંભે તા. ૨૩ ડિસેમ્બર રવિવાર સાંજથી આપ અઢાર મહિને આઠમા રાહુના બંધનમાંથી મુક્ત થતાં હવે આગામી સમય આપની કાર્યસફળતા, પ્રગતિ માટે સાનુકૂળ થતો જાય. નોકરી-ધંધામાં ફાયદો લાભ થાય, નવું આયોજન ફેરફારી થાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ શાંતિથી આજનો દિવસ પસાર કરી લેવો. સાંજ સુધી રાહુ મંત્રજાપ, ભક્તિપૂજા પ્રાર્થના કરવી. ૨૪ સોમ નવા કામમાં, જુના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. ૨૫ મંગળ કામકાજમાં સાનુકૂળતા, આનંદ રહે. ૨૬ બુધ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. ૨૭ ગુરુ દત્ત જયંતી, વ્રતની પૂનમે ધર્મકાર્યથી આનંદ રહે. ૨૮ શુક્ર યાત્રા પ્રવાસ-મુલાકાત, જુના સંબંધો તાજા થાય. ૨૯ શનિ ઘર-પરિવારના કામમાં વ્યસ્તતા રહે, ખર્ચ થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

તુલા રાશિમાં શનિની સાથે તા. ૨૩મીથી રાહુનું પરિભ્રમણ શરૂ થાય છે. આગમી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ પુત્ર પૌત્રાદિકના કામકાજમાં, સાંસારીક પ્રશ્નમાં, નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળ સમય શરૂ થાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય. જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય, અથવા નોકરીમાં ફેરફારી કરવાની હોય તેમને સારી તક પ્રાપ્ત થાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. મકાન-વાહનના પ્રશ્નમાં, મિત્રવર્ગના કામકાજમાં જાગૃતિ, સાવધાની રાખવી. તા. ૨૩ ડિસેમ્બર રવિ આજે રાહુનું રાશિ પરિવર્તન થાય છે તેથી શાંતિથી દિવસ પસાર કરવો. ૨૪ સોમ નોકરી ધંધાના કામકાજમાં જાગૃતિ રાખવી. ૨૫ મંગળ હળવાશ, રાહત, આનંદ રહે. ૨૬ બુધ કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા. ૨૭ ગુરુ દત્ત જયંતી, વ્રતની પૂનમે હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૮ શુક્ર નોકરી ધંધાના, ધાર્મિક કામમાં વ્યસ્તતા રહે. યાત્રા પ્રવાસ-મુલાકાત થાય. ૨૯ શનિ સગા, સંબંધી-મિત્રવર્ગના, પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો.

 

મિથુન (ક.છ.ઘ.)

 

સપ્તાહના પ્રારંભ રાહુનું પરિભ્રમણ તુલા રાશિમાં શનિની સાથે શરૂ થતાં આપના પુત્ર પૌત્રાદિકના, પત્ની, પરિવારના પ્રશ્નમાં ચંિતા-મુશ્કેલી અનુભવો. વાદ વિવાદ, બિમારીથી, ખર્ચ-ચંિતાથી આપને શાંતિ, રાહત જણાય નહીં. ડિસેમ્બર ૨૦૧૨ના અંત સુધી તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ખાવા પીવામાં વિશેષ સાવધાની રાખવી. નોકરી-ધંધાના તેમજ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ, રાહુ આજે તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે તેથી ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૨૪ સોમ સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૫ મંગળ સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જવાનું થાય. ૨૬ બુધ નોકરી-ધંધામાં જોખમી-વિવાદી નિર્ણય કરવો નહીં. ૨૭ ગુરુ દત્ત જયંતી, વ્રતની પૂનમે બપોર પછી હળવાશ, સાનુકૂળતા. ૨૮ શુક્ર ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય. ૨૯ શનિ ખાવાપીવામાં, હરવા ફરવામાં સંભાળવું.

 

કર્ક (ડ.હ.)

 

સપ્તાહના પ્રારંભે તા. ૨૩ ડિસેમ્બરથી રાહુનું પરિભ્રમણ શનિની નાની પનોતી સાથે શરૂ થવાથી આગામી સમય આપના માટે અગ્નિપરીક્ષાનો શરૂ થાય. મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં, સગા સંબંધી મિત્રવર્ગના કારણે, નોકરી ધંધાના મુશ્કેલી-મુંઝવણના કારણે તેમજ સરકારી-રાજકીય-ખાતાકીય-કાનૂની કાર્યવાહીમાં બંધનયુક્ત પરિસ્થિતિ, પીછેહઠ, આક્ષેપ, અપયશ, અપમાન, વિવાદનો સમય શરૂ થાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ રાહુ તાલુ રાશિમાં પ્રવેશ કરે છે તેથી આપ ચોથા રાહુના બંધનમાં અઢાર મહિના અટવાયેલા રહેશો. તા. ૨૪ સોમ નોકરી ધંધાના પ્રશ્નો ઉચાટ, ઉદ્વેગ રહે. ૨૫ મંગળ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે, બહાર જવાનું થાય. ૨૬ બુધ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે. ૨૭ ગુરુ વ્રતની પૂનમ, દત્ત જયંતીએ બપોર પછી ચંિતા, અસ્વસ્થતા. ૨૮ શુક્ર યાત્રા પ્રવાસ-મુલાકાતમાં પૈસા-પાકીટ-મોબાઈલ, અગત્યની ચીજવસ્તુનું ઘ્યાન રાખવું. ૨૯ શનિ શાંતિથી દિવસ પસાર કરવો પડે.

 

સંિહ (મ.ટ.)

 

અઢાર મહિને તા. ૨૩ ડિસેમ્બર રવિવારે તમે ચોથા રાહુના બંધનમાંથી મુક્ત થવાના કારણે મોટી હળવાશ, રાહત અનુભવશો. આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામકાજમાં, પુત્ર પૌત્રાદિકના કામકાજમાં સાનુકૂળ સમય શરૂ થાય. રૂકાવટવાળા, વિલંબમાં પડેલા કામ એક પછી એક ઉકેલાવાની શરૂઆત થાય. મકાન-વાહન-મીલ્કત અંગેની કામગીરી, દેવાની પરિસ્થિતિ, જવાબદારી હળવી થતી જાય. અવિવાહીત સંતાનના વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય પરંતુ ભાઈભાંડુના સંબંધ-વ્યવહારમાં આપ ચંિતા-મુંઝવણ-મુશ્કેલી અનુભવો. તા. ૨૩ ડિસેમ્બર રવિ ચોથા રાહુના બંધનમાંથી આજે મુક્ત થવાના છો તેથી શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૨૪ સોમ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૫ મંગળ ઘર-પરિવારના, વધારાના કામકાજમાં આપને સાનુકૂળતા રહે. ૨૬ બુધ નોકરી-ધંધાના કામમાં હળવાશ, રાહત રહે. ૨૭ ગુરુ વ્રતની પૂનમ, દત્ત જયંતીએ હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૮ શુક્ર સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, નોકરી-ધંધાના કામમાં જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ થાય. ૨૯ શનિ પુત્ર પૌત્રાદિકના કામમાં આનંદ રહે, ખર્ચ ખરીદી થાય.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

શનિની ઉતરતી પનોતી સોનાના પાયે પસાર થઈ રહી છે તેની સાથે તા. ૨૩ ડિસેમ્બરથી રાહુનું પરિભ્રમણ શરૂ થતાં આપના કુટુંબ-પરિવારના પ્રશ્નમાં, નાણાકીય આવક-જાવકના પ્રશ્નમાં, આરોગ્યની બાબતમાં અવાર નવાર તકલીફ જણાય પરંતુ ગુરૂ ગ્રહની પ્રબળતાના કારણે ધર્મકાર્ય-શુભકાર્ય થાય. મકાન-વાહન-મીલ્કતની કામગીરી ચંિતા-રૂકાવટના અંતે ઉકેલાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ, રાહુ આજે શનિની પનોતી સાથે પરિભ્રમણ શરૂ કરે છે તેથી શાંતિ-ધીરજ રાખવી. ૨૪ સોમ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૨૫ મંગળ યાત્રા-પ્રવાસ મુલાકાત, વ્યસ્તતા. ૨૬ બુધ નોકરી, ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૨૭ ગુરુ દત્ત જયંતી, વ્રતની પૂનમે ધર્મકાર્ય થાય. આનંદ રહે. ૨૮ શુક્ર નોકરી-ધંધાના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચંિતા રહે. ૨૯ શનિ શારીરિક, માનસિક શ્રમ-થાક ચંિતા ઉચાટ રહે.

 

તુલા (ર.ત.)

 

સપ્તાહના પ્રારંભે તા. ૨૩ ડિસેમ્બરથી રાહુ આપની રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરે છે. શનિનું પરિભ્રમણ આપની રાશિમાં રાહુ સાથે શરૂ થતાં અવારનવાર આપને માનસિક પરિતાપ-ચંિતા-તણાવ અનુભવાય પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ઈ.સ. ૨૦૧૩માં ધીરે ધીરે હળવાશ, રાહત અનુભવતા જાવ. આપના રૂકાવટ, વિલંબમાં પડેલ કામ એક પછી એક ઉકેલાતા જાય. ધર્મકાર્ય, શુભકાર્ય, યાત્રા પ્રવાસ થાય. પરદેશનું કામ થાય. યશ-પદ-ધનમાં વધારો થાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ માનસિક પરિતાપ રહે. ૨૪ સોમ માનસિક વ્યગ્રતા છતાં નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. ૨૫ મંગળ સગા સંબંધી, મિત્રવર્ગના કારણે ચંિતા-ખર્ચ-મુશ્કેલી. ૨૬ બુધ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૨૭ ગુરુ વ્રતની પૂજા, દત્ત જયંતીએ બપોર પછી હળવાશ, રાહત આનંદ, ધર્મકાર્ય થાય. ૨૮ શુક્ર યાત્રા પ્રવાસ, જુના સંબંધો તાજા થાય. તા. ૨૯ શનિ નોકરી-ધંધાના, ઘર પરિવાર, સંતાનના કામમાં વ્યસ્તતા રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

શનિની પનોતીના પરિભ્રમણ સાથે તા. ૨૩મીથી રાહુનું પરિભ્રમણ શરૂ થતાં આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આપની પ્રતિકૂળતાઓ વધતી જાય. આરોગ્યની અસ્વસ્થતા, નાણાંકીય નુકસાન, ચોરી, વિશ્વાસઘાત, દગો, વિવાદ તેમજ સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની પ્રશ્ને બંધનયુક્ત પરિસ્થિતિમાં આપ અટવાતા જાવ. આપની જીદ્દ-મમત-ઉતાવળ-ગુસ્સો, જોખમ આપના માટે વઘુ મુશ્કેલીનું સર્જન કરે.તા. ૨૩ ડિસેમ્બર રવિ આજથી આપ બારમા રાહુના બંધનમાં અઢાર મહિના કષ્ટ પીડા, તકલીફ, મુશ્કેલી અનુભવો. તા. ૨૪ સોમ નુકસાન-વિવાદ-અપયશથી સંભાળવું. ૨૫ મંગળ નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ૨૬ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ થાય. ૨૭ ગુરુ વ્રતની પૂનમ, દત્ત જયંતીએ બપોર પછી અસ્વસ્થતા, ચંિતા, ઉચાટ. ૨૮ શુક્ર શારીરિક-માનસિક અસ્વસ્થતા તેમજ પોતાના કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અનુભવો. ૨૯ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

અઢાર મહિને તા. ૨૩ ડિસેમ્બરે આપ બારમા રાહુના બંધનમાંથી મુક્ત થવાના કારણે ધીરે ધીરે આપ હળવાશ અનુભવતા જાવ. નોકરી-ધંધાના કામમાં પ્રગતિની શરૂઆત થાય. સારી તક પ્રાપ્ત થાય. આવક, સુખ સંપત્તિમાં વધારો થાય. પુત્ર પૌત્રાદિકના કામકાજમાં સાનુકૂળતા રહે, ખર્ચ થાય. અવિવાહીતને વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. ધર્મકાર્ય, શુભકાર્યનો ખર્ચ થાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ આજે આપ બારમા રાહુના બંધનમાંથી મુક્ત થશો પરંતુ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૨૪ સોમ નોકરી ધંધાના, શેરોના કામમાં જોખમ કરવું નહીં. ૨૫ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, બહાર જવાનું થાય. ૨૬ બુધ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૭ ગુરુ દત્ત જયંતી, વ્રતની પૂનમે આનંદ ઉત્સાહ રહે. ૨૮ શુક્ર યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદ. ૨૮ શનિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો.

 

મકર (ખ.જ.)

 

રાહુનું રાશિ પરિવર્તન તા. ૨૩ ડિસેમ્બરથી થઈ રહ્યું છે તેથી ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભે નોકરી ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા જણાય પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ શનિ-રાહુની પ્રતિકૂળતાના કારણે નોકરી-ધંધામાં, રાજકીય, સરકારી કામકાજમાં હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનારથી પરેશાની અનુભવાય. તમારા પિતૃપક્ષ-માતૃપક્ષે બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. તા. ૨૩ ડિસેમ્બર રવિ હૃદય-મનને ઉચાટ, ઉદ્વેગ રહે. ૨૪ સોમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી. ૨૫ મંગળ સગા સંબંધી-મિત્રવર્ગ-પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ૨૬ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૭ ગુરુ વ્રતની પૂનમ-દત્ત જયંતીએ કામકાજમાં સાનુકૂળતા, યાત્રા પ્રવાસ થાય. ૨૮ શુક્ર ધર્મકાર્ય, યાત્રા પ્રવાસથી આનંદ. ૨૯ શનિ પરિવારના કામમાં, વધારાના કામમાં ઘ્યાન આપી શકો.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

શનિની સાથે તા. ૨૩મીથી રાહુનું પરિભ્રમણ શરૂ થતાં આપના કામકાજમાં મુશ્કેલી અનુભવો. નસીબ બે ડગલાં પીછેહઠ કરતું જણાય. નોકરી-ધંધાના, પરિવારના કામમાં મતભેદ જણાય. ઉપરી અધિકારીને બિમારી આવવાથી કે સ્થળાંતર, થવાથી આપ મુશ્કેલી અનુભવો.ઈ.સ. ૨૦૧૨ના અંતમાં નોકરી-ધંધાના કે અન્ય કામમાં આક્ષેપ, આકસ્મિક ઉપાધિ, નુકસાની, પોલીસ કાર્યવાહી, સરકારી કાર્યવાહીથી સંભાળવું પડે. તા. ૨૩ ડિસેમ્બર રવિ, રાહુનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેથી યાત્રા પ્રવાસ, મુલાકાતમાં સંભાળવું. ૨૪ સોમ અન્યના કારણે આપના કામમાં રૂકાવટ, ઉદ્વેગ. ૨૫ મંગળ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૬ બુધ નોકરી-ધંધાના, પરિવારના કામમાં જાગૃતિ રાખવી. ૨૭ ગુરુ વ્રતની પૂનમ, દત્ત જયંતીએ બપોર પછી હળવાશ થતી જણાય. ૨૮ શુક્ર યાત્રા પ્રવાસ-મુલાકાત, કામની વ્યસ્તતા. ૨૯ શનિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

શનિની પનોતીથી પ્રતિકૂળતાની સાથે તા. ૨૩મીથી આપ આઠમા રાહુના બંધનમાં અઢાર મહિના માટે આવશો. શનિ-રાહનું પરિભ્રમણ આપના આરોગ્યને અસર કરશે તેમજ તમારા નોકરી-ધંધાના ક્ષેત્રને, આવકને અસર કરવાના કારણે આગામી સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ અગ્નિ પરીક્ષામાં પસાર થતા હોય તેમ લાગે. સ્વજન-સ્નેહી-વડીલવર્ગની બિમારી, વિયોગ આપને અસરકર્તા બને. . તા. ૨૩ ડિસેમ્બર રવિ, આજથી આપ આઠમા રાહુના બંધનમાં અઢાર મહિના માટે આવી જશો. ૨૪ સોમ કુટુંબ-પરિવારના કામમાં ચંિતા, વાહન શાંતિથી ચલાવવું. ૨૫ મંગળ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, બહાર જવા આવવામાં સંભાળવું. ૨૬ બુધ નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૨૭ ગુરુ વ્રતની પૂનમ. દત્ત જયંતીએ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. ૨૮ શુક્ર હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૯ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved