Last Update : 26-December-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૧૨-૨૦૧૨, બુધવાર
માગશર સુદ તેરસ
નાથદ્વારા - ગિરધરજીનો ઉત્સવ
પોરબંદર - જીવનલાલજીનો ઉત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૭ મિ.
નવકારસી સમય ઃ ૮ ક. ૦૮ મિ., (સૂ) ૮ ક. ૦૩ મિ., (મું) ૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ રોહિણી રાત્રે ૧૨ ક. ૦૫ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ
શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-તુલા, કેતુ-મેષ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર-વૃષભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સં., જૈનવીર સંવત ૨૫૩૯
ઉત્તરાયણ શિશિર ઋતુ, રાષ્ટ્રીય દિનાંક પો./૫
માસ-તિથિ-વાર ઃ માગશર સુદ તેરસને બુધવાર
- રવિયોગ રાત્રે ૧૨ ક. ૦૫ મિ. સુધી
- નાથદ્વારા, ગિરધરજીનો ઉત્સવ.
- પોરબંદર, જીવનલાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અમરદાદ માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના કામકાજની સફળતા પ્રગતિથી આનંદમાં રહો. નોકરી-ધંધાનું કામ લાભદાયી રહે. કામની કદર થાય. આવક થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. પરંતુ કામમાં અન્યના સહકારથી તમારી ચિંતા-વ્યથા હળવી થાય. શરદી-કફથી સંભાળવું.

 

મિથુન ઃ નાણાંકીય ખેંચ-મુંઝવણના કારણે કોઈ કામ, ખરીદી વિલંબમાં પડે. સરકારી, કાનૂની કામમાં, શેરોની કામગીરીમાં જાગૃતિ, સાવધાની રાખવી.

 

કર્ક ઃ આકસ્મિક કામ થાય, ફાયદો થાય. પુત્ર-પૌત્રાદિક, પત્નીથી સાનુકૂળતા, રહાત રહે. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. ધંધો થાય.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા-ખર્ચ જણાય. આકસ્મિક કોઈ કામ આવી જાય. પરંતુ પોતાના સ્વપ્રયત્નથી કરેલું કામ ઝડપથી ઉકેલાય.

 

કન્યા ઃ આપના કામ એક પછી ઉકેલાતું જાય. છતાં હૃદય-મનને ચિંતા-ઉચાટ રહે. વધારાનો ખર્ચ થાય. ખરીદી થાય. ખરીદીમાં સંભાળવું.

 

તુલા ઃ ગેસ, કબજીયાત, ઝાડા, પેશાબની પ્રોસ્ટેટ, પથરીની, સારણગાંઠની કમરના મણકાની તકલીફ પીડા અસહ્ય રહે. નોકરી-ધંધામાં રૃકાવટ મુશ્કેલી અનુભાય.

 

વૃશ્ચિક ઃ હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય. પરિવારના કામમાં ધ્યાન આપી શકો. આનંદ રહે.

 

ધન ઃ પુત્ર-પૌત્રાદિકનું કામ થઈ શકે. નોકરી-ધંધામાં કામ થાય. પરંતુ અધુરા કામના કારણે ચિંતા-વિચારોમાં અટવાયેલા રહો. બેચેની રહે.

 

મકર ઃ પોતાના અંગત કામમાં, અન્યના કામમાં વ્યસ્તતા રહે. સંતાન માટે ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં લાભ થાય. પરંતુ જોખમ વધારવું નહીં.

 

કુંભ ઃ નોકરી-ધંધામાં નાણાંકીય પ્રશ્ને, સરકારી કામમાં, કોર્ટ કાર્યવાહીમાં, મકાન-જમીન, વાહનના, ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટના કામમાં ચિંતા, ખર્ચ, મુશ્કેલ જણાય.

 

મીન ઃ કામમાં સાનુકૂળતા છતાં શારીરિક, માનસિક, શ્રમ-થાકના કારણે બેચેની-અસ્વસ્થતા અનુભવો, ખાવાપીવામાં કાળજી રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૧૨-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા આનંદ ઉત્સાહ, આત્મ વિચારમાં વધારો કરનારું રહે. આપની આવક, સુખ સંપત્તિમાં વધારો થાય.

 

વિશેષમાં -* નોકરી-ધંધામાં આપની ચિંતા-રૃકાવટ, મુશ્કેલી દૂર થાય. તમારી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત કરી શકો. આવક ન હોય, આવક સ્થગિત થઈ ગઈ હોય તો આ વર્ષમાં આવક-આવવાની શરૃ થાય.

 

* વર્ષારંભે આરોગ્યની કાળજી રાખવી. સગા-સંબંધી, મિત્રવર્ગમા, માતૃપક્ષમાં બિમારી, ચિંતાનું આવરણ આવી જાય.

 

* ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજિક પ્રસંગ ઉકેલાય. મકાન, વાહન કે અન્ય ચીજ વસ્તુની ખરીદી થાય.

 

* સ્ત્રી વર્ગને વર્ષ આનંદ ઉત્સાહમાં વધારો કરનારું રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. કૌટુંબિક ચિંતા ઉકેલાય.

 

* વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર-ભણતર માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે, મહેનત સાર્થક થાય.

 

સુપ્રભાતમ્

- જે સેવકો ધન વિનાના હોય ત્યારે કાર્ય કુશળ હોય, પણ (ધન મળવાથી) તૃપ્ત થતાં જ આળસુ બની જાય, તેવા સેવકોને રાજાએ જળાશયમાંથી જળચરોની માફક દૂર કરવા.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવી આવેલી નોકરાણી ચંપાને શેઠાણી લીલીએ કહ્યું, ‘‘કાલે તેં બે ગ્લાસ ફોડ્યા અને આજે સવારમાં ત્રણ કપ અને બે પ્લેટ ફોડ્યા .... હવે કાલે તારો શું વિચાર છે?’’
‘‘શેઠાણીજી,’’ચંપા બોલી, ‘‘હજી તો બપોર અને સાંજ બાકી છે...’’

[Top]
 

આજ ની રેસીપી

ટૂર પર સાથે લઈ જવાય એવો નાસ્તો

ચટાકેદાર ભેળપુરી

 

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ મમરા, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ દાળિયા, ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

 

પાપડી માટેની સામગ્રી ઃ ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ, ચપટી બેકંિગ પાઉડર, પાપડી તળવા માટે તેલ.

 

મસાલાની સામગ્રી ઃ ૧ ચમચો રિફાઈન્ડ તેલ,૧ ચમચો ચાટ મસાલો, ૧ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હંિગ, ૧/૨ ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

 

રીત ઃ પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાંખીને પૌંઆ પણ તળી લો.
હવે એક મોટી કડાઈમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ કરો. તેમાં રોઈ અને હંિગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ.
આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણી દિવસ સુધી સારી રહે છે. તે સૂકી તથા ભીની બન્ને રીતે બનાવી શકાય છે.

 

સૂકી ચટણી ઃ ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ધોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.
ભીના ચટણી માટેની સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું.

 

રીત ઃ ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિકસરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો. હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો. ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. જો ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જ્યારે પણ ભેળપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved