Last Update : 25-December-2012, Tuesday

 

કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક

- કમરને વધુ આકર્ષક બનાવવા ટોપના રંગથી વિરોધી અને બોટમને મેચ થાય એવા રંગનું બેલ્ટ પહેરવું. નાની કમરમાં પહોળો નહીં પણ પાતળો બેલ્ટ પહેરવો.

પ્રત્યેક માનુનીનો શારીરિક બાંધો એકબીજા કરતાં જુદો હોય છે. પામેલાના સૌંદર્યમાં તેની કટિ મહત્ત્વનો ભાગ ભજવે છે. લગભગ બધી યુવતીઓ હંમેશા એમ જ ઇચ્છતી હોય છે કે તેમની કમર પાતળી હોય. પણ બધી રમણીઓની આ ઇચ્છા ક્યારેય પૂરી નથી થતી. હા, જેની કટિ આકર્ષક ન હોય તે ટ્રિકી ડ્રેસિંગની મદદથી તેને આકર્ષક બનાવી શકે ખરી.
નિષ્ણાતો કહે છે કે જેની ઊંચાઈ ઓછી હોય તેની કમર પ્રમાણમાં નાની હોય છે. આવી યુવતીઓએ વાંકા વળીને ન બેસવું. તેમણે કમરથી નીચે આવે એટલા લાંબા ટોપ પહેરવાં. આ ઉપરાંત કમરથી થોડે નીચે બેલ્ટ પહેરવાથી પણ કટિ લાંબી દેખાશે.
આ યુવતીઓએ કમરને વધુ આકર્ષક બનાવવા ટોપના રંગથી વિરોધી અને બોટમને મેચ થાય એવા રંગનું બેલ્ટ પહેરવું. હાઈ વેસ્ટ પેન્ટ અને ક્રોપ્ડ ટોપ પણ અચ્છો વિકલ્પ છે. નાની કમરમાં પહોળો નહીં પણ પાતળો બેલ્ટ પહેરવો. તેમણે ખુલતી બાંય, સાઈડ બેગ, ખુલ્લી નેકલાઈન અને પલાઝો પહેરવાનું ટાળવું.
જ્યારે લાંબી કટિની સ્વામીનીએ ટોપને મેચ ન કરતું બેલ્ટ પહેરવું. એ -લાઈન ડ્રેસ, પ્રિન્સેસ અને એમ્પાયર ડિઝાઈનના પરિધાન તેમના ઉપર શોભી ઊઠશે. આમ છતાં જે રમણીઓ ઇચ્છતી હોય કે લોકોનું ધ્યાન તેની કટિ પર ન પડે તેણે લાંબી અને પહોળી બાંય તેમજ ખુલ્લાં ગળાના ટોપ પહેરવાં.
આ પામેલાઓએ ટોપ સાથે મેચ થતું અને પેન્ટ સાથે વિરોધાભાસ સર્જતું બેલ્ટ પહેરવું. જો તેમણે બેલ્ટ ન પહેર્યું હોય તો ટોપને પેન્ટમાં ટક ન કરવું, તેમ જ આડા પટ્ટાની ડિઝાઈન ધરાવતી પેન્ટ ન પહેરવી. હા, બોલેરો અને ટૂંકા-ફીટેડ જેકેટ તેમને ખૂબ સુંદર લાગશે.
પરંતુ જેની કમર માંસલ અથવા ભરાવદાર હોય તેણે એવી બ્રા પહેરવી જેને કારણે ઉરોજ ઉપરની તરફ ખેંચાયેલા રહે. આ સિવાય લાંબા-ઢીલાં ટોપ પહેરવાથી પણ નિતંબનો ભાગ ઢંકાઈ જતો હોવાથી કમર પાતળી લાગે છે.
આ યુવતીઓએ કટિ પાસેથી રંગ બદલાતો હોય એવા વસ્ત્રો પહેરવાનું ટાળવું. બોલેરો, ક્રોપ ટયુબ્સ, હોલ્ટર અને પ્લિટેડ પેન્ટ પણ તેમને નહીં શોભે. ખૂબસુરત કમરને વધુ આકર્ષક બનાવવા બેલી પિઅર્સિંગ કરાવી શકાય. આ પ્રકારના પિઅર્સિંગમાં ડુંટીને નહીં પણ તેની ઉપરના ભાગને પિઅર્સ કરવામાં આવે છે, સેલિબ્રિટી માનુનીઓ નેવલ પિઅર્સિંગ કરાવી તમાં ડાયમંડ ધારણ કરે છે. અલબત્ત, આ શણગાર પુષ્કળ સુઘડતા માગી લે છે. ચહેરાની સુંદરા સાથે હવે ગર્લ્સમાં કમરની સુંદરતા માટે અનેક નુસખા અજમાવામાં આવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved