Last Update : 25-December-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

તકસાધુ કેજરીવાલ-બાબા
નવી દિલ્હી, તા.૨૪
ઇન્ડીયા ગેટ ખાતેના બળાત્કાર વિરોધી દેખાવોમાં જ્યારે અરવિંદ કેજરીવાલની ટીમના સભ્યો અને બાબા રામદેવ જોડાયા ત્યારે સ્વયંભુ આંદોલન કરતા ટેકેદારોએ તેમની ટીકા કરી હતી. કેટલાક છોકરા-છોકરીઓ એમ કહેતા હતા કે આટલા દિવસ અમે આંદોલન કર્યું અને પોલિસના લાઠીમારને અનુભવીએ છીએ ત્યારે આ લોકો ક્યાં હતા? આ દેખાવકારો કહે છે કે આ લોકો તકસાધુઓ છે, બળાત્કારનો ભોગ બનેલી ૨૩ વર્ષની યુવતીના નામે અમે આ આંદોલન હાઇજેક નહી થવા દઇએ!! બીજી તરફ ઇન્ડિયા ગેટ ખાતે શાંત રેલીમાં અરવિંદ કેજરીવાલે ભાગ લીધો હતો અને જંતરમંતર ખાતે બાબા રામદેવે રેલી કાઢી હતી. જેમાં લશ્કરના ભૂતપૂર્વ વડા વી.કે.સિંહ જોડાયા હતા. કેજરીવાલ અને રામદેવના સમર્થકોનું કહેવું છે કે અમે બળાત્કાર વિરોધી દેખાવ પર નજર રાખતા હતા. પરંતુ સ્વયંભુ દેખાવકારોને સમજાવી શક્યા નહોતા.
બળાત્કારીઓને સજામાં અમેરિકા નબળુ
ઉપલબ્ધ આંકડા અનુસાર બળાત્કારના આરોપી સામે પગલાં લેવામાં બ્રિટન વિશ્વમાં ટોપ પર છે. બ્રિટનમાં બળાત્કારના ૫૮ ટકા આરોપીઓને સજા થાય છે. જ્યારે સ્વીડનમાં ૧૦ ટકા આરોપીઓને સજા થાય છે. સૌથી ખરાબ સ્થિતિ અમેરીકામાં છે જ્યાં બળાત્કારના ૩ ટકા આરોપીને સજા થાય છે. ભારતની વાત કરીએ તો અહીં ૨૦૦૯માં બળાત્કારના ૨૬ ટકા જેટલા આરોપીઓને સજા થઇ હતી.
૨૬મીએ મહિલાઓનું કામ બંધ
બળાત્કારના કેસોમાં વિરોધ વ્યક્ત કરવા ઘણાં લોકોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઉભી કરી છે. કેટલાકનું નામ છે. 'સેવ વુમન, સેવ ઇન્ડીયા' જ્યારે અન્ય એક નામ 'હેંગ ધેમ ઓર અસ' છે. (Hang Them Or Us) એક ગુ્રપે તો ફેસબુક પર 'ઔરત બોધ'નામનું ગુ્રપ ઊભું કર્યું છે. મૂળ વાત તો બળાત્કાર નો ભોગ બનેલી યુવતી માટે એક સુર ઉભો કરવાની છે. આ ઘટનાના વિરોધમાં ૨૬ ડિસેમ્બરે કોઇ કામ નહી કરવાનો નિર્ણય લેવાયો છે. આપણે એક દિવસ કામ ના કરીએ અને જોઇએ સમાજ કેવી રીતે કામગીરી કરે છે. એમ ગુ્રપ ઉભું કરનાર સૂર ઇનાયતે જણાવ્યું હતું.
સ્વરક્ષાની તાલીમ
દિલ્હીની પોલીસની સાથે રહીને જામીયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સીટીના સેન્ટર ફોર વુમન સ્ટડીએ મહિલાઓ માટે સ્વરક્ષાની તાલિમ આપવાનું શરૃ કર્યું છે. કપરા સંજોગોમાં સામનો કેવી રીતે કરવો તે અહી શીખવાડાશે એમ સેન્ટરના ડાયરેક્ટર બુલબુલ ધાર જેમ્સે જણાવ્યું હતું.
'ગુડ્ડી'નું રાજકીય ચઢાણ
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છે કે રાજ્યસભામાં સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચન કે જે તેમના 'ગુડ્ડી' તરીકેના રોલ માટે જાણીતા હતા તે હવે રાજકીય કારકિર્દીના પગથીયા ચઢી રહ્યા છે. સામાન્ય રીતે ગૃહમાં ચર્ચામાં ભાગ નહી લેનાર જયા બચ્ચન બળાત્કારનાં કેસમાં બોલ્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. તે માત્ર બોલ્યા નહોતાં પણ ધારધાર બોલ્યા હતા. તે બોલતંા - બોલતાં ભાંગી પડયા હતા અને લાગણીવશ બની ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૃણ જેટલી બોલ્યા પછી જયા બચ્ચનને બીજીવાર બોલવાનો ચાન્સ અપાયો હતો. જો કે એવી છાપ ઉભી થઇ છે કે 'ગુડ્ડી 'રાજકીય સીડી ચઢી રહ્યા છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved