Last Update : 25-December-2012, Tuesday

 

રનની રીતે પોન્ટીંગ કરતાં ૩૫% અને સદીની રીતે ૬૩% આગળ છે
અજબ તેંડુલકરની વિશ્વના ટોપ 5 બેટસમેનોમાં ગજબની સરસાઈ

તેંડુલકરનો વર્લ્ડ કપમાં પણ સૌથી વધુ રનનો રેકોર્ડ

તેંડુલકર માત્ર ક્રિકેટ ઇતિહાસનો જ મહાન બેટસમેન છે તેમ કહીને અટકી જઈએ તો તેને અન્યાય થાય તેમ છે. ખરેખર તો તે વિશ્વના શ્રેષ્ઠ ગણાતા બેટસમેનોમાં પણ એ હદે સરસાઈ ધરાવે છે કે ખરેખર તો ઇતિહાસના ટોપ પાંચ બેટસમેનો તરીકે તેને સ્વીકારી લેવો જોઈએ અને જે પણ બીજા ક્રમે હોય તેને છઠ્ઠા ક્રમે મુકી દેવો જોઈએ !
આ રહ્યા તેના પુરાવા.
* તેંડુલકરનો વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન ૧૮,૪૨૬ છે જે બીજા ક્રમના પોન્ટીંગ કરતા ૩૫ ટકા વધારે છે. પોન્ટીંગના ૧૩,૭૦૩ રન છે.
* તેંડુલકરના ટીકાકારોએ આ આંક પણ જોવા જેવો છે. તેની ૪૯ વનડે સદીમાંથી ભારત ૩૩ મેચોમા જીત્યું છે. પોન્ટીંગની ૩૦માંથી ઓસ્ટ્રેલિયા ૨૫માં જીત્યું છે.
* વન ડે ક્રિકેટમાં તેની સૌથી વધુ ૪૯ સદી છે. જે બીજા ક્રમના પોન્ટીંગ કરતા ૬૩ ટકા વધુ છે. પોન્ટીંગની ૩૦ વન ડે સદી છે.
* તેંડુલકર અને ગાંગુલીએ ભાગીદારીની રીતે સૌથી વધુ કુલ ૮૨૨૭ રનની ભાગીદારી નોંધાવી છે. જે બીજા ક્રમના અટપટ્ટુ અને જયાસુરિયાના રેકોર્ડ ૫૪૬૨ રન કરતા ૫૦ ટકા વધુ છે.
* તેંડુલકર અને ગાંગુલી વચ્ચે ૨૬ વખત વન ડેમાં શતકિય ભાગીદારી નોંધાઈ છે. જે હેડન-ગીલક્રીસ્ટના બીજા નંબરના આવા રેકોર્ડ ૧૬ ભાગીદારી કરતા ૬૨.૬ ટકા વધુ છે.
* તેંડુલકર અને દ્રવિડ વચ્ચે ૮ નવેમ્બર ૧૯૯૯ના રોજ ન્યુઝીલેન્ડ સામે હૈદ્રાબાદમાં ૩૩૧ (બીજી વિકેટની રનની ભાગીદારી નોંધાઈ હતી. જે ભાગીદારીનો રેકોર્ડ છે. બીજા ક્રમે ગાંગુલી- દ્રવિડે (બીજી જ) ૩૧૮ રનની શ્રીલંકા સામે ભાગીદારી નોંધાવી હતી. (મે ૧૯૯૯)
* તેંડુલકર સૌથી વધુ ૪૬૩ વન ડેનો, બીજા ક્રમે જયાસુરિયા ૪૪૫ અને જયવર્દને ૩૮૬ સાથે ત્રીજા ક્રમે છે.
* તેંડુલકરે ૪૬૩ વન ડેમાં રેકોર્ડ ૬૨ વખત મેન ઓફ ધ મેચ જીત્યા છે. બીજા ક્રમે જયસુરિયા ૪૪૫ વનડેમાં ૪૮ મેન ઓફ ધ મેચ અને ત્રીજા ક્રમે કાલિસ ૩૨૧ વનડેમાં ૩૨ મેન ઓફ ધ મેચ છે.
* સૌથી લાંબી વન ડે કારકિર્દીનો પણ તે રેકોર્ડ ધરાવે છે. ૧૬ ડિસેમ્બર, ૧૯૮૯ થી ૧૮ માર્ચ, ૨૦૧૨ દરમ્યાન તે ૨૨ વર્ષ ૯૧ દિવસની કારકિર્દી ધરાવે છે જેમાં ૪૬૩ વન ડે રમ્યો. બીજા ક્રમે જયાસુરિયા ૨૬ ડિસેમ્બર, ૧૯૮૯ થી ૨૮ જુન ૨૦૧૧ એટલે કે ૨૧ વર્ષ ૧૮૪ દિવસ વચ્ચે ૪૪૫ વન ડે રમ્યો. મિયાદાદ ત્રીજા ક્રમે ૧૧ જુન, ૧૯૭૫ થી ૯ માર્ચ ૧૯૯૬ (૨૦ વર્ષ ૨૭૨ દિવસ) ૨૩૩ વનડે રમ્યો.
* તેંડુલકર ક્રિકેટ વિશ્વનો પ્રથમ બેટસમેન બનેલો ે જેણે વન ડે ઇન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારી હતીે. સાઉથ આફ્રિકા સામે ૧૪૭ બોલમાં ૨૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૨૦૦ રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સ્ટેન, પાર્નેલ, મર્વ, લેંગવેલ્ટ, ડયુમિનિ અને કાલિસ જેવા બોલરો હતા. સ્ટેને પ્રતિ બોલર ૮.૯૦ અને પાર્નેલે ૯.૫૦ રન આપ્યા હતા.
* તેંડુલકરે ૪૪ વર્લ્ડકપની ઇનિંગમાં ૨૨૭૮ રન, ૫૬.૯૫ની એવરેજથી ૬ સદી અને ૧૫ અર્ધી સદી નોંધાવ્યા છે જે સૌથી વધુ છે. બીજા ક્રમે ૩૦ વર્લ્ડ કપ ઇનિંગમાં મિયાદાંદે ૧૦૮૩ રન, ૪૩.૩૨ ની એવરેજ એક સદી- આઠ અર્ધી સદી સાથે નોંધાવ્યા છે. કાલીસે ૩૨ ઇનિંગમાં ૧૧૪૮ રન (૪૫.૬૨) ૧ સદી, ૯ અર્ધી સાથે કર્યા છે. ગિબ્સે ૨૩ વર્લ્ડ કપ મેચમાં ૧૦૬૭ (૨-૮), રિચાડ્સે ૨૧ મેચમાં ૧૦૩૪ (૩/૫).

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved