Last Update : 25-December-2012, Tuesday

 

ભરચક્ક વિસ્તારમાં આદમખોર પશુ મકાનમાં ઘૂસી જતાં ફફડાટ
વેરાવળને ધૂ્રજાવતો દીપડો ત્રણ કલાકનો દિલધડક ડ્રામા

નવા બનતા મકાનના બાથરૃમમાં સંતાઈ જતાં દીવાલમાં બે છિદ્રો પાડી ગન દ્વારા ઈન્જેકશનથી બેભાન બનાવી પકડયો

વેરાવળ,તા.૨૪
વેરાવળ શહેરની મધ્યમાં આવેલી સોમનાથ સોસાયટી જેવા ભરચક્ક રહેણાંક વિસ્તારમાં આજે વહેલી સવારે નવા બની રહેલાં મકાનમાં દિપડો ઘુસી જતા લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતાં. સાસણથી આવેલી જંગલખાતાની રેસ્કયુ ટીમે એક કલાકની જહેમતને અંતે દિપડાને બેભાન બનાવી પાંજરે પ ૂરી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડયો હતો.
વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર બી.વી. પડસાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે સીમ વિસ્તારમાં શિકારની શોધમાં આવેલો દિપડો શહેરની મધ્યમાં ૬૦ ફુટનાં રોડ ઉપર આવેલી સોમનાથ સોસાયટીમાં સિંધી ત્રિભુવનભાઈનાં નવા બની રહેલા મકાનમાં ઘુસી ગયો હતો. પાડોશમાં રહેતી મહિલાએ દિપડાને મકાનમાં ઘુસતા જોઈ લેતા તેણે અન્યોને જાણ કરી હતી. બીજી બાજુ આ વિસ્તારમાં કૂતરાંઓએ પણ દિપડાને જોઈને ભસવાનું શરૃ કરી દીધું હતું. આ મકાન પાસે લોકોનાં ટોળા એકત્ર થઈ જતા જંગલખાતાને જાણ કરાઈ હતી. જાણ થતાની સાથે જંગલખાતાની ટીમ સવારનાં ૭ વાગ્યાનાં અરસામાં બનાવસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા નવા ચણાતા મકાનના ભોંયતળિયાનાં ત્રણ રૃમ પૈકીનાં પાછળના રૃમના બાથરૃમમાં દિપડો સંતાયો હોવાનું જણાતા બાથરૃમનો દરવાજો ન હોઈ દરવાજાની આડશે પ્લાયવુડ તથા શેટી વગેરે રાખી દિપડાને અંદર પૂરી દેવાયો હતો. અને સાસણ ખાતે જંગલખાતાની રેસ્કયુટીમને જાણ કરાતા સાડા આઠનાં અરસામાં રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મકાનની પાછળનાં ભાગે બાથરૃમની દિવાલમાં બે કાણાં પાડવામાં આવ્યાં હતાં. એક છિદ્રમાંથી દિપડાની હિલચાલ નિહાળી બીજા છિદ્રમાં ગન દ્વારા ટ્રન્કવીલાઈઝરનું ઈન્જેકશન આપી દિપડાને બેભાન બનાવી દેવાયો હતો. એક કલાક સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યું હતું. બેબાન દિપડાને પાંજરામાં પૂરી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. પાંચ વર્ષની વયનો નર દિપડો બે મીટરની લંબાઈ ધરાવતો હતો અને શિકારની શોધમાં ભટકતા ભટકતા શહેરમાં ઘુસી ગયો હોવાનું જંગલખાતાએ જણાવ્યું હતું. દિપડો મકાનમાં ઘુસી ગયાની વાતે આ વિસ્તારમાં લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતાં. અને દિપડાને પાંજરે પૂરવાનું રેસ્કયુ ઓપરેશન નિહાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરાવળમાં અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં તથા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પણ દિપડા ઘુસી ગયાના બનાવ બન્યાં છે. આ ત્રીજી વખત દિપડો શહેરમાં આવી ચડયાનો બનાવ બન્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved