Last Update : 25-December-2012, Tuesday

 

ઘા પર મલમના બદલે મીઠું
ગૃહ પ્રધાન શિંદેએ વિરોધકારોની સરખામણી માઓવાદીઓ સાથે કરી

યુવતીઓ મોડી રાત્રે રખડી શકે તે માટે મધરાતે દેશને આઝાદી નથી મળી ઃ આંધ્રના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
દેશના પાટનગરમાં એક યુવતી પર કરવામાં આવેલા બળાત્કારના વિરોેધમાં ગુસ્સો વ્યકત કરી રહેલા દેખાવકારોને શાંત કરવામાં રાજકીય નેતૃત્વ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે ત્યારે ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ આજે ઇન્ડિયા ગેટ પાસે એકત્ર થયેલા પ્રદર્શનકારીઓની સરખામણી માઓવાદીઓ સાથે કરી હતી. દરમિયાનમાં દિલ્હીમાં ગેંગરેપ સંદર્ભે ભારે લોકરોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટી (એ.પી.સી.સી.)ના વડાએ વિવાદનો મધપુડો છંછેડયો છે. તેમણે એવો મત વ્યકત કર્યો છે કે 'મહિલાઓએ રાત્રે મુક્ત રીતે ફરવું જોઈએ નહીં. કેમ કે આપણે મધ્યરાત્રીએ આઝાદી મળી હતી.'
તેમણે વિવિધ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગૃહ પ્રધાન ઇન્ડિયા ગેટ જાય અને દેખાવકારો સાથે વાત કરે એમ કહેવુ ઘણુ સરળ છે. આવતીકાલે કોઇ અન્ય રાજકીય પક્ષ પ્રદર્શન કરશે તો ગૃહ પ્રધાને ત્યાં કેમ જવુ ન જોઇએ? આવતીકાલે કોંગ્રેસ અને ભાજપ દેખાવ કરશે. ત્યારબાદ માઓવાદીઓ અહીં આવશે અને શસ્ત્રો સાથે પ્રદર્શન કરશે. શિંદેએ જણાવ્યું હતું કેે મહિલાઓ વિરુદ્ધના અપરાધો ખાસ કરીને બળાત્કાર અંગે કેન્દ્ર સરકારે તમામ રાજયોના મુખ્ય સચિવો અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ(ડીજીપી)ની બેઠક ૪ જાન્યુઆરીએ બોલાવી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે લોકોએ સરકારની ભૂમિકા સમજવાની જરૃર છે. આવતીકાલે આ અન્ય સરકાર સાથે પણ થઇ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ દેખાવકારોની સરખામણી માઓવાદીઓ સાથે કરી રહ્યાં છો? તો તેમણે જણાવ્યું હતું કે તમે આને કાયદા વ્યવસ્થાથી અલગ કરી શકો નહીં. હું આ અંગે અગાઉ પણ જણાવી ચુક્યો છું. જે દિવસથી દેખાવો શરૃ થયા હું તેમને મારા ઘરે અને ઓફિસે મળી રહ્યો છું. મે તેમના પ્રતિનિધિઓની પણ મુલાકાત લીધી હતી.
ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આ તમામ વસ્તુઓ કર્યા પછી પણ તેઓ ન્યાય માંગી રહ્યા છે તો અમે કેવા પ્રકારનો ન્યાય આપીએ? કેટલીક મર્યાદા હોવી જોઇએ અમે તમામ માંગો સ્વીકારી લીધી છે.
તેમણે જણાવ્યું હતું કે ૧૬ ડિસેમ્બરે થયેલા સામૂહિક બળાત્કારના વિરોધમાં ચાલી રહેલા દેખાવોએ ગઇકાલે હિંસક સ્વરૃ ધારણ કર્યુ તેમા કેટલાક રાજકીય તત્વો જવાબદાર હતાં. અમે આ સંદર્ભમાં તપાસ કરી રહ્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અયોગ્ય રીતે સ્થિતિ કાબૂમાં લેવા બદલ દિલ્હીના પોલીસ કમિશનર નિરજકુમારને દૂર કરવામાં આવશે? તેના જવાબમાં શિંદેએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં આ મુદ્દે વાત કરવી યોગ્ય નથી. જ્યારે સ્થિતિ શાંત થઇ જશે ત્યારે હું દોષિતો વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરીશ. દરમિયાનમાં એ.પી.સી.સી.ના વડા બોત્સા સત્યનારાયણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે મધ્યરાત્રીએ આઝાદી મેળવી એટલે આપણે મધ્ય રાત્રીએ પણ રખડવાનું ? મહિલાઓ તે સમયે ખાનગી બસમાં પ્રવાસ ન કરે તો તે વ્યાજબી ગણાશે. બોત્સા સત્યનારાયણ રાજ્યના પરીવહન મંત્રી પણ છે.
સત્યનારાયણને જો કે થોડા સમયમાં જ ખ્યાલ આવી ગયો હતો કે તેમના નિવેદનથી વિવાદ છેડાશે. પરિણામે તેમણે તરત જ ઉતાવળે બીજી પત્રકાર પરિષદ બોલાવીને સ્પષ્ટતા કરી હતી કે, 'એક પિતા તરીકે આ બાબતે મેં, મારી પીડા વ્યકત કરવા પ્રયાસ કર્યો હતો અને પાટનગરમાં બનેલા ગેંગ રેપના બનાવને હું કડક શબ્દોમાં વખોડું છું. તેમણે પોતાના વિધાનથી કોઈ મહિલાની લાગણી દુભાઈ હોય તો તે મુદ્દે માફી પણ માંગી લીધી હતી. તેમણે સરકારે તમામની સલામતિ સંદર્ભે વિચારવું જોઈએ તેવી સ્પષ્ટતા કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved