Last Update : 25-December-2012, Tuesday

 

પાંચ વર્ષ પછી બંને વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાશે
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે બેંગ્લોરમાં ટવેન્ટી-૨૦નો જંગ

મેચનો સાંજે સાતથી પ્રારંભ ઃ બંને ટીમના કેપ્ટન ધોની અને હફીઝને જીતવા માટેનો વિશ્વાસ

બેંગ્લોર, તા. ૨૪
ભારત અને પાકિસ્તાન વચ્ચે અહીં આવતીકાલે ચિન્ના સ્વામી સ્ટેડિયમ પર પ્રથમ ટવેન્ટી-૨૦ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે જ ક્રિકેટ શ્રેણી યોજાઈ હોય તેવું પાંચ વર્ષ પછી બની રહ્યું હોઈ ચાહકો અને બંને દેશની હંમેશા તનાવભરી રાજનીતિને જોતા રાજકારણીઓની નજરમાં પણ એક પ્રકારની ઇંતેજારી જોવા મળે છે. આ મેચનો પ્રારંભ સાંજે ૭ વાગેથી થશે. પાકિસ્તાનના ક્રિકેટરોને આઇપીએલમાં પણ નથી રમાડી શકાતા હોતા ત્યારે આખી ટીમ જ આ રીતે શ્રેણી રમવા આવે તે બંને દેશોના ભાવિ ક્રિકેટ અને સંબંધોની રીતે પણ નિર્ણાયક છે.
મુંબઇમાં આતંકવાદી હુમલા પછી ફરી ક્રિકેટ સંબંધો શરૃ થઇ રહ્યા હોઈ શિવસેનાએ મેચમાં ભંગાણની ધમકી આપી છે. ઘણા નાગરિકો પણ આવું ક્રિકેટ આવકાર્ય નથી માનતા.
ધોનીના નેતૃત્વ હેઠળની ભારતની ટીમે ગયા વર્ષે જ પાકિસ્તાનને વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હરાવ્યું હતું. ભારત ભલે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી હાર્યું પણ ટવેન્ટી-૨૦ ફોરમેટ પર તેની કોઇ અસર નહીં પડે. તે પછી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટવેન્ટી-૨૦ની બે મેચની શ્રેણી ૧-૧થી બરાબર રહી છે.
ભારતની લગભગ આ જ ટીમ ટવેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પહોંચી નહોતી શકી. જયારે પાકિસ્તાન આ વર્ષે ટેસ્ટ અને વન ડેમાં ભારત કરતા સફળ રહ્યું છે.
ભારતને મુખ્ય ચિંતા બોલરોની છે. યુવરાજે અણધારી સારી ભૂમિકા ભજવીને ઇંગ્લેન્ડ સામે આબરૃ જાળવી રાખી હતી. અવના, અશ્વીન અને ચાવલા પ્રભાવહીન રહ્યા હતા. ડીંડા સારો રહેલો. કદાચ ધોની મિથુન કે ભુવનેશ કુમારને રમાડવું પસંદ કરે.
ગંભીર, કોહલી, રૈના, યુવરાજ, રહાને, ધોની, રોહિત શર્મા, જાડેજા હોઈ ભારત પાસે ભરપૂર વિકલ્પ છે.
પાકિસ્તાન કેપ્ટન હફીઝ અને અજમલ જેવા મેચ વીનર ઓફ સ્પિનરોથી હરાવી શકે છે. ગુલ, તન્વીર ડેન્જરસ છે. આફ્રીદી અને શોએબની ઓલરાઉન્ડ ક્ષમતાથી બધા પરિચિત છે. અકમલ બંધુ ટેબલ ટર્ન કરી શકે તેમ છે.
અન્ય યુવા ફાસ્ટ બોલરો અને બેટસમેનો પણ પ્રતિભાશાળી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved