Last Update : 25-December-2012, Tuesday

 

દ.ગુજરાતમાં માસૂમ બાળકી અને બે યુવતી પર બળાત્કાર

સુરતમાં ૪ વર્ષની બાળકી પર પરિચિતનો અત્યાચાર, ગણદેવીમાં પ્રેમિકા અને મોટી દમણમાં મંદબુદ્ધિની તરુણી પર બળાત્કાર

(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગણદેવી, તા.૨૪
દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થી પર ગેંગરેપની ઘટનાને પગલે સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ૪ વર્ષની માસૂમ બાળકી સહિત બે યુવતિ પર બળાત્કારની ઘટના બની છે. સુરતમાં પરિચિત શખ્સે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે, ગણદેવીમાં યુવતિ પર પ્રેમીએ ખેતરમાં બળાત્કાર કર્યો છે. જ્યારે સંઘપ્રદેશ મોટીદમણમાં મંદબુધ્ધિની ૧૪ વર્ષની તરુણી પર મધરાતે બળાત્કાર ગુજારાયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દુવાડા ગામે રહેતી ધર્મિષ્ઠા (નામ બદલ્યું છે) પોતાના ગામ નજીક આવેલી હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ આર્ટસમાં અભ્યાસ કરે છે. તેની આંખો પોતાના મહોલ્લામાં રહેતો અને છૂટક મજુરી કામ કરતો ભાવેશ વિનોદભાઇ નાયકા (ઉ.વ.૨૦) સાથે મળી ગઇ હતી. ગઇકાલે મોડી રાત્રે બન્ને પ્રેમી-પંખીડા ધર્મિષ્ઠાના ઘર નજીક આવેલી આંબાવાડીમાં રાબેતા મુજબ મળ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે ધર્મિષ્ઠા બેભાન હાલતમાં આંબાવાડીની કોતરમાંથી મળી આવતા ચકચાર મચી હતી. કારણ કે ધર્મિષ્ઠાની હાલત જોતાં તેની સાથે બળાત્કાર કરી તેને ગળે દુપટ્ટો બાંધીને જાનથી મારી નાખવાની કોશિષ થઇ હોવાનું જણાતાં ગ્રામજનોએ તુરંત ગણદેવી પોલીસને બનાવની જાણ કરી હતી અને ત્યારબાદ બેહોશ ધર્મિષ્ઠાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખારેલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ તેની નાજુકા સ્થિતિ જોતાં તેને ડૉકટરોએ નવસારી ખાનગી હોસ્પિટલમાં રીફર કરી હતી. જ્યાં તેને આઇસીયુમાં રાખવામાં આવી છે. જેના કારણે પોલીસ ધર્મિષ્ઠાનું નિવેદન લઇ શકી ન હતી.
કથિત ગેંગરેપની જોરશોરથી ઉઠેલી ચર્ચાઓ વચ્ચે સારવાર કરનાર ડૉકટરો દ્વારા ધર્મિષ્ઠા સાથે બળાત્કાર થયો હોવાના કોઇ ચિન્હો નહી દેખાયા હોવાનું જણાવાયું હતું. દરમિયાન પોલીસે એફએસએલ સુરત ખાતે ધર્મિષ્ઠાના જરૃરી ટેસ્ટ કરવા સેમ્પલો મોકલ્યા હતા. જેનો રિપોર્ટ બાદ જ સાચી પરિસ્થિતિ બહાર આવશે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ધર્મિષ્ઠાના પ્રેમી ભાવશ નાયકાની મોડી સાંજે ધરપકડ કરી હતી અને તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તેની સામે પોલીસે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ નવસારી એલસીબી પી.આઇ. કે.એન. પટેલ કરી રહ્યા છે.
જ્યારે સુરતમાં ઉધના પટેલનગરમાં રહેતા શ્રમજીવીની સવા ચાર વર્ષની પુત્રી આરતી (નામ બદલ્યું છે) ગત શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી ત્યારે અગાઉ પાડોશમાં જ રહેતો પરીચિત યુવાન જડીયા ચૌધરી સ્વાંઇ (ઉ.વ.૪૦) તેને રમાડવા લઇ ગયો હતો.
અગાઉ પણ બાળકીને રમાડવા લઇ જતો જડીયા શનિવારે રાત્રે મોડે સુધી બાળકીને મૂકી ન જતા બાળકીની માતાએ પતિને જાણ કરી હતી. દરમિયાન, નવ વાગ્યે જડીયા આરતીને ઘરે મૂકી ચાલ્યો ગયો હતો. રાત્રે આરતીને તાવ ભરાયો હતો અને તે ગભરાયેલી હતી. બીજા દિવસે કંઇક અજુગતું થયાની આશંકાએ માતાએ આરતીને પૂછતા તેણે જે જણાવ્યું તે સાંભળી માતા ચોંકી ઉઠી હતી. આરતીએ જણાવ્યું હતું કે જડીયા તેને પટેલનગર ખાડીના કિનારે લઇ ગયો હતો અને કપડાં કાઢી અડપલાં કર્યા હતા.
મહિલાએ આ અંગે પતિને જાણ કરતા તેમણે ઉધના પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ જડીયાની ધરપકડ કરી બાળકીને તબીબી પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે સૌ પ્રથમ છેડતીનો ગુનો નોંધ્યો હતો પરંતુ તબીબી પરીક્ષણમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારાયો હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો. બળાત્કાર ગુજારનાર જડીયા ત્રણ સંતાનોનો પિતા છે અને તેણે ચાર માસ અગાઉ પત્ની-બાળકોને વતન ઉડીસા મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ ઉધના પીઆઇ એચએસ રત્નુ કરી રહ્યા છે.
બીજી તરફ સંઘપ્રદેશ મોટી દમણમાં માછીવાડમાં રહેતી ૧૪ વર્ષની મંદબુધ્ધિની તરુણી પર ઘરે જમવા આવતા યુવાને બળાત્કાર ગુજાર્યો હતો. આંબાવાડીમાં રહેતો એવો મૂળ મહારાષ્ટ્રનો ૨૨ વર્ષનો યુવાન મનોજ સુદામ સમુદ્દ તરુણીના ઘરે જમીને ત્યાં જ સૂઇ ગયો હતો. ત્યારબાદ મળસ્કે ચાર વાગ્યે તરુણી પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન તરુણીની દાદી જાગી જતાં તે ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે દમણ પોલીસને ફરિયાદ બાદ યુવાનને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved