Last Update : 25-December-2012, Tuesday

 

રાષ્ટ્રપતિની પરિસ્થિતિ પર ચાંપતી નજર
દિલ્હીમાં અંધાધૂંધી ઃ પીડિતાની તબિયત અતિ ગંભીર

ભાજપે રાષ્ટ્રપતિને મળી સંસદના વિશેષ સત્રની માગણી કરીઃ બે એસીપી સસ્પેન્ડઃ નવની ધરપકડ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૪
દિલ્હીમાં ચાલતી બસમાં બળાત્કારનો ભોગ બનેલી પેરામેડિકલની ૨૩ વર્ષીય વિદ્યાર્થિનીની હાલત ફરી નાજુક બની ગઇ છે. તેના આંતરિક ભાગમાંથી આજે ફરી લોહી નીકળ્યું હતું અને તેથી તેની હાલત બગડી છે. આજે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. વડાપ્રધાન મનમોહન સિંહે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું તો વિરોધ પક્ષે રાષ્ટ્રપતિને મળીને સમગ્ર મામલો રજૂ કર્યો હતો અને ગુનેગારોને કડક સજા આપવાની માગ કરી હતી. ભાજપે આવા ગુના આચરનારાઓને ફાંસીની સજાનો કાયદો લાવવાનો અને તે અંગે ચર્ચા કરવા માટે ખાસ સત્ર બોલાવવાની માગ કરી હતી.
ગઇકાલે પ્રદર્શનકારીઓ પર પોલીસે આચરેલા દમનનો વિરોધ નોંધાતાં સરકારે આજે પગલાં લીધા હતા અને એસીપી રેન્કના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ગઇકાલે ઇન્ડિયા ગેટ પર થયેલી હિંસામાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હિંસામાં ઘવાયેલાં એક પોલીસકર્મીની હાલત હજુ પણ ગંભીર છે. પીડિતા જ્યાં સારવાર લઇ રહી છે તે સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરોએ આજે જણાવ્યું હતું કે પીડિતાની સ્થિતિ ગઇકાલ જેટલી સારી નથી. જોકે તેના અન્ય અંગો સામાન્ય કામગીરી કરી રહ્યા છે. તેને વેન્ટિલેટરનો સપોર્ટ યથાવત છે. પીડિતાને તાવ પણ છે.
ઇન્ડિયા ગેટનો માર્ગ બંધ કરી દેવાતાં પ્રદર્શનકારીઓ આજે જંતરમંતર ખાતે ભેગા થયા હતા. તેમાં સ્કૂલના બાળકો સહિત હજારો લોકો સામેલ થયા હતા. કલમ ૧૪૪ લગાડીને પોલીસે અનેક સ્થળે પ્રદર્શનકારીઓને ભેગા થવા દીધા ન હતા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને પીડિતાની હાલત સહિત અન્ય બાબતો પર તેઓ નજર રાખી રહ્યા છે અને એ મામલે વડાપ્રધાન મનમોહન સિંહ અને ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદે સાથે સતત સંપર્કમાં છે. એક મહિલા પ્રતિનિધિમંડળ પણ તેમને મળ્યું હતું.
આ કેસમાં તમામ આરોપીઓ પકડાઇ ગયા હોવાથી અને સાક્ષીની જુબાની પૂરી થઇ ગઇ હોવાને કારણે હવે પોલીસ એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઇલ કરે તેવી શક્યતા છે. લેફ્ટેનેન્ટ ગવર્નર તેજિન્દર ખન્ના અને મહિલા જૂથો વચ્ચેની બેઠકમાં પોલીસ કમીશનર નીરજ કુમારે આ માહિતી આપી હતી.
ગઇકાલે ઇન્ડિયા ગેટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં બનેલી હિંસાની ઘટનાની નોંધ લઇને આજે એસીપી મોહન સિંહ દબાસ (ટ્રાફિક) અને યજ્ઞારામ (પીસીઆર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડીસીપી પ્રેમનાથ અને સતબીર કટારિયાને તેમના જવાબો મોકલવાની સૂચના આપવામાં આવી છે.
વિરોધ પક્ષ ભાજપ લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજ સહિતના નેતાઓ આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા હતા અને આ મુદે ચર્ચા કરવા માટે વિશેષ સત્ર યોજવાની માગ કરી હતી. ગઇકાલે પોલીસે પ્રદર્શનકારીઓ પર કરેલાં દમનની પણ માહિતી આપી હતી.

 

દિવસનો ઘટનાક્રમ
* વડાપ્રધાન મનમોહન સિંહે શાંતિ જાળવવાની અપીલ કરી
* ગઇકાલે પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલાં દમનના અનુસંધાનમાં બે એસીપી સસ્પેન્ડ
* દિલ્હીના લેફ્ટેનેન્ટ ગવર્નર તેજિન્દર સિંહ અમેરિકાથી પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા
* શીલા દીક્ષિત વડાપ્રધાનને મળ્યાં, પીડિતા સહિત તમામ ઘટનાની માહિતી આપી
* પ્રદર્શનકારીઓએ જંતર-મંતર અને સફદરજંગ હોસ્પિટલે વિરોધ દર્શાવ્યા, નવની ધરપકડ કરવામાં આવી
* ભાજપના આગેવાનો રાષ્ટ્રપતિને મળ્યા, ખાસ સત્ર બોલાવવાની માગ કરી
* પીડિતાની સ્થિતિ નાજુક હોવાનો અહેવાલ ડોક્ટરોએ આપ્યો.

ચેનલોને સંયમ રાખવા અપીલ
દિલ્હી ગેંગેરેપની ઘટનાના કવરેજમાં કેટલીક ખાનગી ચેનલોએ 'પરિપક્વતા' દર્શાવી નથી તેવો આક્ષેપ કરતાં સરકારે તેમને જવાબદારી સાથે સંયમ રાખવાની જરૃરિયાત પર ભાર મુક્યો હતો.
એક એડવાઇઝરી જારી કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચેતવણી આપી હતી કે કેબલ ટીવી નેટવર્ક રૃલ્સ, ૧૯૯૪નો ભંગ જણાશે તો તે ચેનલ સામે પગલાં લેવામાં આવશે. કેટલીક ચેનલો ચોવીસ કલાક આ ઘટનાનું કવરેજ કરીને અતિરેક કરી રહ્યા છે. આ ઘટના અને તેને કારણે લોકોમાં ભભૂકેલો રોષ એક અત્યંત સંવેદનશીલ મામલો છે અને કોઇ 'અયોગ્ય મીડિયા કવરેજ'થી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડશે.

હિંસા ફેલાવવા બદલ રામદેવ અને વી.કે. સિંહ સામે એફઆઇઆર
ગેંગરેપ સામેના વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા હતા. ઇન્ડિયા ગેટ સહિત અનેક ભાગો પર પ્રતિબંધ હોવાને કારણે આજે લોકો જંતર-મંતર ખાતે ભેગા થયા હતા. ગઇકાલની ઘટનામાં પોલીસે હિંસા ફેલાવવા બદલ બાબા રામદેવ અને પૂર્વ સેના વડા વી.કે. સિંહ સામે એફઆઇઆર દાખલ કરી હતી. આ બન્ને જણાએ ભાષણ કરીને લોકોને ભડકાવ્યા હતા. તેમના સમર્થકો પોલીસ કોર્ડન તોડીને હિંસા ફેલાવી હતી તેવો પણ પોલીસનો આરોપ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved