Last Update : 25-December-2012, Tuesday

 

વિપક્ષી નેતા પદ માટે અડધો ડઝનની દાવેદારીથી કોંગ્રેસ મૂંઝવણમાં

ભાજપ પ્રમુખને હરાવનારા રાઘવજી પટેલે સ્પર્ધામાં ઝૂકાવ્યું ઃ વિઠ્ઠલ રાદડિયાની તો સીધેસીધી માગણી

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં મુસિબત કોંગ્રેસનો પીછો છોડતી નથી. સત્તા હાંસલ કરવાની મહેનત-જહેમત પછી તેની બે બેઠકો વધી, ત્યારબાદ હવે વિધાનસભામાં વિપક્ષી નેતા કોને બનાવવો એ યક્ષપ્રશ્ન કોંગ્રેસ માટે ભારે પેચીદો બની ગયો છે, કારણ કે વિપક્ષની પ્રાઇમ પોસ્ટ માટે અડધો ડઝન જેટલા દાવેદારો ઊભા થયા છે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જાહેરમાં ભલે વિપક્ષી નેતા બનવાની ના પાડતા હોય, પરંતુ જેમ એમણે જાહેરમાં લડવું નથી... લડવું નથી કહીને છેલ્લી ઘડીએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું તેમ કોંગ્રેસના મોટાભાગના ટોચના નેતાઓ શંકરસિંહ વિપક્ષી નેતા બનવા આતુર હોવાનું માની રહ્યાં છે.
છઠ્ઠીવાર ધોરાજીથી વિધાનસભામાં ચૂંટાયેલા વિઠ્ઠલ રાદડિયાએ તો સંસદ પાછા નહીં ફરવાનું કહીને પોતાને વિપક્ષી નેતા પદ સોંપવાની માગણી કોંગમી હાઇકમાન્ડને કરી દીધી છે. ૧૯૯૦માં પહેલીવાર ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વિઠ્ઠલ રાદડિયા ૧૯૯૭-૯૮માં શંકરસિંહની રાજ્ય સરકાર વખતે સિંચાઇ પ્રધાન રહી ચુકેલા છે. કેન્દ્રમાં યુપીએ સરકારના છેલ્લા વિસ્તરણ વખતે તેમને કેન્દ્રીય પ્રધાનપદ મળવું પાક્કુ હતું. પરંતુ જકાતનાકે બંદુક બતાવવાના પ્રકરણથી છેલ્લી ઘડીએ હાઇકમાન્ડને ફેરવિચાર કરવો પડયો હતો.
પાંચમી વાર વિધાનસભામાં ચૂંટાઇને આવેલા લેઉઆ પાટીદાર સમાજ અન્ય એક આગેવાન રાઘવજી પટેલે પણ વિપક્ષી નેતા પદ મેળવવાની સ્પર્ધામાં પોતાનું નામ રમતું મૂકી દીધું છે. રાઘવજી પટેલનો મુખ્ય પ્લસ પોઇન્ટ એ છે કે, એમણે જામનગર ગ્રામીણ બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુને શિકસ્ત આપી છે. ૧૯૯૦માં પહેલી વાર ભાજપમાંથી વિધાનસભામાં ચૂંટાયેલા રાઘવજી ભલે સુરેશ મહેતાની તથા શંકરસિંહની સરકારોમાં પ્રધાન બન્યા હતા, પરંતુ એમનું મૂળ ગોત્ર ભાજપ નહીં બલકે કોંગ્રેસ છે એ બહુ ઓછા જાણે છે. ૧૯૮૫માં તેઓ પહેલીવાર કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ સામે લડેલાં અને માત્ર ૪ હજાર મતોથી હાર્યા હતા !
વિધાનસભામાં સૌથી સીનિયર એવા ૧૯૭૨ થી ચૂંટાયા ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સીનિયોરિટીની દ્રષ્ટિએ વિપક્ષી નેતા પદ માટે બધામાં અગ્રક્રમે ગણાય, અલબત્ત, હાઈ કમાન્ડે તેમને બાજુએ મૂકીને વિપક્ષી નેતા પદે તેમનાથી જુનિયરોને છેલ્લી ત્રણ ટર્મ વિપક્ષી નેતા બનાવેલા એ બાબત અહીં ખાસ નોંધવી ઘટે.
આ ઉપરાંત વિપક્ષી નેતા પદની હોડમાં સિધ્ધપુરથી ચૂંટાયેલા ખમતીધર બલવન્ત સિંહ રાજપૂત અને ઠાસરાના સીનિયર ધારાસભ્ય રામસિંહ પરમાર પણ છે જ. આ સંજોગોમાં પ્રાઈમ પોસ્ટ કોને સોંપવી તે પસંદગી હાઈકમાન્ડ માટે મુશ્કેલરૃપ બની ગઈ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved