Last Update : 25-December-2012, Tuesday

 

નરેન્દ્ર મોદીના ચોથા રાજ્યાભિષેકની તડામાર તૈયારી

સોગંદવિધિ સમારોહની ભવ્યતામાં કોઇ કચાશ ન રહે તે માટે તંત્ર ખડે પગે

 

 

સમગ્ર ભાજપ સમારોહની સફળતા માટે વ્યસ્ત ભાજપના તમામ રાષ્ટ્રીય મહાનુભાવો હાજર રહેશે

અમદાવાદ, સોમવાર
સમગ્ર ભાજપ પક્ષ અને ગુજરાત સરકારનું તંત્ર અત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સોગંદવિધિ (રાજ્યાભિષેક) સમારોહમાં વ્યસ્ત છે. ભાજપના તમામ રાષ્ટ્રીય નેતાઓના કન્ફર્મેશન આવી ગયા છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવી રહ્યા છે. જયલલીતા, મમતા બેનર્જી અને મુલાયમ સિંહનું કન્ફર્મેશન હજુ મળ્યું નથી. આ તમામ મહાનુભાવો માટેની વ્યવસ્થા માટે જવાબદારી સોંપાઈ ગઈ છે. અમદાવાદ શહેરને સંખ્યાની વિશેષ જવાબદારી સોંપાઈ છે. જયારે ગુજરાત સરકારના પ્રોટોકોલ વિભાગ અને માર્ગ-મકાન વિભાગ કામે લાગ્યું છે.
મુખ્યમંત્રી પદના ચોથીવાર શપથગ્રહણ કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમારોહને ભવ્યતા બક્ષવામાં કોઈ કચાશ છોડવા માંગતા નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ થી લઈને અડવાણી, જેટલી, શુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોષી, રાજનાથ સિંહ, વેંકૈયા નાયડુ અને અન્ય હોદ્દેદારો આ ભવ્ય સમારોહના સાક્ષી બનવા આવી રહ્યા છે. જેથી ભાજપના અગ્રણીઓને તેમને વિમાની મથકેથી રિસિવ કરવા, હોટલ-એનેક્ષી સરકીટ હાઉસ લઈ જવા અને ત્યાંથી સમારંભના સ્થળે સ્ટેડીયમ ખાતે લાવવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. તેમની સાથે જ સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા પણ આ મહાનુભાવો માટે સુરક્ષા અને પોલીસ ગાઇડ-વાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જયારે નવરંગપુરા સરદાર સ્ટેડીયમ ખાતે ભવ્ય સ્ટેજ તૈયાર થઈ ચૂકયું છે.
ગઈકાલે અમદાવાદ શહેરની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૬૪ વોર્ડના પ્રમુખો, ધારાસભ્યો, કોર્પોરેટર્સ વગેરેને દરેક વોર્ડમાંથી ઓછામાં ઓછી ૫૦૦ વ્યકિતઓને લઇને આવવા સૂચના આપવામાં આવી છે. તેમને એવી પણ સુચના આપવામાં આવી છે કે આવનારી વ્યકિત હાઈ સોસાયટીની હોવી જોઈએ. ઝૂંપડપટ્ટીમાંથી વાહનો ભરવાના નથી. ઉપરાંત કોઇ પણ કોર્પોરેટર કે વોર્ડ પ્રમુખે આગળની જગ્યા પચાવી પાડીને બેસી જવાનું નથી. બહાર રહીને વ્યવસ્થાની ચિંતા કરવાની છે. સચિવાલય ખાતે માર્ગ અને મકાન વિભાગે મંત્રીઓની તમામ ચેમ્બરોનો કબજો લઈ લીધો છે. તમામ જૂના મંત્રીઓના બોર્ડ ઉતારી લઈ કલર કરીને તૈયાર રાખવામાં આવ્યા છે. ઓફીસની સફાઈ કરી કેટલીક ચેમ્બરમાં નવું ફર્નિચર ગોઠવી દેવામાં આવ્યું છે. જો કે તા. ૨૬ ડિસેમ્બરે માત્ર નરેન્દ્ર મોદી એકલા જ મુખ્યમંત્રી પદના અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. મંત્રી મંડળની રચના થોડા દિવસ બાદ કરવામાં આવશે. તેમાં પણ પ્રથમ તબક્કામાં થોડા મંત્રીઓનો જ સમાવેશ થશે. સમય વિત્યા બાદ ફરી મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે. જો કે ચૂંટાયેલા અનેક ધારાસભ્યો પોતાનો ચાન્સ જોઈ રહ્યા છે અને અત્યારથી જ સપનાઓમાં રાચતા થયા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved