Last Update : 25-December-2012, Tuesday

 

સબસિડી અંગે સરકારની ઊદાસીનતા પાછળ ખાતર પ્લાન્ટને તાળા મરાશે

અંદાજે રૃ. ૩૮૦૦૦ કરોડ જેટલી સબસિડીની રકમ છૂટી ન કરાતા ઊભી થયેલી તીવ્ર નાણાભીડ

નવી દિલ્હી, સોમવાર
સરકાર દ્વારા માન્ય કંપનીઓ માટેની સબસિડીમાં ઊદાસીનતા હોવાના કારણે એટલે કે સબસિડીની આ રકમ છુટી ન કરતા સંખ્યાબંધ ખાતર એકમો નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેના પરિણામે ખાતર ઉદ્યોગના કેટલાક યુનિટોને તાળા મારવાનો વખત આવી ગયો છે.
ખાતર ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ફર્ટિલાઇઝર કંપનીઓ માટે સબસિડીની રૃ. ૩૮૦૦૦ કરોડ જેટલી બાકી નીકળતી રકમ ચૂકવવા માટે પાની પાની કરી રહી છે. આ રકમ છુટી ન થતી હોવાના કારણે ફર્ટિલાઇઝર ક્ષેત્રની આ કંપનીઓ ભારે નાણા ભીડનો સામનો કરી રહી છે. જે પૈકી કેટલાક ખાતર પ્લાન્ટ બંધ કરવા પડે તેવું જોખમ ઉદભવ્યું છે.
ફર્ટિલાઇઝર્સ ક્ષેત્રની કંપનીઓ તેમની ક્રેડિટ લિમિટમાં વધારો કરવા ધસારો કરી રહી છે તો બીજી તરફ ફર્ટિ. મંત્રાલય દ્વારા આ કંપનીઓ માટે વચગાળાની બેંકિંગ વ્યવસ્થા કરવા માટે નાણા મંત્રાલયને રજૂઆત કરાઇ છે. આમ, આ ક્ષેત્રની કંપનીઓને તીવ્ર નાણાભીડનો સામનો કરી રહી હોવાના કારણે આ આદેશ અપાયો હોવાનું કહેવાય છે.
દરમિયાન ફર્ટિલાઇઝર એસોસીએશન ઓફ ઇન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું કે સબસિડીની છુટી કરવામાં થોડા વિલંબના કારણે આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ સરકારે ચાલુ વર્ષના ઓગસ્ટ માસથી આ રકમ છુટી કરી નથી. આમ, આ ઉદાસીનતાના કારણે કંપનીઓની કાર્યકારી મુડી પર દબાણ આવ્યું છે. જો આ પ્રતિકૂળતા દૂર કરવી હોય તો સરકારે તાત્કાલીક રૃ. ૪૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ છુટુ કરવું પડશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે હાલના બાકી નીકળતા લેણા એ રૃ. ૬૦૦૦૦ કરોડથી વધુ આ વર્ષની અંદાજપત્રીય ખાધ ઉપરાંતના છે. આમ, આ પ્રતિકૂળ મુદ્દાને લઇને ખાતર કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ જવા પામી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved