Last Update : 25-December-2012, Tuesday

 

ટેકસ ફ્રી બોન્ડસમાં ઓછી લેવાલી ઃ વર્તમાન નાણાકીય વર્ષમાં નીચા વળતરનું પુરિબળ જવાબદાર

ગયા વર્ષે રૃ.૩૦ હજાર કરોડના ટેક્સ ફ્રી બોન્ડ જારી કરાયા હતા તેની સામે આ વર્ષનું રૃ.૫૫ હજાર કરોડનું ટારગેટ

મુંબઈ,તા.૨૪
સરકારી માલિકીની કંપનીઓ દ્વારા જારી કરાયેલ ટેક્સ ફ્રી બોન્ડસમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લેવાલી ઓછી રહી છે. નીચું વળતર અને ઓછા કમિશનના કારણે દલાલોના ઉત્સાહના અભાવે આવું થયું હોવાનું ઈન્વેસ્ટમેન્ટ બેંકરોનું માનવું છે.
પાવન્ફાઈનાન્સ કોર્પોરેશનનો ગ્રીન શૂ ઓપ્શન સાથેનો રૃ.૫૬૦૦ કરોડનો બોન્ડ ઈસ્યુ શુક્રવારે બંધ થવાનો હતો તેને હવે ગુરૃવાર સુધી રખાયો છે કેમ કે ગત સપ્તાહના અંતે માત્ર ૬૦ ટકા જ ભરાયો હતો.
તે જ રીતે રુરલ ઈલેક્ટ્રીફીકેશન કોર્પોરેશન (આરઈસી) નો બોન્ડ ઈસ્યુ જે આ મહિનાની શરૃઆતમાં બંધ થયો હતો તેમાં રૃ.૩૦૦૦ કરોડ જ મળ્યા હતા જેનું ટાર્ગેટ રૃ.૫,૫૦૦ કરોડ (ગ્રીન શુ ઓપ્શન સહિત)નું હતું. ઈસ્યુ સાઈઝ રૃ.૧૦૦૦ કરોડ હતી જે પૂર્ણપણે ભરાણો હતો પણ ગ્રીન શું ઓપ્શનમાં કોઈ રસ ન લેવાયો તેથી ઈન્વેસ્ટરોની માગ નબળી હોવાનો નિર્દેશ મળતો હોવાનું ઈન્વેસ્ટર બેંકરોનું માનવું હતું. ગયા વર્ષે ગ્રીન શૂ ઓપ્શન પૂરો ભરાઈ ગયો હતો.
બેંકરોને હવે ડર છે કે ઈન્ડિયા ઈન્ફ્રા. ફાઈનાન્સ કંપની લિ. (આઈઆઈએફસીએલ)ની રૃ.૧૦,૦૦૦ કરોડ ૨૬મી ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી સુધીમાં ઊભા કરવાના ભરણાનો પણ પુરોગામી બે ભરણાઓ જેવો જ અંત આવશે. ટેક્સ ફ્રી બોન્ડનું વળતર લોકોને આકર્ષક લાગતું ન હોવાથી નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સમાને છે.
એચએનઆઈ કે કોર્પોરેટ રોકાણકારો માટે ૭.૨ ટકાનું વળતર આવા બોન્ડસ ટેક્સ ફ્રી હોવા છતાં આકર્ષક લાગતુ નથી કેમ કે આ વળતર ગયા વર્ષે મેલા ૮.૧ ટકાથી ૮.૩ ટકાના વળતર કરતા ઓછું છે. એમ એક ઈન્વેસ્ટમેન્ટ બેંકરે જણાવ્યું હતું. બે ઈસ્યુ વચ્ચે સમયગાળો ન હોવાનું કારણ પણ મહત્ત્વનું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
સરકારી માલિકીની કંપનીઓએ ગયા વર્ષે રૃ.૩૦,૦૦૦ કરોડનાં ટેક્સ ફ્રી બોન્ડ બહાર પાડયા હતા. તેમાંથી પ્રોત્સાહિત થઈ ૨૦૧૨-૧૩માં આવા રૃ.૫૫,૦૦૦ કરોડનાં બોન્ડ બહાર પાડવા પરવાનગી અપાઈ છે.
ઈન્વેસ્ટર બેંકરોનું એવું પણ માનવું છે કે એનએમડીસી, કેર રેટીંગ્સ અને ભારતી ઈન્ફ્રરેટસમાં રૃ.૧૧,૦૦૦ કરોડની રકમ ખેંચાઈ ગઈ તેથી પણ ટેક્સ ફ્રી બોન્ડ માટે પ્રવાહિતા ઘટી હોવાનું મનાય છે.
દલાલોને આ બોન્ડ માટે માત્ર ૦.૧ ટકા ફી મળે છે. તેતી તેમણે પણ રસ લીઘો નથી. કંપનીઓની ફિક્સ ડિપોઝીટમાં ૨થી ૩ ટકાની ફી મળે અને મ્યુચ્યુઅલ ફંડસમાં ૧ ટકો, તેની સામે આટલી ઓછી ફીએ દલાલોએ ટેક્સ ફ્રી બોન્ડસ વેચવા મહેનત કરી ન હોવાનું જાણવા મળ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved