Last Update : 25-December-2012, Tuesday

 

કેબિનેટમાં નિર્ણય લેવાય તો
કોલસાના અપેક્ષિત તીવ્ર ભાવવધારાની ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર પર વિપરિત અસર થશે

બારમી પંચવર્ષીય યોજનાના અંતે પણ ભારતમાં માગ કરતા પુરવઠો ઘણો ઓછો હશે

મુંબઈ,તા.૨૪
કેન્દ્રીય પ્રધાન મંડળની કોલસાના ભાવ સસ્તી સ્થાનિક ઉત્પાદનમાં ભાવને મોંઘા આયાતી કોલસાના ભાવ સાથે પુલ કરીને નક્કી કરવાનો નિર્ણય લેશે તો ઘરઆંગણે કોલસાના ભાવમાં તીવ્ર વધારો થશે છેલ્લા ૨ વર્ષથી ઘટતા રહેલા કોલસાના ભાવ મધ્યમ ગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સુધરવાની અપેક્ષા રખાય છે. અને કોલસાનો ભાવ વધારો જે કંપનીઓ સ્થાનિક સપ્લાયના કરાર ધરાવે છે. તેમને વધુ દઝાડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવ જાન્યુ. ૨૦૧૧માં ટનના ૧૨૦ ડોલર હતા તે ડિસેમ્બર ૨૦૧૨માં ૯૦ ડોલર સુધી ઘટતાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ કોલસાના ઉપયોગ અંગે વૈશ્વિક સ્તરે કડક ધોરણો અમલમાં હોઈ ભારતમાં પણ કોલસાની પુલ્ડ પ્રાઈસ વધશે.
ભારતમાં સારામાં સારા કોલસાનો ભાવ અને આંતરરાષ્ટ્રીય બેન્ચ માર્ક ભાવ વચ્ચે ૨૦૦૩માં ૧૪ ડોલરનો તફાવત હતો જે ૨૦૦૮માં વધીને ટને ૧૦૪ ડોલર થયો હતો. ૨૦૦૯માં ઘટીને ડોલર, ૨૦૧૧માં વધીને ૮૯ ડોલર અને ૨૦૧૨માં ઘટી ૬૭ ડોલરનો થયો છે.
કોલસાની તંગીના કારણે ભારતમાં વિજ-ઉત્પાદનની ભારે અછત રહી છે અને તેમાં પણ મોટાભાગની ક્ષમતા કોલસા આધારીત હોઈ, આયાતી કોલસાની ભારે માગ રહેવાની સંભાવના છે. જાણકારો જણાવે છે કે કોલસા આધારિત કેટલાક અલ્ટ્રા મેગા-પ્રોજેકટો પણ આવી રહ્યા છે. તેમને ચલાવવા પણ આયાતી કોલસાની માગ વધશે. આયાતી કોલસા પરની ૫ ટકાની આયાત જકાત પડતી મૂકવાના કારણે પણ માગ વધશે એવું એનાલિસ્ટોનું માનવું છે. બારમી પંચવર્ષિય યોજનાના અંતે કોલસાની માગ વધી ૬૮.૨૧ કરોડ ટન થશે પણ પુરવઠો ૪૯.૨૨ કરોડ ટનનો જ અંદાજાયો છે. પરિણામે ૧૮.૯ કરોડ ટન કોલસાની આયાત કરવી પડશે. વિજ ઉત્પાદન ઉપરાંત સિમેન્ટ, આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગમાં પણ માગ વઘવાનો અંદાજ મૂકાયો છે.
ચીનમાં પણ સ્થાનિક કોલસાના ભાવના ઘટાડાની અસર તેની આયાતો પર થઈ નથી. ૨૦૧૨ના પ્રથમ ૫ માસમાં તેની કોલસાની આયાતો ૬૯ ટકા વધી હોવાના અહેવાલો છે.
જો કે અન્ય ઘણા આંતરરાષ્ટ્રીય પરિબળો પણ કોલસાના ભાવ પર નિમ્નગામી દબાણ લાવી શકે પણ ભારતમાં માગ-પુરવઠાના અસંતુલનના કારણે આયાતો વધતા, પુલ્ડ ભાવો વધતા તેની અસરથી કોર્પોરેટ ક્ષેત્રે ઘેરી અસર થવાની સંભાવના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved