Last Update : 25-December-2012, Tuesday

 

૨૦૧૨માં એફઆઈઆઈએ સલામત શેરોમાં જ સૌથી વધુ રોકાણ કર્યુંઃ સિમેન્ટ તથા ફાર્મા પર વધુ પસંદગી

વિદેશી સંસૃથાઓના રોકાણનો આંક બાવીસ અબજ ડોલરાૃથી ઉપર

મુંબઈ, તા. ૨૪
૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ) ભારતીય બજારોમાં અત્યારસુધી ભલે ૨૨ અબજ ડોલર ઠાલવ્યા હોય પરંતુ તેમનું આ રોકાણ માત્ર બ્લ્યુચીપ શેરોમાં જ આવ્યું છે. શેરોની પસંદગીમાં એફઆઈઆઈએ એકદમ સલામત અભિગમ અપનાવ્યો છે. એક અભ્યાસ પ્રમાણે એફઆઈઆઈએ પચાસ ટકાથી વધુ લિસ્ટેડ શેરોમાં રોકાણ કરીને પોતાના રોકાણમાં વૈવિધ્યતા રાખી છે. અનેક ક્ષેત્રોમાં તેમણે પસંદગી ઊતારી છે. ગયા વર્ષે એેફઆઈઆઈએ સાઈકલિકલ ક્ષેત્રો જેમ કે ઈન્ફ્રાસ્ટ્રકચર, મેટલ્સ, રિઆલ્ટી અને કોમોડિટીઝમાં મોટો ખેલો કર્યો નહતો.
૨૦૧૨ના સપ્ટેમ્બર સુધીના ત્રણ ત્રિમાસિક ગાળા દરમિયાનના એફઆઈઆઈના રોકાણની વાત કરીએ તો એફઆઈઆઈએ આ સમયગાળામાં સોફટવેર, ફાર્મા, ફાઈનાન્સ, એફએમસીજી તથા આઈટી ક્ષેત્રોના શેરોમાં ધૂમ ખરીદી કરી છે. સિમેન્ટ ક્ષેત્રમાં ગયા વર્ષની સારી કામગીરી જોવાયા બાદ અને આ વર્ષે ચોમાસુ લંબાઈ જતા વર્ષ દરમિયાનની કામગીરી સારી રહેવાની ધારણાંને પગલે આ ક્ષેત્રમાં પણ એફઆઈઆઈએ હાથ નાખ્યો હોવાનું અભ્યાસમાં જાણવા મળે છે.
બેન્કિંગ ક્ષેત્રે એફઆઈઆઈએ માત્ર પસંદગીના શેરોમાં જ ખેલો કર્યોે છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રની બેન્કના શેરો પર વધુ મદાર રાખ્યો છે. આઈટીમાં જોવા જઈએ તો કેટલીક કેટલીક કંપનીમાં એફઆઈઆઈએ પોતાના રોકાણમાં ત્રણ ગણો વધારો કર્યો છે. બીએસઈ ૫૦૦ ઈન્ડેકસમાંના ટોચના ૧૦૦ શેરમાંથી ૩૪ ટકા શેરમાં એફઆઈઆઈના હોલ્ડિંગ્સમાં છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર વધારો થયો છે. આ શેરોમાં મુખ્યત્વે ટીસીએસ, તાતા મોટર્સ, આઈટીસી, હિન્દુસ્તાન લિવર તથા એચડીએફસી બેન્ક, વિપ્રોનો સમાવેશ થાય છે. કેટલાક શેરોમાં એફઆઈઆઈ પોતાના રોકાણમાં ઘટાડો કર્યો હોવાનું પણ જોવા મળે છે.
બજારના ફેવરિટ નથી તેવા ક્ષેત્રમાં પણ એફઆઈઆઈએ પોતાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે. ફાઈનાન્સ ક્ષેત્રની કંપનીઓમાં પણ પસંદગીના શેરો ઊંચકયા છે. સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ૨૦૧૨ના છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં વિદેશી સંસ્થાઓએ કેર્ન ઈન્ડિયામાં પણ પોતાનું રોકાણ વધાર્યું છે. સિમેન્ટ તથા ફાર્મા ક્ષેત્રમાં વિદેશી સંસ્થાઓએ વ્યાપક રસ દાખવ્યો છે. ફાર્મા ક્ષેત્રે નવમાંથી છ સ્ટોેકસમાં અને સિમેન્ટમાં ચારમાંથી ત્રણ સ્ટોકસમાં એફઆઈઆઈએ પોતાનું હોલ્ડિંગ્સ વધાર્યું છે.

FII ના રોકાણમાં સતત વધારો

કંપની

સપ્ટેમ્બર '૧૨ અંતે

ડિસે. '૧૧ અંતે

HDFC બેંક

૩૨.૧૭

૨૯.૬૭

મહિન્દ્રા-મહિન્દ્રા

૩૦

૨૬.૩

ટીસીએસ

૧૪.૮૩

૧૩.૪૧

આઇટીસી

૧૮.૩૨

૧૬.૩૨

હિંદ યુનીલીવર

૨૧.૧૧

૧૮.૬૬

તાતા મોટર્સ

૨૮.૦૩

૨૪.૧૪

સન ફાર્મા

૨૦.૧૪

૧૯.૨૯

કેઇર્ન ઇન્ડિયા

૧૬.૧૭

૬.૨૨

અલ્ટ્રા ટેક સિમેન્ટ

૨૦.૧

૧૬.૧

IOCL

૧.૦૪

૦.૬૯

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved