Last Update : 25-December-2012, Tuesday

 

વીજ કંપનીઓને અપાયેલી લોન્સ બેડ લોન્સ બને તે પહેલા જાગી જવા નાણાં મંત્રાલયને બેન્કરોનો અનુરોધ

ખાનગી વીજ કંપનીઓ લોનના રિપેમેન્ટમાં ડિફોલ્ટ ાૃથવાનો ભય

નવી દિલ્હી, તા. ૨૪
ખાનગી ક્ષેત્રની વીજ કંપનીઓને અપાયેલી લોન્સમાંથી રૃપિયા ૨.૩૦ લાખ કરોડની લોન્સ બેડ લોન્સ થવાની અણી પર હોવાની ચેતવણી આપીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક તથા ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે આ મુદ્દે કેન્દ્રના નાણાં મંત્રાલયને દરમિયાનગીરી કરવા અને સ્થિતિમાંથી ઊગારવા અનુરોધ કર્યો હતો.બેન્કોની વિનંતીને પગલે નાણાં પ્રધાને આ મુદ્દે સંબંધિત મંત્રાલયો સાથે મળીને યોગ્ય તોડ કાઢવા ખાતરી આપી હોવાનું જણાય રહ્યું છે.
રાજ્ય વીજ બોર્ડો તથા વિતરણ કંપનીઓના રૃપિયા બે લાખ કરોડના ડેબ્ટનું રિસ્ટ્રકચરિંગ થવાની તૈયારીમાં છે ત્યારે બેન્કોએ પોતાના કેસને મજબૂત રીતે રજુ કર્યો હતો જેને પગલે વીજ, કોલસા, પર્યાવરણ તથા પેટ્રોલિયમ જેવા સંબંધિત મંત્રાલય સમક્ષ આ મુદ્દો હાથ ધરાશે એવી નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ તરફથી ખાતરી આવી પડી હતી.
જીડીપીમાં કોઈપણ પ્રકારનું યોગદાન આપ્યા વગર વીજ ઉત્પાદન કંપનીઓમાં જંગી માત્રામાં રકમ રોકાઈ ગઈ હોવાનું તથા વીજ કંપનીઓ દ્વારા ડિફોલ્ટ દેશના અર્થતંત્ર સામે ખતરો પેદા કરશે એવી નાણાં પ્રધાન સમક્ષ બેન્કરોએ લાગણી વ્યકત કરી હોવાનું એક બેન્કના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
નીતિવિષયક અડચણો દૂર કરવા અને પર્યાવરણિય મંજુરી જલદી મળે તેવા પ્રયાસો કરવા નાણાં મંત્રલાયને અનુરોધ કરાયો છે જેથી કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદનની કામગીરીમાં વધુ ઢીલ ન થાય. વીજ કંપનીઓએ રોકાણ જંગી કર્યા છે પરંતુ તેમના દ્વારા હજુ આવક શરૃ થઈ નથી.
સરકારના કહેવાથી જ વીજ કંપનીઓને લોન્સ પૂરી પાડવામાં આવી હોવાનું પણ નાણાં મંત્રાલય સાથેની બેઠકમાં બેન્કરોએ યાદ કરાવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. નીતિવિષયક અડચણો દૂર કરાશે એવી પણ સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી.
વિતરણ કંપનીઓ વીજ ઉત્પાદક કંપનીઓને નાણાં ચૂકવતી નહીં હોવાથી નાણાં ઉત્પાદક કંપનીઓ માટે લોનનું રિપેમેન્ટ કરવાનું કઠીન બનતું જાય છે. આ ઉપરાંત વીજ ઉત્પાદન માટે જોઈતા ઈંધણ ખાસ કરીને કોલસાની અછતને કારણે પણ કંપનીઓ પૂર્ણ ક્ષમતાએ કામ કરી શકતી નથી. સ્થિર વિકાસ માટે દેશમાં વીજ ઉત્પાદન ક્ષેત્રે રહેલી અછત દૂર થવી જોઈએ એવી સરકારની હાકલના પ્રતિસાદમાં બેન્કોએ વીજ કંપનીઓને મોટેપાયે રોકાણ કર્યું છે.
નેશનલ ટેરિફ પોલીસિ પ્રમાણે એક પાવર પ્રોજેકટસનું ૭૦ ટકા ફાઈનાન્સ ઋણ મારફત અને ૩૦ ટકા ઈક્વિટી મારફત થઈ શકે છે. વીજ ઉત્પાદક પોતાની વધુ ઈક્વિટી લાવી શકે છે પરંતુ વીજ નિયામક સીઈઆરસી કંપનીઓને માત્ર ૩૦ ટકા ઈક્વિટી પર જ વળતરની ખાતરી આપે છે. ખાનગી વીજ કંપનીઓનું એકપણ દેવું હજુ કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ વિભાગની સમક્ષ લઈ જવાયું નહીં હોવાનું પણ બેન્કરોએ સ્વીકાર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved