Last Update : 25-December-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૧૨-૨૦૧૨, મંગળવાર
માગશર સુદ બારસ-પ્રદોષ
ખ્રિસ્તી નાતાલ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક.૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા રાત્રે ૮ ક. ૫૮ મિ. સુધી પછી રોહિણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-તુલા, કેતુ-મેષ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સં., જૈનવીર સંવત ઃ ૨૫૩૯.
ઉત્તરાયણ શિશિર ૠતુ રાષ્ટ્રીય દિનાંક ઃ પો. / ૪/
માસ-તિથિ-વાર ઃ માગશર સુદ બારસ ને મંગળવાર
- પ્રદોષ. - ખ્રિસ્તી નાતાલ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અમરદાદ માસો ૧૦ રોજ આવાં

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપ નોકરી-ધંધાના ઘર પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. કામકાજમાં સાનુકુળતા - સફળતાથી આનંદ રહે. બહાર જવાનું થાય.

 

વૃષભ ઃ ખાવાપીવામાં, હરવા ફરવામાં આરોગ્ય સાચવવું. નોકરી-ધંધાના કામ અંગે માનસિક ચંિતા પરિતાપમાં કામમાં રાહત થતી જાય.

 

મિથુન ઃ નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. કુટુંબ પરિવારથી ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં જવાબદારીમાં ચંિતા મુંઝવણ રહે.

 

કર્ક ઃ ચંિતા વ્યથા હળવી થયા. નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામની વાતચીત ચર્ચા વિચારણા થાય. સીઝનલ ધંધો આવક થાય.

 

સિંહ ઃ હળવાશ- રાહત રહે, વધારાના કામનો ઉકેલ લાવવામાં સાનુકુળતા રહે. નિકટના સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. ખર્ચ થાય.

 

કન્યા ઃ ધર્મકાર્ય - યાત્રા-પ્રવાસમાં સાનુકુળતા રહે. આનંદ રહે. નોકરી-ધંધામાં રાહત રહે. અન્યને મદદરૂપ થઇ શકો. સગાસંબંધીથી ખર્ચ થાય.

 

તુલા ઃ શારિરીક- માનસિક અસ્વસ્થતા, શરીરનું અસમતોલન તમારી ખાવાપીવાની અનિયમીતતાથી, બેદરકારીથી અનુભવો. પરવશતા અનુભવાય.

 

વૃશ્ચિક ઃ આપના રોજીંદા કામમાં, આનંદ, હળવાશ, ફાયદો લાભ જણાય. બહાર જવાનું કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. મિત્રવર્ગથી રાહત રહે.

 

ધન ઃ વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવામાં સાનુકુળતા રહે. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય પરંતુ સરકારી કામ વિલંબમાં પડે.

 

મકર ઃ આપના કામની પ્રગતિ, સફળતાથી, આનંદ, રાહત અનુભવો. સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. પુત્ર પૌત્રાદિકનું કામ કરી શકો.

 

કુંભ ઃ સીઝનલ બિમારીથી, પડવા વાગવાથી, શરીર સમોતલન ન જળવવાથી આપને આપના કામમાં અન્ય કામમાં તકલીફ અનુભવાય.

 

મીન ઃ યાત્રા-પ્રવાસ, મુલાકાતમાં, વધારાના કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્ય થાય. પરંતુ ધક્કા મુક્કી કે ઉતાવળમાં સંભાળવું, ધીરજ રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૫-૧૨-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે હૃદય-મન વ્યગ્ર રહે, ચંિતા ઉચાટ રહે, પરંતુ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપની ચંિતા દૂર થતી જાય. તમારા આનંદ-ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો થાય. અશક્ય કામ શક્ય બને. અન્યનો સહકાર મળી રહે. જેમની સાથે સંબંધ બગડયા હોય, મનદુઃખ થયેલ હોય તેમની સાથે સમાધાન થાય.

 

વિશેષમાં - * નોકરી-ધંધામાં આપને ફાયદો-લાભ થાય. તમારી આવક, સુખ સંપત્તિ, માન સન્માનમાં વધારો થાય. ફસાયેલા નાણાં છુટા થાય. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળવાથી હતાશા નિરાશા દૂર થાય. નિવૃત્ત થનારને પણ અર્થોપાર્જનની તક પ્રાપ્ત થાય. કામની વ્યસ્તતા રહે. ધંધામાં વર્ષ સાનુકુળ રહે.

 

* સંતાનના વિદ્યા ભણથર- વિવાહ- લગ્નના, નોકરી-ધંધાના પ્રશ્ન ઉકેલાતા આપ હળવાશ, રાહત, આનંદ અનુભવો.

 

* સ્ત્રીવર્ગને પતિ સંતાન, પરિવારની પિયરપક્ષની પ્રગતિથી આનંદ રહે. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં વર્ષ પ્રગતિ, સફળતાનું રહે. અભ્યાસમાં એકાગ્રતા, યાદશકિત વધતી જાય.

 

સુપ્રભાતમ્

- રાજા, ધનિક, બાળક, વૃદ્ધ, તપસ્વી, વિદ્વાન, સ્ત્રીઓ, મૂર્ખ અને ગુરૂ- આટલાની સામે સામા માણસે જવાબ દેવો નહિ. (સામું બોલવું નહિ)

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવી આવેલી નોકરાણી ચંપાને શેઠાણી લીલીએ કહ્યું, ‘‘કાલે તેં બે ગ્લાસ ફોડ્યા અને આજે સવારમાં ત્રણ કપ અને બે પ્લેટ ફોડ્યા .... હવે કાલે તારો શું વિચાર છે?’’
‘‘શેઠાણીજી,’’ચંપા બોલી, ‘‘હજી તો બપોર અને સાંજ બાકી છે...’’

[Top]
 

આજ ની રેસીપી

ટૂર પર સાથે લઈ જવાય એવો નાસ્તો

ચટાકેદાર ભેળપુરી

 

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ મમરા, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ દાળિયા, ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

 

પાપડી માટેની સામગ્રી ઃ ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ, ચપટી બેકંિગ પાઉડર, પાપડી તળવા માટે તેલ.

 

મસાલાની સામગ્રી ઃ ૧ ચમચો રિફાઈન્ડ તેલ,૧ ચમચો ચાટ મસાલો, ૧ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હંિગ, ૧/૨ ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

 

રીત ઃ પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાંખીને પૌંઆ પણ તળી લો.
હવે એક મોટી કડાઈમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ કરો. તેમાં રોઈ અને હંિગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ.
આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણી દિવસ સુધી સારી રહે છે. તે સૂકી તથા ભીની બન્ને રીતે બનાવી શકાય છે.

 

સૂકી ચટણી ઃ ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ધોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.
ભીના ચટણી માટેની સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું.

 

રીત ઃ ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિકસરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો. હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો. ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. જો ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જ્યારે પણ ભેળપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved