Last Update : 24-December-2012, Monday

 

અભિનંદનની 'અન્ય' જાહેરખબરો....

- મન્નુ શેખચલ્લી


છાપાઓમાં જ્યાં જુઓ ત્યાં મુખ્યમંત્રીજીને અભિનંદન આપતી જાહેરખબરોની લંગાર લાગી છે!
અરે ભઇ, આ તો અન્યાય છે. ફક્ત મુખ્યમંત્રીને જ અભિનંદન? બીજા કોઇને કેમ નહી?
પણ ચિંતા ના કરો, અમે એવા અભિનંદનના અસલી અધિકારીઓ માટે જાહેર ખબરો બનાવી છે....
***
ભાજપના ધારાસભ્યોને અભિનંદન
તને માત્ર ૧૧૫ નથી! તમે તો સેંકડો છો... હજારો છો.. શું? મીંડંા!
ભઇ, મુખ્યમંત્રીજીના હાથ મજબૂત કરવા માટે તમે જે મીંડાઓની ભૂમિકા ભજવી છે(એમાંય અમુકે તો બાકાયદે 'રીપીટ'ભૂમિકા ભજવી છે) એ સૌને અમારા અભિનંદન!
***
કોંગ્રેસના ટિકીટ- ડિસ્ટ્રીબ્યુટરોને....
માનનીય વડીલો, તમે દિલ્હીમાં ક્યાંક છુપાઇને આવા ભલતાસલતા ઉમેદવારોને ટિકિટો જ ના આપી હોત તો અમારા મુખ્યમંત્રીજી જીતી શેના જાત? માટે તમને લોચા-લાપસીનાં આંધણ છેક શરૃઆતથી જ મુકી આપવા બદલ અભિનંદન!
***
કોંગ્રેસના બળવાખોરોને અભિનંદન..
સેઇમ રિઝન! સેઇમ રિઝલ્ટ! 'હુ મરું પણ તને રાંડ કરું'ના ઝનૂનથી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડાં પાડીને તમારું 'વૈધવ્ય' ઉજાગર કરવા બદલ હાર્દિક અભિનંદન!
***
રાહુલ ગાંધીને અભિનંદન...
ચૂંટણી સભાઓ સંબોધવા બદલ નહિ, ''આપ કો ક્યા મિલા?'' એવું પૂછવા બદલ નહિ.. રાહુલબાબા, એ બહાને તમે ગુજરાતમાં બે દહાડા માટે પધાર્યા તો ખરા? અભિનંદન!
***
મનમોહનસિંહને અભિનંદન...
આ સજ્જન તો લાખો અભિનંદનને લાયક છે! શેના માટે? અરે, એમની જબરદસ્ત 'હિંમત' માટે! કારણ કે તેઓ અહી આવી ને 'બોલ્યા'!!!
***
કેશુભાઇને ખાસ અભિનંદન...
કેશુભાઇને તો અનેક કારણોસર અભિનંદન મળવાં જોઇએ. પણ ત્રણ કારણ મુખ્ય છે.
૧ પરિવર્તન પાર્ટી બનાવીને કોંગ્રેસના વોટ તોડવા બદલ.
૨ પરિણામ પછી તરત જ મુખ્યમંત્રીજીને અભિનંદન આપવા બદલ અને,
૩ એકબીજાને મીઠાઇ ખવડાવતો ફોટો પડાવીને તમારું 'સેટિંગ'હતું એ વાત આટલી જલ્દી જાહેર કરી દેવા બદલ!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved