Last Update : 24-December-2012, Monday

 

કર્ણાટકના મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારોનો યક્ષ-પ્રશ્ન
પુત્રોને પરણાવવા યોગ્ય કન્યાઓ ક્યાંથી લાવવી?

છોેકરા-છોકરીઓની અસમાન સંખ્યા અને પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા યુવકો જોડે સંસાર વસાવવા નનૈયો ભણતી ઉચ્ચ શિક્ષિત યુવતીઓ જેવાં કારણો જવાબદાર

કર્ણાટકના સુલિયામાં આવેલી એક શાળાના હેડમાસ્ટરના એક અનોખા શોખે મહત્ત્વની વાત પર પ્રકાશ ફેંકવામાં મદદ કરી હતી. એન.ગોપાલ રાવ નામના આ હેડમાસ્ટરને અખબારોમાં આવતી લગ્ન વિષયક જાહેરાતોનું સ્કેનિંગ કરવાનો શોખ હતો. થોેડા સમય અગાઉ 'વિજય કર્ણાટક' અખબારમાં આવેલી એક લગ્ન વિષયક જાહેરાતે એન.ગોેપાલ રાવમાં ભારે જીજ્ઞાાસા પેદા કરી હતી. બેંગ્લોર સ્થિત એક બ્રાહ્મણ ફોટોગ્રાફરે પોેતાના પુત્ર માટે વધૂ શોેધવા જાહેરાત આપી હતી. મહત્ત્વની વાત એ હતી કે આ જાહેરખબર વારંવાર આવતી હતી. રાવ પણ સતત તેના ઉપર નજર રાખતો હતો. બે વર્ષ પછી પણ તેની પુત્રને પરણાવવાની ઈચ્છા પૂરી નથી થઈ.
વાસ્તવમાં સમગ્ર કર્ણાટકમાં પરંપરાગત રીતે રસોયા કે ખેડૂત તરીકે કામ કરતા નીચલા મધ્યમ વર્ગના બ્રાહ્મણ પરિવારો માટે પોતાના પુત્રને પરણાવવા માટે કન્યા મેળવવાનું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. આનું કારણ એ છે કે બ્રાહ્મણ પરિવારોની ઉચ્ચ શિક્ષિત યુવતીઓ પોતાની બરાબરીમાં આવે એવો ઉચ્ચ શિક્ષિત, ધરખમ આવક અને શહેરી જીવનશૈલી ધરાવતો મૂરતિયો પસંદ કરે છે. પરિણામે પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા જુવાનિયાઓને પરણવા માટે કર્ણાટકથી બહાર નજર દોડાવવાની ફરજ પડી છે. હવે તેમના માતાપિતા વધૂ શોધવા ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુ-કાશ્મીર સુધી લાંબા થઈ રહ્યાં છે.
બ્રાહ્મણોની સંસ્થા 'કશ્યપ સેવા કેન્દ્ર' ના ડાયરેક્ટર એમ.જી. સત્યનારાયણે ઉત્તર ભારતમાંથી કન્યાઓ શોધવાનું બીડું ઝડપ્યું છે. વર્ષ ૨૦૦૭માં તે રોહતક અને હરિયાણામાં સંખ્યાબંધ કાશ્મીરી પંડિતોને મળ્યો ત્યારબાદ તેને આ વિચાર આવ્યો. દેશની રાજધાનીના આ વિસ્તારમાં એક લાખથી પણ વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો વસે છે. સત્યનારાયણ તેમની પાસે વીસેક કન્નડ યુવતીઓનું પ્રોફાઈલ લઈને ગયો હતો. પરંતુ તેમણે તેને જાન્યુઆરી ૨૦૧૩ સુધી રાહ જોવાનું જણાવ્યું હતું. જો કે સરકારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને તેમની માલ-મિલ્કત પાછી આપવાની બાંહેધરી આપતાં સેંકડો કાશ્મીરી પંડિતો ફેબુ્રઆરી ૨૦૧૨માં કાશ્મીર પરત ફર્યાં હતાં. સરકારે તેમને ઘર ખરીદવા આર્થિક સહાય આપવાની, નિઃશુલ્ક ટ્રાન્ઝિટ રહેણાંક, વ્યાજ વિનાની લોન અને ૧૫,૦૦૦ જેટલી નોકરીની ઓફર પણ આપી હતી, અલબત્ત સરકારે લ્હાણી કરેલા આ વચનોની આપૂર્તિ હજી બાકી છે. હવે સત્યનારાયણના મૂરતિયાઓનું ભાગ્ય એ વાત પર આધાર રાખે છે કે કાશ્મીર પરત ફરેલાં પંડિતો દિલ્હી પાછા આવે છે કે પછી પોતાના મૂળ વતનમાં જ રહેવાનું પસંદ કરે છે.
પંડિતો અવઢવમાં રહેતાં સત્યનારાયણે સપ્ટેમ્બર માસમાં વધૂઓની શોધ માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લીધી. તેણે ત્રણ પ્રાદેશિક અખબારોમાં લગ્ન વિષયક જાહેરાતો સુધ્ધાં આપી, પણ તેનો કોઈ ખાસ પ્રતિભાવ ન સાંપડયો. આ ઉપરાંત સત્યનારાયણે આસામની હિંસામાં અનાથ બનેલી યોગ્ય કન્યાઓની શોધ માટે પણ કેટલાંક લોકોેને મોકલ્યા.
અલબત્ત, આંતરરાજ્ય ગઠબંધનમાં ભાષા, જીવનશૈલી અને સંસ્કૃતિમાં ખાસ્સો તફાવત આવે એ વાત ખરી. આમ છતાં ઉત્તર ભારતીય પરિવારોને તેમની દીકરીના વિવાહ કર્ણાટકમાં થાય તેની સામે જરાય વાંધો નથી. આની પાછળનું મુખ્ય કારણ કર્ણાટકના લોકોની પ્રમાણમાં ઉચ્ચ જીવનશૈલી ઉપરાંત દહેજ વિનાના વિવાહ છે. જો કે 'કશ્યપ સેવા કેન્દ્ર' પહેલી વખત આવા આંતરરાજ્ય લગ્ન વિષયક પ્રયોગ હાથ ધરી રહ્યું હોવાથી અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. તેઓ પ્રત્યેક કન્યા તેમ જ મૂરતિયાના બર્થ અને મેડિકલ પ્રમાણપત્ર તેમ જ શૈક્ષણિક રેકોર્ડ એકઠાં કરી રહ્યાં છે. એટલું જ નહીં, તેઓ વિવાહિત યુગલના પ્રથમ બે વર્ષ પર બારીકાઈપૂર્વક નજર રાખશે.
લગ્ન માટે યુવતીઓની કમી માટે ઘણાં કારણો છે. તેમાંય છોકરીઓનો ઘટતો જતો જન્મ દર અથવા છોકરા અને છોકરીઓની સંખ્યા વચ્ચે રહેલો ભારે તફાવત મુખ્ય કારણ છે. વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ કર્ણાટકમાં દર ૧૦૦૦ છોકરાઓ સામે માત્ર ૯૬૮ છોકરીઓ જ છે. વળી બ્રાહ્મણોમાં આ સંખ્યા તેના કરતાં પણ ઓછી છે. કર્ણાટકના બ્રાહ્મણોમાં પ્રચલિત સામાજિક-સાંસ્કૃતિક રીત-રિવાજ અને આર્થિક સ્થિતિ તેના માટે જવાબદાર છે.
નિષ્ણાતો કહે છે કે કન્નડ બ્રાહ્મણો અંતરિયાળ વિસ્તારોમાંથી આવીને શહેરોેમાં વસ્યા, પણ શહેરોમાં આવીને તેમણે તેમના મૂળ ખેતીના વ્યવસાય સિવાયના અન્ય કારોબાર પર નજર ઠેરવી. તેમનું ખેતી પ્રત્યેનું વર્ચસ્વ શિક્ષણ તરફ વળ્યું. તેમણે અર્થ-વ્યવસ્થા ક્ષેત્રે ખાસ સ્થાન જમાવ્યું. જો કે 'હવ્યાકા' જેવા કેટલાંક બ્રાહ્મણોએ આધુનિકતાના વહેણમાં વહી જવાને બદલે પોતાના ખેતીના મૂળ વ્યવસાય સાથે જોડાઈ રહેવાનું પસંદ કર્યું. આનું પરિણામ એ આવ્યું કે અંતરિયાળ વિસ્તારોમાં ખુલેલી સારી કોલેજોમાં કન્યાઓએ ઉચ્ચ શિક્ષણ લેવાનું શરૃ કર્યું.
મહત્ત્વની વાત એ છે કે ઉત્તર ભારતમાં પોેતાના મૂળિયાં શોધી કાઢનાર શિવાલ્લી, હવ્યાકા, કર્હડે અને ચિતપાવન જેવી પેટજ્ઞાાતિના બ્રાહ્મણોમાં કન્યાઓનો તોટો આંખે ઉડીને વળગે એટલો છે. જેમ કે 'હવ્યાકા' બ્રાહ્મણોના જણાવ્યા મુજબ બ્રાહ્મણ રાજા મયૂરાવર્માના પ્રયાસોથી તેઓને ઈ.સ.ની ત્રીજી સદીમાં ઉત્તર પ્રદેશમાં કર્ણાટકમાં વસાવવામાં આવ્યા.
નિષ્ણાતો કહે છે કે જો બ્રાહ્મણ દંપતીને એક પુત્ર અને એક પુત્રી હોય તો તેઓ દીકરાને પુરોહિત બનાવે છે અને દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવે છે. પરિણામે આ જ્ઞાાતિની છોકરીઓ પોેતના જેવા ઉચ્ચ શિક્ષિત મૂરતિયાની માગ કરે છે.
ઉડુપીમાં છેલ્લાં ત્રણેક દશકથી મેરેજ બ્યુરો ચલાવતાં વેંકટરામાચાર્ય કહે છે કે તેમણે છેક ૮૦ના દશકના મધ્ય ભાગથી જ વિવાહ લાયક કન્યાઓની અછતની નોંધ લીધી હતી. પુરોહિત કે રસોયા તરીકેનો પરંપરાગત વ્યવસાય કરતાં બ્રાહ્મણો ભલે મહિને દહાડે ૬૦,૦૦૦ રૃપિયા જેવી ધરખમ કમાણી કરતાં હોય તોય શિક્ષિત યુવતીઓને તેમની સાથે વિવાહના બંધનમાં બંધાવામાં જરાય રસ હોતો નથી. આ યુવતીઓ ગામડામાં કે સંયુક્ત પરિવારમાં રહેવા પણ તૈયાર નથી હોતી. મઝાની વાત એ છે કે એક સમયમાં ઈશ્વર સમક્ષ પુત્રરત્ન માટે પ્રાર્થના કરતાં બ્રાહ્મણો હવે કન્યાના જન્મ માટે દુઆ માગે છે.
પોતાનો સંસાર વસાવવા કન્યા મેળવવામાં નિષ્ફળ ગયેલો એક ૩૮ વર્ષીય બ્રાહ્મણ યુવક કહે છે કે હું ઈચ્ચું છું કે બ્રાહ્મણ પરિવારો તેમની પુત્રીઓની શૈક્ષણિક લાયકાત કેળળવા સાથે તેમને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે પણ સાંકળી રાખે જેથી તેઓ અમારા જેવા પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા બ્રાહ્મણો સાથે લગ્ન કરવામાં શરમ ન અનુભવે.
જોકે કેટલાંક કંટાળી ગયેલા મૂરતિયાઓ હવે અન્ય જ્ઞાાતિની યુવતીઓ સાથે લગ્નના બંધનમાં બંધાવા તૈયાર થઈ રહ્યા છે. શરત માત્ર એટલી કે સંબંધિત યુવતી શાકાહારી હોય. ૩૭ વર્ષીય 'સ્માર્થા' બ્રાહ્મણ યુવક કહે છે કે મેં કન્યા શોધતી વખતે જ્ઞાાતિને જરાય પ્રાધાન્ય નથી આપ્યું. પરંતુ પરિવારના વડિલો તેને મહત્ત્વ આપે છે. અલબત્ત, હવે મઠાધિપતિઓ સુધ્ધાં આંતરજ્ઞાાતિય વિવાહને ઉત્તેજન આપે છે તેથી અમારા પિતા અને દાદાની વિચારસરણીમાં થોડું પરિવર્તન આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષથી વિવાહ કરવા માટે યુવતીની શોધ કરતો આ યુવક હવે ગોવડા જ્ઞાાતિની કન્યાની ખોજમાં છે. તેને એ વાતનો આનંદ છે કે તેના પરિવારજનો સુધ્ધાં આંતરજ્ઞાાતિય વિવાહ માટે તૈયાર છે.
પેજાવર મઠના વિશ્વેશ્વર તીર્થ સ્વામી કહે છે કે કેટલાંક મઠ આંતરજ્ઞાાતિય લગ્ન માટે ઉઘાડાછોગે સહમતી આપી રહ્યાં છે, જ્યારે કેટલાંક હજી તેની વિરુધ્ધ છે. તેઓ માને છે કે બ્રાહ્મણોની સંસ્કૃતિ અને પરંપરા અજોડ-અનન્ય છે.
આંતરજ્ઞાાતિય વિવાહને પગલે તે નબળી પડી જશે. જ્યારે શ્રીરૃર મઠના સ્વામી લક્ષ્મીવારા તીર્થ માને છે કે બદલાતા સમય સાથે આપણી વિચારસરણીમાં પણ પરિવર્તન આવવું જોઈએ. પોતાની જ્ઞાાતિની શુદ્ધતા જાળવી રાખવાનું ભવિષ્યમાં વધુ મુશ્કેલ બની શકે.એક સમયમાં બી.આર. આંબેડકર દ્રઢતાપૂર્વક કહેતાં હતાં કે દલિતો અને ઉચ્ચ જ્ઞાાતિના લોકો વચ્ચે રોટી-બેટીનોે વહેવાર થવો જોઈએ. આજે કર્ણાટકના બ્રાહ્મણો આ વિચારને અનુસરી રહ્યાં છે, નાછૂટકે. તેમની મજબૂરી એ ઉક્તિને સાચી ઠેરવી રહી છે કે 'ન મળે નારી, તો બાવો સહેજે બ્રહ્મચારી.'

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved