Last Update : 24-December-2012, Monday

 

લોકશાહીની આવી મશ્કરી ક્યારે બંધ થશે?

વિચાર વિહાર - યાસીન દલાલ

 

- ભ્રષ્ટ રાજકારણીઓની મદદથી ગમે તેવા માણસો રાતોરાત અબજોપતિ બની જાય છે

 

ગુજરાતની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો છે. ધાર્યા કરતાં વધારે મતદાન થયું છે. આ છપાશે ત્યારે પરિણામો પણ આવી ગયા હશે પણ પરિણામ ગમે તે આવે, હરખશોક કરવા જેવું નથી. બધા પક્ષોએ જ્ઞાતિના ધોરણે જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આટલા પટેલો, આટલા ક્ષત્રિયો, આટલા કોળીઓ, આટલા ઓબીસી અને આટલા આદિવાસીઓ. આમ ચૂંટણી પર્વ બનવાને બદલે જ્ઞાતિવાદ અને કોમવાદનું સમરાંગણ બની ગયું છે. ભાજપે આ વખતે પણ લધુમતીના એક પણ ઉમેદવારને ટીકીટ આપી નથી, મતલબ કે મુખ્યપ્રધાને જીલ્લે જીલ્લે જે સદ્‌ભાવનાના ઉપવાસ કરેલા એ નાટક હતા એમ લાગે છે. કોગ્રેસ પક્ષે લધુમતીના સાત ઉમેદવારો ઊભા રાખ્યા છે. સામે પક્ષે પરિવર્તન પાર્ટીના નેજાહેઠળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈએ પણ ઝૂકાવ્યું છે. એમની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશ મહેતા પણ છે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધન ઝડફીયા પણ છે. ભાજપે ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી અમિત શાહને ટીકીટ આપીને આશ્ચર્ય સર્જ્યું છે. એમની ઉપર ખંડણી ઉઘરાવવાનો આરોપ છે. સુપ્રિમ કોર્ટે એમના ગુજરાત પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો જે થોડા સમય પૂર્વે ઉઠી ગયો છે પણ એમના ઉપરના કેસ હજી ચાલુ જ છે.
આપણે ત્યાં ચૂંટણીઓ લોકશાહીને મજબૂત બનાવવાને બદલે વેરઝેર રોપે છે. જ્ઞાતિવાદ અને કોમવાદને ઉંચકીને ફેંકવાને બદલે વઘુ મજબુત કરે છે. ચૂંટણીનું કેવરેજ પણ કંઈ જ્ઞાતિને કેટલી ટીકીટ મળી એના ઉપરથી અપાય છે. દરેક જ્ઞાતિ સંમેલનો કરીને અમારી વસતી મુજબ ટીકીટ મળવી જ જોઈએ એવું બ્લેકમેઈલંિગ કરે છે. એમ લાગે છે કે એસ.સી., એસ.ટી.ની જેમ હવે દરેક જ્ઞાતિ અને કોમને એમની વસતીના ધોરણે રીઝર્વેશન આપી દેવું પડશે. આમ આપણા દેશમાં ચૂંટણી એ લોકશાહીનું ઉત્સવ બનાવને બદલે વેરઝેરની હોળી પ્રગટાવે છે. આ ચૂંટણીમાં એક નવું તત્વ ઉમેરાયું. દરેક રાજકીય પક્ષોના નેતાઓ મર્યાદા ભૂલીને બિનસંસદીય ભાષામાં આરોપ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ હોદ્દાની ગરીમા જાળવવાને બદલે આરોપોની ઝડી વરસાવતા રહે છે.
ચૂંટણીની વાત જવા દઈએ તો પણ દેશમાં ક્યાંય શાંતિ અને સ્થિરતા નથી. સંસદ હવે રીતસરની કબાડી બજાર બની ગઈ છે. દરરોજ ઘોંઘાટ થતાં સંસદ મોકુફ રાખવી પડે છે. ભાજપે એફ.ડી.આઈ. એટલે કે છૂટક વેપાર ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ મુદ્દે સતત અઠવાડીયા સુધી સંસદ ચાલવા ન દીધી અને કલમ ૧૮૪નો આગ્રહ રાખ્યો. આ કલમ હેઠળ ચર્ચા પછી મતદાન ફરજીયાત હોય છે. અંતે સરકાર ઝૂકી અને ચર્ચા પછી મતદાન થયું. લોકસભામાં મતદાન સમયે સ.પા. અને બ.સ.પા.એ સભા ત્યાગ કર્યો અને સરકાર બચી ગઈ. રાજ્યસભામાં સ.પા. એ સભા ત્યાગ કર્યો પણ બ.સ.પા.એ આશ્ચર્યજનક રીતે સરકારની તરફેણમાં મત આપ્યો. પરિણામે સરકાર ત્યાં પણ ઉગરી ગઈ.
ચર્ચા દરમ્યાન કોંગ્રેસી સભ્યોએ ભાજપને એમ કહીને મેણું માર્યું કે ૨૦૦૪માં તમારા જ ચૂંટણી ઢંઢેરામાં તમે જ એફ.ડી.આઈ.નું વચન આપેલું એનું શું? ભાજપ પાસે આનો જવાબ નહોતો અને જે જવાબ થશે. એમણે તો સો ટકા એફ.ડી.આઈ.નું વચન આપેલું. આ વખતે જે જે દરખાસ્ત છે એમાં એફ.ડી.આઈ. લાવવું કે નહીં એનો નિર્ણય રાજ્યો ઉપર છોડવામાં આવ્યો છે. મતલબ કે બિનકોંગ્રેસી રાજ્યો ધારે તો એફ.ડી.આઈ. ન પણ લાવી શકે.
હવે પ્રમોશનમાં રીઝર્વેશનનો મુદ્દો ચગ્યો છે. સમાજવાદી પક્ષ એની વિરુઘ્ધમાં છે અને બહુજન સમાજપક્ષ તરફેણમાં છે. વિરોધ અને તરફેણ સમજી શકાય પણ ઘોંઘાટ કરીને સંસદને ચાલવા જ ન દેવાનું વલણ સમજી ન શખાય. આ મુદ્દે પણ ભાજપનું વલમ સ્પષ્ટ નથી. યુ.પી.એ.ની સરકાર નહીં ઈચ્છતી હોય તો પણ આ મુદ્દે બસપાને ટેકો આપવો જ પડશે. કારણ કે બસપાએ પડદા પાછળ સરકાર સાથે એનો સોદો કરી જ લીધો છે. આ ટેકાના બદલામાં એણે રાજ્યસભામાં એફ.ડી.આઈ. મુદ્દે સરકારને ટેકો આપી જ દીધો છે. મતલબ કે આપણી સંસદમાં ગુણદોષને આધારે કોઈ નિર્ણય લેવાતાં જ નથી. રાજકીય લાભાલાભ એ દરેક રાજકીય પક્ષનો મૂળ મુદ્દો બની ગયો છે. ગઠબંધન સરકારની આ જ તકલીફ છે. કોઈપણ નિર્ણય સરકાર સ્વતંત્ર રીતે લઈ શકતી જ નથી. સત્તા ટકાવવી એ એની મુખ્ય ચંિતા છે એને માટે નીતિમત્તાનો કે સિઘ્ધાંતોનો ભોગ દેતા કોઈ પક્ષ અચકાતો નથી પછી એ એન.ડી.એ.ની સરકાર હોય કે યુ.પી.એ.ની સરકાર હોય બંને સરકારો ગંઠબંધનની બનેલી છે.
બીજીબાજુ આપણા દેશનાં ચારેબાજુ મૂલ્યોના ભોગની ગંભીર કટોકટી ચાલે છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષને તોતીંગ બહુમતી મળી. મતલબ કે ત્યાં ગંઠબંધનની મજબૂરી નથી છતાં ત્યાં લોકશાહીના બધા મૂલ્યોનો છેદ ઉડાડી દેવાય છે. ત્યાં એક બાહુબલિ ધારાસભ્ય હતા જેમનું નામ મુન્નાભાઈ છે. એમની ઉપર અનેક ગંભીર ગુનાઓના આરોપો લાગેલા છે અને છતાં સરકાર રચાઈ ત્યારે એમને પ્રધાન બનાવી દેવાયા અને કયું ખાતુ અપાયું ખબર છે? એમને જેલ ખાતાના પ્રધાન બનાવી દેવાયા. હવે એ પોતે ગુનેગારોની રખેવાળી કરશે. આવું ત્રણથી ચાર પ્રધાનોની બાબતમાં બન્યું છે. બીજી બાજુ એક પ્રધાને જાહેરમાં અધિકારીઓને કહ્યું કે તમે ભ્રષ્ટાચાર કરો તો પણ વાંધો નથી. પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓ સાથે વાત કરી અને કહેલું કે તમે રસ્તા સારા બનાવો તો ને પાંચ લાખ ખાવાની છૂટ છે. આમ દુનિયામાં ક્યાંય ન બને એવું આપણે ત્યાં બને છે. એક પ્રધાન જાહેરમાં ભ્રષ્ટાચારની છૂટ આપે છે એ જ રીતે યુ.પી.ના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસંિહ યાદવે જાહેરમાં કહ્યું કે કામ સારું થતું હોય તો થોડાઘણા પૈસા ખાવાની છૂટ છે. મતલબ સાફ છે. આપણે ત્યાં લોકશાહીના નામે એક મહા નૌટંકી ચાલે છે. લોકશાહીના બધા મૂલ્યોની આપણે ત્યાં ઘોર ખોદાય છે એના બધા આધારસ્તંભોનો એક પછી એક નાશ થાય છે.
ટુ-જી સ્પેક્ટ્રમનો ફરીથી નવો ફણગો ફૂટયો છે. કેગના એક સભ્ય સંિઘે કહ્યું છે કે મે એનો આંકડો માત્ર બે થી ચાર હજારનો કાઢેલો પણ શ્રી રાયે મારા પર દબાણ કરીને એક લાખ છોંતેર હજાર કરોડના આંકડામાં મારી સહી લઈ લીધી અને શ્રી સંિઘે વઘુમાં એમ પણ કહ્યું કે શ્રી મુરલી મનોહર જોશીએ પોતાના ઘરે અમને બોલાવીને આવો રિપોર્ટ તૈયાર કરવા દબાણ કરેલું. મુરલી મનોહર જોશી ભાજપના સિનિયર નેતા છે. ભાજપે કહ્યું કે શ્રી સંિઘ નિવૃત્ત થઈ ગયા છે પછી આવું શું કામ બોલે છે. કોંગ્રેસનું કહેવું છે કે નિવૃત્ત થયા હોય કે નહીં, એમણે જે કહલું એનું સત્ય તપાસવું જોઈએ. મુરલી મનોહર જોશીએ પોતાની ઘરે બોલાવેલા એ હકીકત છે તો એનો હેતુ શો હતો એની પણ તપાસ કરવી જોઈએ. આમ ટુ જી સ્પેક્ટ્રમ કૌભાંડની પણ હવા નીકળી ગઈ છે. જોકે એ પ્રશ્ન ઊભો જ છે કે જો આ વાત સાચી હોય તો એ.રાજા અને કનીમોઝી જેવા ડી.એમ.કે.ના નેતાઓ જેલમાં શા માટે ગયા? અને હજીપણ એમના ઉપર કેસ શા માટે ચાલે છે. સરકારે એમના તો બચાવ્યા હતા. સુપ્રિમ કોર્ટની દખલથી એમની ધરપકડ થઈ છે.
આ તરફે દેશમાં કાયદો અને વ્યવસ્થા તદ્દન કથળી ગયા છે. આનો અદ્યતન દાખલો દિલ્હીના પોન્ટી ચઢ્ઢા અને હરદીપ ચઢ્ઢાનો છે. આ બંને સગા ભાઈ હતો. પોન્ટી ચઢ્ઢાએ માત્ર ૧૦ વરસમાં આઠ હજાર કરોડની મિલકતો ઉભી કરી દીધી હતી. મૂળ એ શરાબની ઠેકડી ચલાવતો ધીમે ધીમે આખા યુ.પી.ની શરાબની દુકાનોનો એકમાત્ર ઠેકેદાર થઈ ગયો અને પોતાની લાગવગથી એણે પ્રધાનો સાથે ઘરોબો કેળવવા માંડ્યો. માયાવતીના શાસનમાં આ મુદ્દે ધારાસભામાં સમાજવાદી પક્ષના સભ્યોએ ધમાલ મચાવી અને આરોપ મૂક્યો ક ેયુ.પી.ની સરકાર પોન્ટી ચઢ્ઢા ચલાવે છે. પ્રધાનોની નિમણુંક પણ એને પુછીને થાય છે એના ઘરે દરોડા પણ પડ્યા. અત્યારે યુપીમાં શાસન પલટો થયો છે અને સમાજવાદી પક્ષ સત્તામાં આવ્યો છે પણ ચઢ્ઢા ભાઈઓનો વાળ વાંકો નહોતો થયો. એણે નવી સરકાર સામે પણ ગોઠવણ કરી લીધેલી. પણ અચાનક એક દિવસ આ ભાઈઓના ફાર્મહાઉસ પર જબરદસ્ત રમખાણ થયું. અને બેય ભાઈઓ એકબીજાની ગોળીથી મરી ગયા. પોન્ટીએ એના ભાઈ હરદીપના ફાર્મહાઉસ ઉપર જબરજસ્તીથી કબજો કરી લીધો હતો અને એની જાણ થતાં હરદીપ તરત પહોંચ્યો એ પહોંચ્યો ત્યારે પોન્ટી પોતાની કારમાંથી ઉતરતા હતા ત્યાં જ હરદીપે ગોળીબાર કરીને પોન્ટીની હત્યા કરી નાખી. સામી બાજુ પોન્ટી અને એની સથે ઉત્તરાખંડના લધુમતી પંચના વડા પણ હતા. એમણે પણ ગોળીબાર કરીને હરદીપને મારી નાખવામાં મદદ કરી. પોલીસ પહોંચી ગઈ પણ ત્યાં સુધીમાં અનેક લાશો ઢળી ગઈ હતી.
આ કિસ્સો અનેક રીતે ગંભીર છે. આપણે ત્યાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ એટલી હદે ફુલીફાલી છે કે ભ્રષ્ટ રાજકારણીઓની મદદથી ગમે તેવા માણસો રાતોરાત અબજોપતિ બની જાય છે પણ ખોટા પૈસા જોઈને એ લોકો અકરાંતીયા બને છે અને એમની પૈસાની ભૂખ વધતી જ જાય છે. એક મામૂલી ફાર્મહાઉસના મુદ્દે બે સગા ભાઈઓએ એકબીજાની હત્યા કરી નાંખી. બેમાંથી કોઈ એટલું સમજ્યું નહીં કે આઠ હજાર કરોડની મિલકત છે તો પછી એકાદ-બે ફાર્મહાઉસ માટે એકબીજાના ખૂનના પ્યાસા શા માટે થવું? બીજી વિગત એવી પણ મળે છે કે એ લોકો થોડા સમય પહેલાં સંપી ગયા હતા અને ગુરુદ્વારામાં જઈને ઈશ્વરને માથું પણ ટેકવી આવ્યા હતા, પણ પોન્ટીએ એ સમાધાનનો ભંગ કર્યો અને એમાં લધુમતી પંચના વડાએ એને સહકાર આપ્યો. આ વડા પણ ગુનાહીત માનસના છે. એમણે લાખો એકર જમીન પચાવી પાડી છે અને અનેક હત્યાઓમાં પણ એમનો હાથ છે. આખરે ઉત્તરાખંડ સરકારે એમને બરતરફ કર્યા છે અને દિલ્હી પોલીસે એમની ધરપકડ કરી છે. આમ ગેરરીતિઓનું દુસચક્ર વ્યાપક છે. એમાં પ્રધાનોથી માંડીને નિગમોના વડાઓ પણ સંકળાયેલા છે. બંને ભાઈઓમાંથી હરદીપને દિલ્હી કેબીનેટમાં બે પ્રધાનો સાથે સારો સંબંધ હતો. શહેરી વિકાસ પ્રધાન અરવંિદ લવલી અને ઊર્જા પ્રધાન હારુન યુસુફ સાથે હરદીપને ઘરોબો હતો અને લગભગ દરરોજ બંને વચ્ચે વાતો થતી હતી. હત્યાના દિવસે પણ બંને વચ્ચે ૫૯ વખત વાત થઈ હતી. પોલીસના કહેવા મુજબ લવલી અને પોન્ટી વચ્ચે પણ સંબંધો હતા. લવલી પરિવહન પ્રધાન હતા ત્યારે હરદીપે એમને બસના કોન્ટ્રાક્ટ મેળવવામાં મદદ કરી હતી.
ફરી એક વખત આપણે આપણી શાસન વ્યવસ્થા અંગે પુનઃવિચારણા કરવાનો સમય આવી ગયો છે. ઘણા સમયથી એમ લાગે છે કે આ લોકશાહી આપણને અનુકૂળ નથી તો પછી પ્રશ્ન એ ઉઠે છે કે વઘુ અનુકૂળ શું? સરમુખત્યાર શાહી? કે પછી અમેરિકન પ્રકારની પ્રમુખ પઘ્ધતિ? કે પછી ફ્રાંસમાં છે એવી પ્રતિનિધિત્ત્વવાળી પઘ્ધતિ? પ્રશ્ન બૌઘ્ધિકોએ વિચારવા જેવો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved