Last Update : 24-December-2012, Monday

 

એરિકની સિદ્ધિઓ એની સાહસની લક્ષ્મણરેખા બની નહીં
તમે જ તમારા જીવનને આશીર્વાદરૃપ બનાવી શકો છો !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

 

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ ઃ જહાંપનાહ, સો દિવસ સાસુનો અને એક દિવસ વહુનો એ જૂની કહેવત આજે નવારૃપે પ્રચલિત બનશે.
બાદશાહ ઃ કઈ રીતે ?
બીરબલ ઃ સો દિવસ નેતાના અને આજે મતદાનનો એક દિવસ પ્રજાનો.

 

ખુદા સે કભી કોઈ બાત અનજાન નહીં હોતી,
અગર બંદેકી બંદગી બેઈમાન નહીં હોતી
તુમ માંગને ફિરતે હો ઉસસે રાત-દિન
ક્યા ઉસે હમારી-તુમ્હારી પહચાન નહીં હોતી ?

માત્ર તેર વર્ષની ઉંમરે આંખોની રહીસહી રોશની ગુમાવનાર અંધ ઍરિક વેહેનમેયરને માટે સાહસ સદાનું સાથી હતું. એણે ઉત્તર અમેરિકાના ૨૦૩૨૦ ફૂટ ઊંચા માઉન્ટ મૅકિન્લેના ડેનાલી શિખર પર વિજય મેળવ્યો. એના આ વિજયે એનામાં પર્વતીય આરોહણો કરવાનો નવો આત્મવિશ્વાસ પ્રગટાવ્યો. ૧૯૯૭માં ૨૯ વર્ષની વયે ઍરિકે આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાંજારો પર સફળતાથી આરોહણ કર્યું. પર્વતોના પ્રેમી ઍરિકે એની પત્ની ઍલન રીવ સાથે તાન્ઝાનિયાના કિલિમાંજારો પર્વત પર તેર હજાર ફૂટની ઊંચાઈએ લગ્ન કર્યા. ૧૯૯૯માં એણે આર્જેન્ટિનાના ઍકોન્કાગુઆ પર્વત પર આરોહણ કરવાનો પ્રયત્ન કર્યો. આ ઍકોન્કાગુઆમાં કારમી ઠંડી હતી. ડિસેમ્બરનો મહિનો હતો. આ આરોહણ દરમિયાન ઍરિકને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. બરફના ઢગના ઢગ જામી ગયા હતા. અઢાર દિવસમાં સત્તર દિવસ તો હવામાન અત્યંત ખરાબ રહ્યું. ગ્લુકોમાને કારણે ઍરિકને રાતોની રાતો ઉજાગરા વેઠવા પડયા. એકવીસ હજાર ફૂટની ઊંચાઈ પહોંચ્યા પછી એવા સૂસવાટાભેર પવન વાતા હતા કે જાણે માણસને ઉડાડી મૂકે. ક્રિસ મોરિસ એ આગળ બેલ લઈને ચાલતો હતો, જેના અવાજે ઍરિક ડગ ભરતો હતો. પરંતુ આ ઠંડીમાં એ બેલ પર થીજી ગયો હતો. એને ફેફસામાં હોય એટલું જોર કાઢીને વ્હીસલ મારવી પડતી હતી.
અંતે માર્ગદર્શક ક્રિસ મોરિસે કહ્યું કે હવે આગળ વધવું એટલે આત્મઘાત. આખરે આ સાહસ માંડી વાળવામાં આવ્યું. ઍરિક એના બેઝ કૅમ્પમાં પાછો ફર્યો, ત્યારે એક નાના બાળકની પેઠે ધુ્રસકે ને ધુ્રસકે રડી પડયો.
એ હાર્યો-થાક્યો નહીં. ફરીવાર પ્રયાસ કરીને સફળતા મેળવી. ઍરિકે જગતના સૌથી ઊંચા ઍવરેસ્ટ શિખરને આંબવાનું નક્કી કર્યું. એ સમયે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે કોઈ અંધ વ્યક્તિ ઍવરેસ્ટ પર આરોહણ કરે. ઍરિકે વિચાર્યું કે આ પડકાર ઝીલીને એ સાબિત કરશે કે અંધજનો વિશેના દુનિયાના ખ્યાલો કેટલા ગલત છે. વિશ્વને અંધજનોની અગાધ શક્તિને સમજવાની નવી દિશા મળશે.
આ સમયે ઍરિકની પુત્રી ઈમા આઠ મહિના થઈ હતી. એને ખબર પણ નહોતી કે એના પિતા કોઈ લાંબા સંઘર્ષમય આરોહણ માટે જઈ રહ્યા છે અને ઍરિકે ઍવરેસ્ટ પર આરોહણ શરૃ કર્યું. આ આરોહણનો ઍરિકને વિરલ અનુભવ થયો. એ જેમ બહાર આરોહણ કરતો હતો, એ રીતે એના ભીતરમાં પણ નવીન અનુભવ થતો હતો. ક્યારેક ભયાવહ તોફાનોને કારણે થોડી પીછેહઠ કરવી પડતી હતી. વારંવાર બિમાર ઘેરી વળતી હતી અને એક પછી એક ડગલું સાવધ બનીને આગળ ભરવું પડતું હતું. મનમાં ક્યારેય કૂદકાનો વિચાર આવે, તો તે મોતની ખીણમાંનો કૂદકો જ બની રહે !
ઍરિકને ક્વચિત્ એને એમ પણ થતું કે આવું જોખમ ખેડવાનું કેટલું ડહાપણભર્યું ગણાય. માત્ર શિક્ષક બનીને એ આસાનીથી ગુજારો કરી શક્યો હોત. આ સમયગાળામાં એણે ઘણા ખિતાબો પણ મેળવ્યા હતા. ૧૯૯૬માં ઑલિમ્પિક મશાલ ધારણ કરવાનું એને સન્માન મળ્યું હતું, તો 'નેશનલ રેસલિંગ હોલ ઓફ ફેઈમ'માં એક સમર્થ કુસ્તીબાજ તરીકે એને સ્થાન મળ્યું હતું અને એને સાહસ માટેનો સર્વપ્રથમ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. પરંતુ આ સિદ્ધિઓ એની સાહસની ઈચ્છાને રોકતી લક્ષ્મણરેખા બની શકી નહોતી અને આખરે ઍરિક વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ ઍવરેસ્ટને આંબનારો પહેલો અને એકમાત્ર અંધ માનવી બન્યો.
૨૦૦૧ની પચીસમી મેનો એ દિવસ હતો. આ દિવસે એક મહાન સાહસિક રમતવીર તરીકે આખી દુનિયા ઍરિકની અદમ્ય તાકાત સામે ઝૂકી ગઈ. આધુનિક શોધોએ ઍરિકને સહાય કરી. 'બ્રેઈન પોર્ટ' નામની ટૅકનોલોજીની એને અનોખી સહાય મળી. સનગ્લાસ સાથે જોડેલો આ કૅમેરો એ માથા પર પહેરે છે અને એની જીભ પર એ કોઈપણ છબી કે ચિત્રનો અનુભવ કરી શકે છે. એના દ્વારા એ ચીજવસ્તુઓને જોઈ શકે છે. ઍરિક આને અંધ વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ લાવનારી વિજ્ઞાાનની એક મોટી સિદ્ધિ ગણે છે.
ઍરિકની જિંદગી ઍવરેસ્ટના આરોહણથી બદલાઈ ગઈ. એણે આકાશમાંથી કૂદકો લગાવનાર તરીકે, લાંબા અંતર સુધી સાયકલ ચલાવનાર તરીકે, મેરેથોન દોડવીર તરીકે, પર્વતારોહક તરીકે, બરફ અને ખડક પર ચડનારા સાહસિક તરીકે ખ્યાતિ મેળવી. એણે અંધજનો હસ્તધૂનનની એક આગવી પદ્ધતિ શોધી. જે પદ્ધતિ દ્વારા હસ્તધૂનન કરીને એ મહિલાનાં સૌંદર્ય અને દેખાવનું વર્ણન કરી શકતો હતો. એનો એક સાથી તો તરાપામાં બેસીને નાઈલ નદીના પ્રવાહમાં ચારસો માઈલ સુધી સફર ખેડી નાઈલ અને સાગરના સંગમ સુધી પહોંચ્યો. ઍવરેસ્ટના પ્રથમ આરોહણ પછી એની ટુકડી દસ-દસ વખત આરોહણ કરવા ગઈ. આ ટુકડીમાં ઍરિકની સાથે લશ્કરમાં ઘવાયેલા અને નિવૃત્ત એવા અગિયાર લશ્કરી અધિકારીઓ હતા. માઉન્ટ ઍવરેસ્ટની બાજુમાં દરિયાની સપાટીથી વીસ હજારને પંચોતેર ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ લોબુચે શિખર પર આરોહણ કરવાનું સહુએ નક્કી કર્યું. લશ્કરમાં ગંભીર ઈજાઓ પામેલા માટે આ ઘણી કપરો પડકાર હતો, પરંતુ ઍરિકને જોઈને આ પડકાર ઝીલવા માટે સહુ ઉત્સાહિત બન્યા.
તિબેટના અંધ બાળકોના જૂથને એણે નવી દ્રષ્ટિ આપી. આ બાળકોની મંડળીએ માઉન્ટ ઍવરેસ્ટ પર આરોહણ કરવાનો વિચાર કર્યો. ઍરિકનો ઈરાદો તો એ હતો કે આ બાળકોમાંથી લઘુતાગ્રથિ દૂર કરીને આત્મવિશ્વાસ કેળવવો. એણે આ અંધ બાળકોની ટુકડીને મદદ કરી. એણે આ બાળકોને સમજાવ્યું કે આપણી પાસે આંખો નથી, પણ સર્જન કરી શકે તેવાં સ્વપ્ના છે અને એ સ્વપ્નાને સિદ્ધ કરી શકીએ તેમ છીએ. ઍરિક અને એના છ સાથીઓ ભેગા મળીને ઍવરેસ્ટની ઉત્તર બાજુએ આવેલા રોમ્બક ગ્લેશિયર પર આરોહણ કર્યું. વર્ષોથી જેમને માત્ર ઉપેક્ષા મળી હતી એવા બાળકોમાં નવી ધગશ જોવા મળી અને આ અંધ બાળકોની મંડળી ૨૧૫૦૦ ફૂટ ઊંચા પર્વત પર સાથે મળીને પહોંચી ગઈ. જગતના ઈતિહાસમાં એક નવો અધ્યાય રચાયો. સ્ટીવેન હાફ નામના નિર્માતાએ એના પર બનાવેલા દસ્તાવેજી ચિત્રએ લંડન, લૉસ એન્જલસ અને ટોરન્ટોના ફિલ્મ મહોત્સવમાં દર્શકોએ ફિલ્મને અંતે ઊભા થઈને તાળીઓના ગડગડાટથી અને હર્ષધ્વનિ સાથે એને વધાવી લીધી હતી.
એક સમયે ધીમે પગલે આવનારા અંધત્વમાં મોતનાં પગરવ સાંભળનારો ઍરિક આજે અંધત્વને અભિશાપને બદલે આશીર્વાદ માનવા લાગ્યો. એ કહે છે કે એને આજે જિંદગીની હરએક બાબતમાં આશીર્વાદનો અનુભવ થાય છે. આટલી આફતો છતાં જીવાયું, એ કેટલો મોટો આશીર્વાદ ગણાય ! સામાન્ય રીતે જિંદગીને લોકો નફા અને નુકશાનથી વિચારે છે. પોતાના શક્તિ અને અશક્તિના ત્રાજવે તોળે છે, જ્યારે ઍરિક જિંદગીની તાકાતનો વિચાર કરીને રોમાંચક વસ્તુઓ સર્જવામાં માને છે. તમે ખુદ તમારી જિંદગીને આશીર્વાદરૃપ બનાવી શકો.
દુનિયા આખી સાત મહાસાગર તરનારા કે સાત શિખરો આંબનારા આ સાહસિકને સદા સલામ કરે છે. ઍરિકે ઍવરેસ્ટ વિજય હાંસલ કર્યા પછી તિબેટની અંધજનો માટે 'વિધાઉટ બોર્ડર' સ્કૂલમાં શિક્ષણ આપવાનું નક્કી કર્યું. આમેય ઍરિકે બાળપણમાં અંધ થયા પછી બ્રેઈલનો કે લાકડીનો ઉપયોગ કરવાનો ઈન્કાર કર્યો હતો. એણે તિબેટની આ અંધશાળાના બાળકોને ખડક ચડવાનો અને પર્વતો પર આરોહણ કરવાના પાઠ ભણાવ્યા.
ઍરિકના પુસ્તકોએ દુનિયાએ નવી દ્રષ્ટિ આપી. 'ટચ ધ ટૉપ ઑફ ધ વર્લ્ડ' નામક એનું પુસ્તક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટનાઓથી ભરપૂર છે.
દુનિયાના દશ દેશોમાં અને છ ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ પુસ્તકની કથાનું ફિલ્માંકન પણ થયું. એનું બીજું પુસ્તક 'ધ એડવર્સિટી એડવાન્ટેજ'માં એની સાત વિજયોની કથા આલેખાઈ છે, જ્યારે 'ફર્ધર ધેન ધ આઈ કેન સી' નામની ઍરિકની ફિલ્મે ઓગણીસ ફિલ્મોત્સવોમાં પ્રથમ પારિતોષિકો પ્રાપ્ત કર્યા.
ઍરિકનું સાહસ એને બીજામાં સાહસ જગાડવાની સદા પ્રેરણા આપતું રહ્યું છે. આજથી બારેક વર્ષ પહેલાં એણે એક નવી ત્રિપુટીનું સર્જન કર્યું. ત્રણ હજાર ફૂટ ઊંચા એલ કૅપિટાન શિખરને આંબનારા માર્ક વિલમનને પોતાની સાથે લીધા, અને એ જ રીતે હાર્વર્ડના વિજ્ઞાાની અને બંને કૃત્રિમ પર ધરાવનાર હૉફ હેરને સાથે લીધા. બંને સાથે ઍરિકે ઉટાહમાં આવેલા ૮૦૦ ફૂટ ઊંચા ખડકના ટાવર પર આરોહણ કર્યું. આ ત્રણેય વિકલાંગ સાહસવીરોને સાથે મળીને કરેલા આરોહણને અંતે 'નો બેરિયર્સ' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સર્જનાત્મક વિચારોને ઉત્તેજન આપે છે. શારીરીક વિકલાંગતા ધરાવતા લોકોને માટે ઉપયોગી એવી ટૅકનોલોજીના સંશોધનમાં સહાય કરે છે. વિકલાંગ વ્યક્તિઓને એમની અશક્તિઓમાંથી બહાર લાવીને એમને સંપૂર્ણ અને સક્રિય જીવન જીવવાના ઉપાય પણ સૂચવે છે.
ઍરિકે હોંગકોંગથી માંડીને સ્વિટ્ઝર્લેન્ડ સુધી અનેક દેશોમાં પ્રવચનો આપ્યાં અને એ દ્વારા વ્યક્તિને એનાં સ્વપ્નો સાકાર કરવા માટેના સર્જનાત્મક વિચારો દર્શાવ્યા.
૨૯૦૨૯ ફૂટ ઊંચા હિમાલયના માઉન્ટ ઍવરેટ્સ શિખરને આંબનારા ઍરિકે વિશ્વના સાતેય ઊંચા શિખરો સર કરવાની સિદ્ધિ ૨૦૦૮ની વીસમી ઑગસ્ટે આ સિદ્ધિ મેળવી. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એન્ટાર્ટિકા અને ઑસ્ટ્રલિયા એમ સાતે ખંડોમાં આવેલા દેશોના સૌથી ઊંચા શિખરો પર વિજય મેળવનારો ઍરિક પ્રથમ અંધ રમતવીર બન્યો. આવી સિદ્ધિ મેળવનાર દેખતાઓની દુનિયામાં પણ એકસો જેટલો આરોહકો નથી.
ઍરિક જિંદગીના પ્રયોજન વિશે કહે છે કે આ જિંદગી બધાને માટે સુંદર કે નિષ્પક્ષ નથી. તમે આફ્રિકામાં જન્મેલા બાળક હો, તો એક મહિનામાં તમને ઉધઈ ખાઈ જાય. અથવા તો તમે જન્માંધ હો કે બીજી કમનસીબી સાથે જન્મ્યા હો તે બાબત તમને અન્યાયકર્તા બની રહે છે.
તમને જીવવા માટે ઠીક ઠીક પ્રમાણમાં સમયની તક મળી હોય તો, તમે મારી જેમ ચોક્કસ પડકારો, અવરોધો અને મુસીબતોનો સામનો કરીને જીવી શકો છો. તમને મળેલા સમયમાં તમે શ્રેષ્ઠ કર્તવ્ય કરીને અથવા તો તમે વિચારો છો તેનાથી પણ વધુ ઉમદા કાર્ય કરી શકો છો અને તમને મળેલી તકને સામર્થ્ય સાથે ઝડપીને બીજા કરતાં કાંઈક જુદા થઈને દુનિયાને તમારો પ્રભાવ દર્શાવી શકો છો.
વિશ્વના આ સૌથી મહાન રમતવીર અને સાહસવીરને કઈ વ્યક્તિને મળવાની ઈચ્છા હશે ?
એ કહે છે કે, 'એને અબ્રાહમ લિંકનને મળવાની ઈચ્છા છે. જે સામાન્ય માનવીએ દુનિયાને બદલવાની શક્તિ બતાવી. એણે દરેક પડકારને ઝીલીને પોતાનું કૌવત બતાવ્યું અને અંતે એનું વળતર પણ ચૂકવવું પડયું. મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યૂથર કિંગમાં પણ આવી હિંમત હતી. યુદ્ધમાં જનારા લોકો પણ આવી હિંમત ધરાવતા હોય છે. મને આવી હિંમત ધરાવતા લોકોને મળવું ગમે છે.'
આજે પણ સાહસો ઍરિકને સાદ પાડે છે અને ઍરિક એ સાહસને સાકાર કરવા માટે દોડી જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved