Last Update : 24-December-2012, Monday

 

૨૦૧૨ના વર્ષમાં તે છેલ્લે માર્ચમાં વન-ડે રમ્યો હતો

તેંડુલકરે પ્રથમ વન-ડે સદી છેક તેની ૭૯મી વન-ડેમાં ફટકારી હતી

 

અમદાવાદ, રવિવાર
તેંડુલકરની વન-ડે કારકિર્દીની એક વિશિષ્ટ ખાસિયત એ છે કે ભલે તેણે રેકોર્ડ ૪૯ વન ડે સદી ફટકારી પણ તેની પ્રથમ વનડે સદી છેકતેની ૭૯મી વન ડે રમતા ફટકારી હતી.
પ્રથમ વન ડેમાં ૦
તેંડુલકરે તેની કારકિર્દીી સૌ પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ ૧૮ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ પાકિસ્તાન સામે ગુજરાવાલામાં રમી હતી જેમાં તે શૂન્ય રને માત્ર બીજા બોલે વકાર યુનુસની બોલિંગમાં વસીમ અક્રમના હાથમાં ઝડપાયો હતો. તે પાંચમાં ક્રમે રમવા માટે ઉતર્યો હતો. ભારતની ટીમમાં પસંદગી સમિતીના ચેરમેન રહી ચૂકેલા શ્રીકાંત કેપ્ટન હતો. આ ઉપરાંત સિદ્ધુ, અઝહર, શાસ્ત્રી, મોરે, મનિન્દર જેવા હવે કોમેન્ટેટર કે રાજકારણી બની ગયા છે તે હતા. તો પાકિસ્તાનમાં ઇમરાનની કેપ્ટનન્સી હેઠળ રમીઝ રાજા, મલિક, અક્રમ, અનવર, મિયાદાદ, કાદિર, યુનુસ જેવા હતા. મજાની વાત એ છે કે તેની બીજી વન-ડેમાં પણ તે શૂન્ય રને આઉટ થયો હતો. ૧ માર્ચ, ૧૯૯૦માં ડુનેડીનમાં ન્યુઝીલેન્ડ સામે આ મેચ હતી.
નવમી વન-ડેમાં પ્રથમ અર્ધી સદી
શ્રીલંકા સામે ૫ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ પૂણેના નહેરૃ સ્ટેડિયમમા શ્રીલંકા સામેની વન-ડેમાં તેણે તેની સૌ પ્રથમ અર્ધી સદી ફટકારી હતી. પાંચમાં ક્રમે આવેલા તેંડુલકરે ૪૧ બોલ ૭ ચોગ્ગા અને એક છગ્ગાની સાથે ૫૩ રન કર્યા હતા. રવિ રત્નાયકે, લોબ્રોય, અનુરાસુરી મુખ્ય બોલરો હતા. અઝહર ભારતનો કેપ્ટન હતો.
૭૯મી વન-ડેમાં પ્રથમ સદી
તેંડુલકર જેવો બેટસમેન છેક ૭૯મી વન-ડેમાં તેની પ્રથમ સદી ફટકારી શક્યો હતો તે માનવામં આવે ખરૃં? એનો અર્થ એમ કે તેની ૪૬૩ કુલ વનડે પૈકી છેલ્લી ૩૮૫ વનડેમાં જ તેણે ૪૯ વનડે સદી ફટકારી છે. પ્રથમ વનડે રમ્યાના પાંચ વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સો કોલંબોમાં ૯ સપ્ટેમ્બર, ૧૯૯૪ના રોજ ૧૫૦ રનની (૧૩૦ બોલમાં) ઓપનિંગમાં ઉતરીને ઇનિંગ રમી હતી જે તેની પ્રથમ વન ડે સદી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરો મેકડરમોટ, મેકગ્રા, વોર્ન અને સ્ટીવ વો જેવા હતા.
છેલ્લા ૩ વર્ષમાં ૪ સદી, ૩ અર્ધી સદી
તેંડુલકરનું છેલ્લા ત્રણ વર્ષનું ફોર્મ સારૃ ના કહેવાય. તેણે આ દરમ્યાન ૨૩ વનડે રમી છે. જેમાં ચાર સદી અને ત્રણ અર્ધી સદીનો સમાવેશ થાય છે. તેણે વિજયનો એકમાત્ર બેટસમેન બનતા સાઉથ આફ્રિકા સામે બેવડી સદી (૨૦૦*) આ ગાળામાં જ ૨૪ ફેબુ્રઆરી, ૨૦૧૦ના રોજ ગ્વાલિયરમાં ફટકારી હતી.
૨૦૧૨માં ૧૦ વનડે જ રમ્યોઃ છેલ્લે માર્ચમાં
૨૦૧૨ના આ વર્ષમાં તેણે ૧૦ વન ડે રમી તે પણ ફેબુ્ર.- માર્ચ દરમ્યાન હતી. આ દરમ્યાન તેણે ૨, ૪૮, ૧૫, ૩, ૨૨, ૧૪, ૩૯,૬, ૧૧૪ અને ૫૨ રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ સામે ૧૬ માર્ચ, ૨૦૧૨ના રોજ તેણે ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદીની સિદ્ધી પુરી કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved